Sindoor: સિંદૂર શેમાંથી બને છે? તે લગાડવાથી શું ફાયદો થાય છે? સિંદૂર વિશ રસપ્રદ તથ્ય જાણો

Interesting facts related to Sindoor: સિંદૂર ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ ધરાવે છે. ઓપરેશન સિંદૂરના કારણે આજે આ નામ ખૂબ ચર્ચામાં છે. આવો જાણીએ સિંદૂર સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો

Interesting facts related to Sindoor: સિંદૂર ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ ધરાવે છે. ઓપરેશન સિંદૂરના કારણે આજે આ નામ ખૂબ ચર્ચામાં છે. આવો જાણીએ સિંદૂર સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Sindoor | operation Sindoor | Sindoor uses | Sindoor benefits

Sindoor : સિંદૂર.

Interesting facts related to Sindoor: સિંદૂર શબ્દની ચર્ચા આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાભરમાં થઇ રહી છે. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા 9 આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી છે. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરને બહુ મહત્વ આપવામાં આવ્યું છે. આ માત્ર સુહારની નિશાની જ નથી, પરંતુ તેની પાછળ ઘણા રસપ્રદ તથ્યો પણ છુપાયેલા છે. અસલી સિંદૂર શેનાથી બને છે અને તેને લગાવવાથી શું ફાયદા થાય છે? આવો જાણીએ તેના વિશે.

Advertisment

Interesting facts related to Sindoor: સિંદૂર વિશે રસપ્રદ તથ્યો

  • પરણિત મહિલાઓ માટે સુહાગની નિશાની છે. સિંદૂર લગાવવાથી સુંદરતા તો વધે જ છે સાથે સાથે સકારાત્મક ઉર્જા પણ વધે છે.
  • ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂરને ન માત્ર સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ લોહી સંબંધી પરેશાની પણ દૂર કરે છે.
  • કપાળની વચ્ચેથી નસ પસાર થાય છે જે કપાળના અંત સુધી જાય છે. તે સ્નાયુઓને સક્રિય કરવાનું કામ કરે છે. અહીં સિંદૂર લગાવવાથી ઉર્જા વધે છે.
  • સિંદૂરથી અનિંદ્રા, માથાનો દુખાવો, યાદશક્તિ નબળી પડવી, મનની અશાંતિની સમસ્યા દૂર થાય છે. એટલું જ નહીં, તેનાથી ચહેરાની કરચલીઓ પણ ઓછી થઇ જાય છે.
  • માથા પર સિંદૂર લગાવવામાં આવે છે તે જગ્યા મગજની એક મહત્વપૂર્ણ ગ્રંથી છે, જેને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે. અહીં સિંદૂર લગાવવાથી તણાવ ઓછો થાય છે.
  • સિંદૂર હંમેશા મગજને સભાન અવસ્થામાં રાખે છે. આ સાથે જ શરીરનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલ થાય છે. ચીડિયાપણું ઘટાડે છે.

અસલી સિંદૂર કેવી રીતે બને છે?

અસલી સિંદૂર કુમકુમ ટ્રીના ફળ માંથી તૈયાર કરવામાં આવે છે. આ સિંદૂર એકદમ શુદ્ધ હોય છે. તેના ફળ સમૂહમાં આવે છે. શરૂઆતમાં ફળ લીલા રંગના હોય છે. પાક્યા બાદ તેનો રંગ લાલ થઈ જાય છે. ફળોની અંદર નાના નાના દાણા હોય છે. આ ફળને પીસીને સિંદૂર બનાવવામાં આવે છે.

ઓપરેશન સિંદૂર ટ્રેન્ડિંગ ન્યૂઝ