Flights Bomb Threat: વિમાનમાં બોમ્બની ધમકી આપનાર વ્યક્તિ કોણ છે? PMO થી લઇ ટોચના સરકારી અધિકારીઓને ઇમેલ મોકલ્યા

Flights Bomb Threat: વિમાન અને ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી આપતા ઈમેલ મોકલવાના કેસમાં પોલીસે એક આરોપીની નાગપુર માંથી ધરપકડ કરી છે, હાલ તેની પૂછપરછ ચાલી રહી છે, જેમાં મોટા ખુલાસા થઇ શકે છે.

Flights Bomb Threat: વિમાન અને ટ્રેનમાં બોમ્બ હોવાની ધમકી આપતા ઈમેલ મોકલવાના કેસમાં પોલીસે એક આરોપીની નાગપુર માંથી ધરપકડ કરી છે, હાલ તેની પૂછપરછ ચાલી રહી છે, જેમાં મોટા ખુલાસા થઇ શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
akasa air flight, bomb threat Akasa Air flight

Akasa Air Flight : દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી આકાસા એરની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી (File Photo)

Flights Bomb Threat: તહેવાર દરમિયાન ફ્લાઈટ અને ટ્રેનમાં મુસાફપોની ભીડ વધતી જોવા મળી, તો બીજી તરફ છેલ્લા કેટલાક સપ્તાહથી ફ્લાઈટ અને ટ્રેનમાં વારંવાર બોમ્બની ધમકી આપવામાં આવી રહી છે. આ કેસમાં મહારાષ્ટ્રથી મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે નાગપુર પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. શંકાસ્પદ વ્યક્તિએ 354 થી વધુ ધમકીભર્યા ઇમેઇલ મોકલવાની કબૂલાત કરી છે.

Advertisment

નાગપુર પોલીસે ધરપકડ કરેલા આ વ્યક્તિની ઓળખ જગદીશ ઉઇકે તરીકે થઈ છે. એનડીટીવીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જગદીશ ઉઇકેની અગાઉ પણ ધરપકડ થઇ ચૂકી છે, તેમણે આતંકવાદ અંગે લખ્યું છે. નાગપુર પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના જણાવ્યા અનુસાર અનેક ઈ-મેઈલની ચકાસણી કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ધમકી વિશે વિચિત્ર નિવેદન

તપાસ દરમિયાન નાગપુર પોલીસે તેમને પુછ્યું કે તે ઈ મેઈલ દ્વારા ધમકી કેમ આપી રહ્યો છે, તેમણે કહ્યું કે તેનું કામ કાયદાની મદદ કરવાનું છે.

જગદીશ પૂર્વીય વિદર્ભના ગોંદિયા જિલ્લાના અર્જુની મોરગાંવ ગામનો વતની છે. જગદીશ છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં હતો અને પોલીસે દાવો કર્યો હતો કે તેણે ઘણી એરલાઇન્સ અને રેલ્વે સ્ટેશનો પર ધમકીભર્યા મેઇલ મોકલ્યા હતા.

Advertisment

જાન્યુઆરી થી અત્યાર સુધી PMO ને મેઈલ મોકલ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે પીએમ ઓફિસ અને ઉચ્ચ અધિકારીઓ, ફ્લાઇટ્સ અને ટ્રેનોને ઉડાવી દેવાની ધમકી આપી હતી. શંકાસ્પદ વ્યક્તિએ જાન્યુઆરીથી વડા પ્રધાન અને અન્ય અધિકારીઓને 100 થી વધુ ઇ મેઇલ મોકલ્યા છે. આ મામલે નાગપુરના ડીસીપી સાયબર ક્રાઇમ લોહિત માતાણીએ એક ચોંકાવનારી વાત કહી છે.

આરોપીનું કહેવું છે કે તેણે આ ધમકીઓ પોલીસ અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવા માટે મોકલી હતી. જગદીશ ઉઇકે વિશે લોકો કહે છે કે તે માનસિક રીતે હતાશ છે, તેના પિતાનું નાની વયે અવસાન થયું હતું.

પરિવારમાં આર્થિક સમસ્યાના કારણે તે 11માં ધોરણ સુધી જ સ્કૂલે જઈ શકતો હતો, પરંતુ દેશની સુરક્ષાના વિષયમાં તેને ખૂબ જ રસ છે. જો કે તેના તરફથી આવા ધમકીભર્યા ઈ-મેઈલ મોકલીને તંત્રને એલર્ટ કરવાનો દાવો તદ્દન વિચિત્ર ગણાવવામાં આવી રહ્યો છે.

એરલાઇન્સ india રેલવે