Mule Account એટલે શું? પાટણમાં બે ભાઈઓની મ્યુલ એકાઉન્ટ દ્વારા 247 કરોડની હેરાફેરી! પોલીસે કરી ધરપકડ

Gujarat Police Arrested Two Brother In Mule Account Fraud : ગુજરાતમાં મ્યુલ એકાઉન્ટ દ્વારા 247 કરોડ રૂપિયાની હેરાફેરીમાં પાટણના બે ભાઇઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ભાઈઓ ટેલીગ્રામ ગ્રૂપ દ્વારા મ્યુલ એકાઉન્ટ ભાડે કે વેચાણથી આપતા હતા.

Written by Ajay Saroya
November 13, 2025 12:07 IST
Mule Account એટલે શું? પાટણમાં બે ભાઈઓની મ્યુલ એકાઉન્ટ દ્વારા 247 કરોડની હેરાફેરી! પોલીસે કરી ધરપકડ
Mule Account : મ્યુલ એકાઉન્ટ. (Photo: Freepik)

What Is Mule Account : ગુજરાતના પાટણમાં 247 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની હેરાફેરીમાં સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા બે ભાઇઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ભાઇઓ ટેલીગ્રામના બે ગ્રૂપ મારફતે નાણાંની હેરાફેરી માટે મ્યુલ એકાઉન્ટ ભાડે કે વેચાણ થી આપતા હતા. વિદેશમાં બેઠેલા સાયબર અપરાધીઓ ઓનલાઇન ફ્રોડની રકમની ટ્રાન્સફર કરવા માટે આવા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે મ્યુલ એકાઉન્ટ એટલે શું, તે કેવી રીતે સંચાલિત થાય છે? ચાલો જાણીયે વિગતવાર

What Is Mule Account? : મ્યુલ એકાઉન્ટ એટલું શું?

મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદેસર નાણાંની હેરાફેરી માટે થાય છે. મ્યુલ એકાઉન્ટ એટલા એવા બેંક એકાઉન્ટ જેનો ઉપયોગ સાયબર અપરાધીઓ ઓનલાઇન ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ કરે છે. સરળ શબ્દોમાં કહીયે તો, સાયબર અપરાધીઓ લોકો સાથે કરેલા ઓનલાઇન ફ્રોડના પૈસા સીધા જ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરતા નથી. સૌથી પહેલા તેઓ અન્ય કોઇ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં (જેને મ્યુલ એકાઉન્ટ કહેવાય છે) પૈસા ટ્રાન્સફર કરે છે, ત્યારબાદ તેમાંથી પૈસા અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા એક ચેનલ જેમ કામ કરે છે, જેના કારણે ઓનલાઇન ફ્રોડ કરનાર સાયબર અપરાધીઓને ટ્રેક કરવા મુશ્કેલ હોય છે.

મ્યુઝ એકાઉન્ટ ધારકને મળે છે કમિશન

ગેરકાયદેસર નાણાકીય હેરાફેરી માટે મ્યુલ એકાઉન્ટ ધારકને કમિશન મળે છે. આ સંપૂર્ણ કામગીરી એક ચેનલ જેમ કામ કરે છે. જેમા ગેંગના સભ્યો એવા લોકોને ટાર્ગેટ બનાવે છે જેઓ ગરીબ અને જરૂરિયાત મંદ હોય અને જેમને પૈસાની જરૂર હોય છે. આવા લોકોના નામે બેંકમાં ખાતું ખોલાવે છે પણ બેંક એકાઉન્ટમાંથી પૈસાના જમા ઉપાડની કામગીરી ગેંગના સભ્યો કરે છે. બેંક એકાઉન્ટની પાસબુક, ચેક બુક, એટીએમ અને ક્રેડિટ કાર્ડ વગેરે એજન્ટ લઇ લેતા હતા. બીજા શબ્દો કહીયે તો પૈસાની હેરાફેરી માટે બેંક એકાઉન્ટ ભાડે આપે છે. તેના બદલામાં મ્યુલ બેંક ખાતાધારકને કમિશન મળે છે.

ઓનલાઇન ટ્રાન્સફર માટે થર્ડ પાર્ટી મેસેજ સિસ્ટમનો ઉયપોગ

સાયબર અપરાધીઓ મ્યુલ એકાઉન્ટ માંથી પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરવા માટે થર્ડ પાર્ટી મેસેજ સિસ્ટમનો ઉપયોગ કરે છે. કારણ કે તેમા મૂળ બેંક ખાતાધારક પાસેથી ઓટીપી મેળવવાની ઝંઝટ રહેતી નથી. સાયબર અપરાધીઓ પોલીસ કાર્યવાહીથી બચવા માટે થોડાક સમય સુધી મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કર્યા બાદ તે બેંક ખાતું બંધ પણ કરી દે છે.

ગુજરાતના બનાસકાંઠામાં મ્યુલ એકાઉન્ટથી 247 કરોડની હેરાફેરી, બે ભાઈઓની ધરપકડ

ગુજરાતના બનાસકાંઠાના મ્યુલ એકાઉન્ટથી 247 કરોડ રૂપિયાની હેરાફેરી કેસમાં બે ભાઈઓની સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા દિલીપ ચૌધરી અને શૈલેષ ચૌધરી બનાસકાંઠા કાંકરેજના કસરા ગામના રહેવાસી છે. આ રકમ મ્યુલ એકાઉન્ટ દ્વારા ચાઈનીઝ ગેંગે પડાવી હતી. આ બંને ભાઇઓ ટેલીગ્રામના બે ગ્રૂપ દ્વારા મ્યુલ એકાઉન્ટ ભાડે અને વેચાણ આપતા હતા, જેના બદલામાં તેમને તગડું કમિશન મળતું હતું. પોલીસ બંને ભાઈઓની કડક પુછપરછ કરી રહી છે, જેમા વધુ સ્ફોટક માહિતી સામે આવી શકે છે.

ઓનલાઇન ફ્રોડથી બચવા શું કરવું?

  • અજાણ્યા વ્યક્તિને પોતાના બેંક ખાતાની વિગત આપવી નહીં
  • કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતાનો ઉપયોગ અન્ય કોઇને કરવા દેવો નહીં
  • બેંક ખાતાના OTPની વિગત કોઇને આપવી નહીં
  • બેંક ખાતામાં શંકાસ્પદ જમા ઉપાડ દેખાય તો તરત જ બેંકને જાણ કરવી
  • મોબાઇલમાં શંકાસ્પદ મેસેજ લિંક પર ક્લિક ન કરવું
  • શંકાસ્પદ ફોન રિસિવ કરવા નહીં
  • આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગત આપવામાં સાવચેતી રાખવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ