scorecardresearch

વોટ્સએપનુ નવું ફીચર્સ – ફેક ન્યૂઝ પર લગામ લાગશે, યુઝર્સ ફોરવર્ડ મેસેજમાં ડિસ્ક્રિપ્શન ઉમેરી શકશે

Whatsapp latest features : વોટ્સએપ એ નવું લેટેસ્ટ ફીચર્સ રજૂ કર્યું છે જેનાથી વાયરલ થતા ફેક ન્યૂઝ પર લગામ લાગશે અને યુઝર્સ ફોરવર્ડ થયેલા મેસેજમાં ડિસ્ક્રિપ્શન. કન્ટેન્ટ કે ઉમેજ એડ કરી શકશે.

Whatsapp
વોટ્સઅપે લેટેસ્ટ ફીચર્સ રજૂ કર્યું.

વોટ્સએપ મેસેજિંગ એપ તેના યુઝર્સ માટે ટુંક સમયમાં લેટેસ્ટ ફીચર્સ લાવી રહ્યું છે. આ અપકમિગ ફીચર્સની મદદથી યુઝર્સ કોઇ પણ ફોરવર્ડ કરાયેલા મેસેજમં પોતાની તરફથી ડિસ્ક્રિપ્શન ઉમેરી શકશે. ચેટિંગ દરમિયાન શેર કરાયેલા વીડિયો, ફોટો, GIF ફાઇલ, ટેક્સ્ટ જેવા મીડિયા કન્ટેન્ટને વધારે સ્પષ્ટતા આપવાના ઉદ્દેશ્યથી વોટ્સએપે આ નવા ફીચરને ડેવલપ કર્યું છે. WaBetaInfoની એક રિપોર્ટથી આ જાણકારી મળી છે.

વોટ્સઅપનું આ નવુ ફીચર કેવી રીતે કામ કરશે

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનના મોટાભાગના અપડેટ્સ અને ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ WaBetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsAppની પેરેન્ટ કંપની હાલમાં કેટલાક યુઝર્સને આ નવું ફીચર આપી રહી છે. WhatsApp બીટા યુઝર્સ એન્ડ્રોઇડ 2.23.8.22 પર આ નવા ફીચરની ઍક્સેસ મેળવી શકે છે. અત્યાર સુધી, આ નવા ફીચરની રજૂઆત પહેલા, WhatsApp યુઝર્સ ચેટબોક્સમાં આવતા કોઈપણ કન્ટેટન્ટને કંઇ પણ પ્રકારનું ડિસ્ક્રિપ્શન આપ્યા વગર ફોરવર્ડ કરી શકતા હતા. મેસેજ મેળવનાર એ જ મેસેજ જોવા માટે સક્ષમ હતા જે પ્રેષકે તેમના ચેટબોક્સમાં મોકલ્યો છે.

જો કોઈ યુઝર્સ ચેટબોક્સમાં આવેલા કન્ટેન્ટને અન્ય કોઈને ફોરવર્ડ કરવા માંગે છે, તો તેને એડીટ કરીને મોકલવા માટે ટેક્સ્ટ કન્ટેન્ટને કોપી અને ફરી તેને એડીટ કરીને સેન્ડ કરવાનો વિકલ્પ હતો. ફોટો અને વીડિયો કન્ટેન્ટના કિસ્સામાં યુઝરે ગેલેરીમાંથી સિલેક્ટ કરવાનું હતું અને આ જ ક્રિયા કરવાની હતી. પરંતુ હવે વોટ્સએપ પર આ નવા ફીચરની રજૂઆત બાદ, ચેટબોક્સમાં જોવા મળતા મીડિયા કન્ટેન્ટને સીધું ડિસ્ક્રિપ્શનના રૂપમાં વીડિયો, ફોટો, GIF ફાઇલ અને ટેક્સ્ટ ઉમેરવા કે એડીટ કરવાનું સરળ થઇ ગયુ છે. તમામની માટે નવું ફીચર રોલ આઉટ થઇ ગયા બાદ ફોરવર્ડેડ મેસેજ અંગે વધારે રેફરન્સ કે સ્પષ્ટીકરણ આપવામાં યૂઝર્સને મદદ મળી શકશે.

ફેક ન્યૂઝને રોકવામાં મદદ કરશે

આ ફીચર્સ એવી પરિસ્થિતિઓમાં બહુ ઉપયોગી સાબિત થાય છે કે જ્યાં ફોરવર્ડ કરવામાં આવેલો મેસેજ સ્પષ્ટ ન હોય અથવા તેને વધારે સ્પષ્ટતાની જરૂર હોય. નવા ફીચરના પ્રતાપથી વોટ્સએપ યુઝર્સ તેમાં ડિસ્ક્રિપ્શન ઉમેરીને ફેક ન્યૂઝ કે ખોટા માહિતીવાળા મેસેજને વાયરલ થતા અટકાવી શકશે. ઉપરાંત મેસેજ પ્રાપ્ત કરનાર યુઝર્સ વધુ સારી રીતે સમજી શકશે અને તે આ ફિચર્સનો ઉપયોગ કરીને તેને યોગ્ય ડિસ્ક્રિપ્શન સાથે સેન્ડ કરી શકશે.

Web Title: Whatsapp latest update features users add description forwarded media

Best of Express