/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/R-Sreelekha-IPS-Ofiicer.jpg)
R Sreelekha IPS Ofiicer : આર શ્રીલેખા કેરળના પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર છે. (Photo : Jansatta)
Kerala Thiruvananthapuram Corporation Election Result 2025 : ભારતીય જનતા પાર્ટીએ શનિવારે કેરળમાં તિરુવનંતપુરમ કોર્પોરેશનની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. આ ઐતિહાસિક જીત સાથે, કેરળની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી આર શ્રીલેખા ભગવા પાર્ટીની લહેરનો મુખ્ય ચહેરો બનીને ઉભરી આવ્યા છે. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે શું કેરળની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી અહીંથી ભાજપની પ્રથમ મેયર બનશે.
આ સંભાવના સંબંધિત પ્રશ્નોના જવાબમાં શ્રીલેખાએ કહ્યું કે નિર્ણય પાર્ટીના નેતૃત્વ પર નિર્ભર છે. પરિણામો પછી તેમણે પત્રકારોને કહ્યું, "હું જાણું છું કે સસ્તમંગલમ વોર્ડમાં કોઈ પણ ઉમેદવારને આટલું મોટું માર્જિન મળ્યું નથી. હું લોકોના જબરદસ્ત સમર્થન માટે તેમનો આભાર માનું છું. ”
આર શ્રીલેખા કોણ છે?
સસ્તમંગલમ ડિવિઝનમાંથી નિર્ણાયક વિજય મેળવનાર આર શ્રીલેખા તિરુવનંતપુરમના વતની છે. શ્રીલેખાએ 16 વર્ષની ઉંમરે પોતાના પિતાને ગુમાવ્યા હતા. શ્રીલેખા કોટન હિલ સ્કૂલમાં ગાયન, નાટક, એનસીસી અને એનએસએસમાં પ્રતિભાશાળી વિદ્યાર્થી હતી. તેણે તિરુવનંતપુરમ મહિલા કોલેજમાંથી અંગ્રેજીમાં સ્નાતક થયા અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેણે ઇગ્નુમાંથી એમબીએ કર્યું. તેણે પહેલા વિદ્યાધિરાજ કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. આ પછી, તેણે રિઝર્વ બેંકમાં કામ કરતી વખતે સિવિલ સર્વિસમાં પ્રવેશ કર્યો.
શ્રીલંખા 1988માં સરકારી અધિકારી
શ્રીલેખા 1988માં કોટ્ટાયમમાં એએસપી બન્યા હતા અને 1991માં થ્રિસુરના પ્રથમ મહિલા એસપી બની હતી. વિજિલન્સ વિભાગમાં હતા ત્યારે તેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદકથી નવાજવામાં આવ્યા હતા. તે રબર માર્કેટિંગ ફેડરેશન અને રોડ એન્ડ બ્રિજ કોર્પોરેશનના એમડી પણ બન્યા હતા. તેમણે ચાર વર્ષ સુધી સીબીઆઈમાં પણ સારું કામ કર્યું હતું. વિજિલન્સ વિભાગના એડિશનલ ડીજીપી તરીકે ફરજ બજાવતી વખતે શ્રીલેખાએ કન્ઝ્યુમર ફેડમાં કરોડોના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો.
2014માં ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે સેવા આપતી વખતે તેમણે માર્ગ અકસ્માતોના દરમાં રેકોર્ડ ઘટાડો કર્યો હતો. શ્રીલેખા પોલીસના મહિલા સુરક્ષા પ્રોજેક્ટના નોડલ અધિકારી હતા. જ્યારે સરકારે નિર્ભયા પ્રોજેક્ટને મહત્વ આપ્યું નહીં ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો હતો. શ્રીલેખાએ નિખાલસતાથી કહ્યું હતું કે, જો નિર્ભયા પ્રોજેક્ટનો યોગ્ય અમલ થયો હોત તો કેરળમાં 'જીશા ઘટના' જેવી ઘટના ન બની હોત. લગભગ 33 વર્ષ સેવા આપ્યા પછી, તેઓ 2020 માં નિવૃત્ત થયા અને રાજકારણમાં આવ્યા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us