Who Is Colonel Sophia Qureshi briefed On Operation Sindoor; ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ મહત્વપૂર્ણ સૈન્ય કવાયત વિશે ભારતના વિદેશ મંત્રાલય અને ભારતીય સેનાના બે મહિલા અધિકારીઓએ પ્રેસ બ્રિફિંગમાં ઓપરેશન સિંદૂર વિશે જાણકારી આપી હતી. જેમાં એક મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશી છે અને બીજી ભારતીય વાયુસેનાની વિંગ કમાંડર વ્યોમિકા સિંહ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમની સાથે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ હતા.
તમને જણાવી દઇયે કે, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ કડક કાર્યવાહી કરી છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના પાકિસ્તાન સ્થિત 9 આતંકવાદી ઠેકાણાં પર હવાઇ હુમલ કર્યો હતો.
ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતા કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, “પહેલગામ આતંકી હુમલાના પીડિતોને ન્યાય અપાવવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. તેમા પાકિસ્તાનમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાંને ટાર્ગેટ બનાવી નષ્ટ કરવામાં આવ્યા છે.
સોફિયા કુરેશીએ અહેવાલ આપ્યો છે કે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ નિયંત્રણ રેખાથી 9 કિમી અને 13 કિમી દૂર સ્થિત મરકઝ અહલે હદીસ બરનાલા અને મરકઝ અબ્બાસ કોટલીને નિશાન બનાવ્યા હતા. કર્નલ સોફિયા કુરૈશીએ નષ્ટ કરાયેલા આતંકવાદી ઠેકાણાંના વીડિયો પણ સામે મૂક્યા હતા. તેમા મુરીદકેના આતંકી શિબિર પણ સમાવેશ થાય છે, જ્યાં 2008ના મુંબઈ આતંકી હુમલાના આતંકી અજમલ કસાબ અને ડેવિડ હેડલીએ ટ્રેનિંગ લીધી હતી.
કોણ છે કર્નલ સોફિયા કુરેશી, ગુજરાત સાથે ખાસ કનેક્શન
કર્નલ સોફિયા કુરેશી મૂળ ગુજરાતના છે. તેમનો જન્મ 1981માં વડોદરામાં થયો હતો. 44 વર્ષીય સોફિયા કુરેશી બાયોમેટ્રિકમાં પોસ્ટ ગ્રેજ્યુશન કર્યું છે. દેશભક્તિ તેમને લોહીમાં મળી છે. મીડિયા રિપોર્ટ મુજબ સોફિયા કુરેશીના દાદા પણ સેનામાં હતા. સોફિયા કુરેશીએ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી અધિકારી સાથે લગ્ન કર્યા છે.
સોફિયા કુરેશી વર્ષ 1999માં સેનામાં સામેલ થયા
કર્નલ સોફિયા કુરેશી વર્ષ 1999માં ભારતીય સેનામાં જોડાયા હતા. તેમણે વર્ષ 1999માં ચેન્નઇ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં તાલીમ મેળવી હતી, ત્યારબાદ તેમણે સેનામાં લેફ્ટનેન્ટ તરીકે જોડાયા હતા. ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીના નામે ઘણી મહત્વની ઉપલબ્ધિઓ છે. 35 વર્ષની ઉંમરે, તેમણે લશ્કરી સિદ્ધાઓ મેળવી ઘણા લોકોને પ્રેરણા આપી છે. માર્ચ 2016માં જ્યારે તે લેફ્ટનન્ટ કર્નલ હતા ત્યારે તેમણે બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયતમાં આર્મીની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું, અને આમ કરનારી પ્રથમ મહિલા અધિકારી બની હતી. આ કવાયત ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી વિદેશી સૈન્ય કવાયત છે.
પુણેમાં 2 માર્ચથી 8 માર્ચ સુધી યોજાયેલી આ કવાયતમાં આસિયાનના સભ્ય દેશો સહિત 18 દેશો તેમજ જાપાન, ચીન, રશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી વૈશ્વિક શક્તિઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો | ભારતીય સેનાને આતંકવાદીઓના ઠેકાણાની જાણકારી કોણે આપી? વાંચો ઓપરેશન સિંદૂરની ઈનસાઇડ સ્ટોરી
સોફિયા કુરેશી એકમાત્ર મહિલા અધિકારી હતી જે તમામ પ્રતિનિધિમંડળોમાં એક ટુકડીનું નેતૃત્વ કરી રહી હતી. આ તેમની નેતૃત્વ ક્ષમતા, સમર્પણ અને ઉત્કૃષ્ટતાનો પુરાવો છે. કુરેશી 40 સભ્યોની ભારતીય ટુકડીના કમાન્ડિંગ ઓફિસર હતા. તેમણે પીસકીપિંગ ઓપરેશન્સ (પીકેઓ) અને હ્યુમેનિટેરિયન માઇન એક્શન (એચએમએ) પર કેન્દ્રિત મહત્વપૂર્ણ તાલીમ સત્રોનું નેતૃત્વ કર્યું હતું. સોફિયા કુરેશીએ 2006માં કોંગોમાં સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષક મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી હતી અને 2010 થી (પીકેઓ) સાથે જોડાયેલા છે.