કોણ છે રામ માધવ? ચૂંટણીની જાહેરાત પછી જેમને ભાજપે બનાવ્યા J&Kના પ્રભારી, કાશ્મીરમાં મોટી ભૂમિકા ભજવી છે

Who is Ram Madhav : રામ માધવને ભાજપે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી (Jammu-Kashmir Assembly Election) ના પ્રભારી બનાવ્યા છે, તો જોઈએ કોણ છે રામ માધવ, તમને જણાવી દઈએ કે, કાશ્મીરમાં કલમ 370 હટાવવાથી લઈ પીડીપી સાથે ગઠબંધન સહિતની અનેક મહત્તવની ભૂમિકા ભજવી છે.

Who is Ram Madhav : રામ માધવને ભાજપે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી (Jammu-Kashmir Assembly Election) ના પ્રભારી બનાવ્યા છે, તો જોઈએ કોણ છે રામ માધવ, તમને જણાવી દઈએ કે, કાશ્મીરમાં કલમ 370 હટાવવાથી લઈ પીડીપી સાથે ગઠબંધન સહિતની અનેક મહત્તવની ભૂમિકા ભજવી છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Jammu Kashmir Election 2024 Who is Ram Madhav

જમ્મુ કાશ્મીર ચૂંટણી, રામ માધવ કોણ છે

Jammu-Kashmir Vidhan Sabha Election | જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય પક્ષોની ગતિવિધિઓ પણ વધી ગઈ છે. આ દરમિયાન, ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના પૂર્વ મહાસચિવ રામ માધવને આગામી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. રામ માધવે જમ્મુ-કાશ્મીરમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. પછી તે પીડીપી અને બીજેપી વચ્ચેનું ગઠબંધન હોય કે પછી કલમ 370 હટાવવાની આખી સ્ક્રિપ્ટ હોય. સાથે જ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને પણ ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.

Advertisment

રામ માધવની વાત કરીએ તો, માધવનો જન્મ 22 ઓગસ્ટ 1964 ના રોજ આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં થયો હતો. તે એન્જિનિયરિંગના વિદ્યાર્થી રહ્યા છે. તેમણે આંધ્ર પ્રદેશમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ડીગ્રી મેળવેલી છે. આ પછી માધવે કર્ણાટકની મૈસુર યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ મેળવી છે. રામ માધવ તે સમયે સંઘમાં જોડાયા હતા. તેઓ સંઘ દ્વારા આગળ વધી શાંતિથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

રામ માધવે ઘણા પુસ્તકો લખ્યા

રામ માધવ એક નેતા, લેખક અને વિચારક પણ છે. આટલું જ નહીં તેઓ થિંક ટેન્ક ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ પણ છે. માધવ ઈન્ડિયન ઓશન કોન્ફરન્સ, આસિયાન-ઈન્ડિયા યુથ સમિટ જેવી વૈશ્વિક ઈવેન્ટ્સના ક્યુરેટર રહ્યા છે. તાજેતરમાં, ડૉ. માધવે G-20 ના ભાગ રૂપે ધર્મ-20 ફોરમમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પહેલા માધવે 2014-20 સુધી ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે કામ કર્યું હતું. એટલું જ નહીં, તેમણે જમ્મુ અને કાશ્મીર, આસામ અને ભારતના અન્ય ઉત્તર-પૂર્વ રાજ્યોની રાજકીય બાબતો પણ સંભાળી. રામ માધવ માત્ર એક નેતા નથી પણ તેઓ લેખક પણ છે. તેમણે અંગ્રેજી અને તેલુગુમાં પણ ઘણા પુસ્તકો લખ્યા છે.

રામ માધવે વિદેશની ઘણી યાત્રાઓ પણ કરી છે. માધવે રશિયામાં વાલ્ડાઈ ડિસ્કશન ક્લબ, ઈન્ડોનેશિયામાં આર20 ફોરમ, સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ, કેનેડામાં હેલિફેક્સ સિક્યુરિટી ફોરમ, રશિયામાં સોચી યુરેશિયન ઈન્ટિગ્રેશન ફોરમ, ચીનમાં બ્રિક્સ પોલિટિકલ ફોરમ અને થાઈલેન્ડમાં વર્લ્ડ પીસ કોન્ફરન્સ જેવા મંચોને સંબોધિત કર્યા છે.

Advertisment

જમ્મુ-કાશ્મીરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

રામ માધવે જમ્મુ-કાશ્મીરમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આમાં ભારતીય જનતા પાર્ટી અને પીડીપીના ગઠબંધનની વાત હોય કે, પછી કલમ 370ને લઈને લખાયેલી આખી સ્ક્રિપ્ટ હોય. કલમ 370, AFSPA, પાકિસ્તાનથી આવતા શરણાર્થીઓના ભાવિ જેવા મુદ્દાઓ પર બંને રાજકીય પક્ષો વચ્ચે સંપૂર્ણપણે વિપરીત વિચારો હતા. તેમ છતાં, જુલાઈ 2014 ના મહિનામાં, પીએમ મોદી અને અમિત શાહે માધવને પક્ષના મુખ્ય વાટાઘાટકાર બનાવ્યા અને તેમને જમ્મુ-કાશ્મીર મોકલ્યા. તેમના રિપોર્ટના આધારે મુફ્તી મોહમ્મદ સઈદની સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી.

વિધાનસભા ચૂંટણી ગુજરાતી ન્યૂઝ જમ્મુ અને કાશ્મીર દેશ ભાજપ