Order of St Andrew : ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ શું છે? PM મોદીને રશિયાના સૌથી મોટું નાગરિક સન્મન અપાયું

Order of St Andrew, ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં એક અલગ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા.

Written by Ankit Patel
July 10, 2024 07:13 IST
Order of St Andrew : ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ શું છે? PM મોદીને રશિયાના સૌથી મોટું નાગરિક સન્મન અપાયું
PM મોદીને રશિયાના સૌથી મોટું નાગરિક સન્મન અપાયું Photo- X @BJP4India @PMO

Order of St Andrew, ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન તેમને રશિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. મંગળવારે મોસ્કો ક્રેમલિનના સેન્ટ કેથરીન હોલમાં પીએમ મોદીને ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ’ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે તેમને આ સન્માન આપ્યું હતું. પીએમ મોદીને બીજી વખત આ સન્માન આપવામાં આવ્યું છે.

પુતિને મોદીનું સન્માન કર્યું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં એક અલગ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા. આ ઓર્ડર ભારતના વડા પ્રધાનને રશિયા અને ભારત વચ્ચે વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી અને બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોના વિકાસમાં તેમના વિશિષ્ટ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.

સમારોહ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયાનો સર્વોચ્ચ પુરસ્કાર આપવા બદલ પુતિનનો આભાર માન્યો હતો. સાથે જ કહ્યું કે તે તેને ભારતના લોકોને સમર્પિત કરે છે.

જાણો ભારતે શું કહ્યું

પીએમ મોદીને સન્માન પ્રાપ્ત કરવા પર, વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું, “પ્રધાનમંત્રીને આપવામાં આવેલ સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન, સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલનો ઓર્ડર 2019 માં જાહેર કરવામાં આવ્યો હતો. બંને નેતાઓ વચ્ચે ચર્ચાનો એજન્ડા મુખ્યત્વે આર્થિક હતો.

રાજકીય ક્ષેત્રે બંને દેશો વચ્ચેના સહયોગ, મોટા પાયે વેપાર, મહેસૂલ, ઉર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ અને સુરક્ષા સંબંધિત માહિતી પર ચર્ચા કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે, બંને નેતાઓએ બ્રિક્સ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અને સંયુક્ત રાષ્ટ્ર સહિત દ્વિપક્ષીય જોડાણની સ્થિતિની પણ સમીક્ષા કરી.

જાણો શા માટે સન્માન આપવામાં આવે છે

આ સન્માનની સ્થાપના 1698 માં ઝાર પીટર ધ ગ્રેટ દ્વારા સંત એન્ડ્રુ (ઈસુના પ્રથમ પ્રેરિત અને રશિયાના આશ્રયદાતા સંત)ના સન્માનમાં કરવામાં આવી હતી. તે સૌથી ઉત્કૃષ્ટ નાગરિક અથવા લશ્કરી યોગ્યતા માટે આપવામાં આવે છે.

આ પહેલા દિવસે પીએમ મોદી અને પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ આતંકવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, “ભારત છેલ્લા 40-50 વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ- ‘બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ મંત્રણા સફળ થતી નથી, પીએમ નરેન્દ્ર મોદીએ પુતિનને કહ્યું – યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ શક્ય નથી

આતંકવાદ કેટલો ભયંકર છે, કેટલો ઘૃણાસ્પદ છે, તે આપણે 40 વર્ષથી સહન કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં, જ્યારે મોસ્કોમાં આતંકવાદી ઘટનાઓ બની, દાગેસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ બની, હું કલ્પના કરી શકું છું કે તેમની પીડા કેટલી ઊંડી હશે અને હું દરેક પ્રકારના આતંકવાદની નિંદા કરું છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ