કેજરીવાલના પૈતૃક શહેરમાં કેવો માહોલ? કાકાએ લીધો પક્ષ તો જાણો અન્ય લોકોનો કેવો રહ્યો અભિપ્રાય

અરવિંદ કેજરીવાલની ઈડીએ કથિત દારૂ કૌંભાંડમાં ધરપકડ કરી છે, ત્યારે તમને જણાવી દઈએ કે તેમનું વતન હરિયાણાનું હિસાર છે, ત્યાં લોકોનો શું અભિપ્રાય છે.

અરવિંદ કેજરીવાલની ઈડીએ કથિત દારૂ કૌંભાંડમાં ધરપકડ કરી છે, ત્યારે તમને જણાવી દઈએ કે તેમનું વતન હરિયાણાનું હિસાર છે, ત્યાં લોકોનો શું અભિપ્રાય છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Arvind Kejriwal Hometown People opinion

અરવિંદ કેજરીવાલની દરપકડ બાદ તેમના વતન હિસારમાં લોકોનો કેવો અભિપ્રાય (ફોટો - એક્સપ્રેસ)

ઐશ્વર્યા રાજ : કથિત દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તે ઇડીની કસ્ટડીમાં છે અને કોર્ટ તરફથી તેમને કોઇ રાહત મળી નથી. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં કેજરીવાલની ધરપકડ સામે સહાનુભૂતિ મેળવવા માટે આમ આદમી પાર્ટી ભરપૂર પ્રયાસ કરી રહી છે, તેમની પત્ની સુનિતા કેજરીવાલ સતત પ્રચાર કરી રહી છે.

Advertisment

હવે દિલ્હીમાં માહોલ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, અરવિંદ કેજરીવાલનો જન્મ હરિયાણાના હિસારમાં થયો છે. તેઓ મૂળ હરિયાણાના વતની છે, તેથી ત્યાંના લોકોનો અભિપ્રાય શું છે તે જાણવું પણ જરૂરી છે. કેજરીવાલના ઘણા સંબંધીઓ હાલ હિસારમાં રહે છે, તેમના જૂના સાથીદારો પણ ત્યાંજ રહે છે. પરંતુ જ્યારે તેમને સીએમની ધરપકડને લઈને સવાલ પૂછવામાં આવે છે, તો ઘણા લોકો મૌન છે, તો કેટલાક સ્થાનિક લોકો પણ મળી આવ્યા છે, જે કેજરીવાલને જ સવાલોમાં લાવી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલના કાકા ગિરિધર લાલ બંસલનું કહેવું છે કે, કેજરીવાલ સાચા માણસ છે, તેઓ સિદ્ધાંતો પર લડીને સીએમ બન્યા છે. પરંતુ હવે તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમની સાથે સંજય સિસોદિયાએ ને પણ પકડી લીધો છે. આ તમામ નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ગિરિધરને ચોક્કસપણે દુ:ખ છે કે, સીએમ બન્યા બાદ કેજરીવાલનું તેમના હિસારમાં આગમન થોડું ઓછું થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, ગિરધરલાલ દિલ્હીના મુખ્ય પ્રધાનના પિતા ગોવિંદ રામના ત્રણ ભાઈઓમાંના એક છે. તે હવે ગુડગાંવમાં પરિવાર સાથે રહે છે અને તેમના ઘર અને વડીલોની જમીનની દેખરેખ કરવા માટે દર મહિને બસ દ્વારા રાષ્ટ્રીય રાજધાનીથી 170 કિમી દૂર હરિયાણાના ભિવાની જિલ્લામાં સિવાની જાય છે.

હવે હિસારમાં દરેકનો આવો અભિપ્રાય નથી. એક સ્થાનિક ઉદ્યોગપતિ જગદીશ પ્રસાદ કેડિયા કહે છે, "અમને ખૂબ ગર્વ થતો હતો કે, અમારા ગામનો એક છોકરો ભ્રષ્ટાચાર સામે લડ્યો અને સીએમ બન્યો. જ્યારે તેઓ 2015 માં સીએમ બન્યા, ત્યારે અમે બધા અહીંથી ગયા હતા, તેમની પાસેથી મંદિર માટે દાન પણ માંગ્યું હતું. એક કલાક માટે તેઓ આવ્યા, પાછા ફર્યા અને પૈસા આપ્યા વિના ચાલ્યા ગયા. અમને બધાને આઘાત લાગ્યો.

Advertisment

આ પણ વાંચો - અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ કેસમાં કોર્ટને કહ્યું, ‘તેઓ AAP ને તોડવા માગે છે, હું તપાસ માટે તૈયાર છું…’

એક મજૂર અનૂપ શર્માએ કેજરીવાલના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓ કહે છે કે, હરિયાણામાં કંઈ થયું નથી. ધન અને મહેનત બધુ જ થાય છે. ગત વખતે 'આપ'એ કુરુક્ષેત્રથી કોઈ બહારની વ્યક્તિને ટિકિટ આપી હતી. તે દિલ્હીનો રહેવાસી હતો, તે અહીં લોકપ્રિય કેવી રીતે બની શકે? કેજરીવાલની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, "કેજરીવાલની જે કેસમાં ધરપકડ કરવામાં આવી છે તે ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે.

ગુજરાતી ન્યૂઝ અરવિંદ કેજરીવાલ દેશ આપ