/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Ajay-Rai-PM-Narendra-Modi.jpg)
લોકસભા ચૂંટણી 2024માં વારાણસી બેઠક પર કોંગ્રસ ઉમેદવાર અજય રાય ભાજપના પીએમ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે. (File Photo)
Congress Candidates Ajay Rai Against BJP Narendra Modi On Varanasi Lok Sabha Elections 2024 : કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ચોથી યાદીમાં 46 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં કોંગ્રેસે ઉત્તરપ્રદેશની વારાણસી લોકસભા બેઠક માટે અજય રાયને ઉમેદવાર બનાવ્યા છે. નોંધનિય છે કે, કોંગ્રેસે અજય રાયને જે બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે તે વારાણસી બેઠક પરથી જ પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણી લડવાના છે. આમ અજય રાય અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે ટક્કર થશે.
યુપી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશ અધ્યક્ષ અજય રાય જૂના સંઘી નેતા છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા છે. બાદમાં તેઓ ભાજપના સક્રિય સભ્ય બન્યા હતા. પાર્ટીએ તેમને ત્રણ વાર યુપીના કોલાસલા મત વિસ્તારમાંથી વિધાનસભાની ટિકિટ આપી હતી. અજય રાય ત્રણ વખત ચૂંટણી જીત્યા હતા. બાદમાં તેમણે લોકસભાની ટિકિટ પણ માંગી હતી, પરંતુ જ્યારે પાર્ટીએ ન આપી તો તેઓ નારાજ થયા હતા. તેઓ 2009માં ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. સમાજવાદી પાર્ટીએ તેમને વારાણસીથી મુરલી મનોહર જોશી સામે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા.
અજય રાય પાંચ વખત ભાજપના ધારાસભ્ય બન્યા, 2012માં કોંગ્રેસમાં જોડાયા હતા
અજય રાય પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2012માં કોંગ્રેસ માં જોડાયા હતા. પાર્ટીએ તેમને પિંડારા થી ટિકિટ આપી, પરંતુ તેઓ હારી ગયા. 2014 અને 2019માં કોંગ્રેસે તેમને વારાણસી લોકસભા ક્ષેત્રથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ બંને વખત તેઓ હારી ગયા હતા. 2023માં પાર્ટીએ તેમને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. આ વખતે 2024ની ચૂંટણીમાં પાર્ટીએ ફરીથી તેમને વારાણસીથી ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ટિકિટ આપી છે.
વારાણસીના બાહુબલી કહેવાય છે, અનેક ગુનામાં નામ સંડોવાયું
અજય રાયનો જન્મ 7 ઓક્ટોબર 1969ના રોજ વારાણસીમાં પાર્વતી દેવી રાય અને સુરેન્દ્ર રાયને ત્યાં ભૂમિહાર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, જેઓ ગાઝીપુર જિલ્લાના વતની હતા. શરૃઆતમાં એની ઓળખ સ્થાનિક બાહુબલી તરીકે થઇ હતી અને તે હિસ્ટ્રીશીટર રહ્યા છે. 1994માં મુખ્તાર અંસારી અને તેના સાથીઓએ વારાણસીના લહુરાબીર વિસ્તારમાં તેના મોટા ભાઈ અવધેશ રાયની કથિત રીતે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી અજય રાય બ્રિજેશ સિંહના સહયોગી બની ગયા હતા. આ પહેલા તેઓ બ્રિજેશ સિંહ અને ત્રિભુવન સિંહ સાથે 1989થી અનેક ક્રિમિનલ કેસમાં જોડાયેલા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-96.jpg)
વારાણસીના ડેપ્યુટી મેયર અનિલ સિંહ પર 1991માં થયેલા હુમલામાં તેમનું નામ બહાર આવ્યું હતું. પોલીસ એફઆઈઆરમાં અનિલ સિંહે કહ્યું હતું કે, 20 ઓગસ્ટ, 1991ના રોજ અજય રાય અને અન્ય લોકોએ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તેમની જીપ પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં રાયને આ કેસમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો | ઓરોબિંદો ફાર્મા એ ડિરેક્ટરની ધરપકડ બાદ માત્ર ભાજપને દાન આપ્યું, કેજરીવાલની રિમાન્ડ અરજીમાં ઈડીનો ખુલાસો
વારાણસી બેઠક પર ક્યારે લોકસભા ચૂંટણી માટે મતદાન થશે?
વારાણસીમાં ૧ જૂને સાતમા તબક્કામાં મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ત્રીજી વખત ભાજપના ઉમેદવાર છે. અગાઉ બે વાર તેમણે અજય રાયને હરાવ્યા છે. આ વખતે પાર્ટીની યોજના તેમને રેકોર્ડ માર્જિનથી જીતાડવાની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us