India Sri Lanka Border: ભારતના નકશામાં શ્રીલંકા બતાવવું શા માટે મહત્વનું છે? દરિયાઈ કાયદો શું કહે છે?

Sri Lanka In India Map Border: ભારતના નકશામાં શ્રીલંકા દેખાડવામાં આવે છે ત્યારે આ સવાલ થવો સ્વાભાવિક છે. ભારતની દરિયાઈ સરહદ ગુજરાત, ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓમાંથી પસાર થાય છે.

Written by Ajay Saroya
June 01, 2025 09:38 IST
India Sri Lanka Border: ભારતના નકશામાં શ્રીલંકા બતાવવું શા માટે મહત્વનું છે? દરિયાઈ કાયદો શું કહે છે?
India Srilanka Border: ભારત શ્રીલંકા સાથે દરિયાઈ સરહદથી જોડાયેલું છે. (Photo: Jansatta)

Sri Lanka In India Map Border: ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. ભારત તેની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતું છે. ભારત પોતાની સરહદ 7 દેશો સાથે વહેંચે છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમારનો સમાવેશ થાય છે. જો કે, જ્યારે આપણે ભારતનો નકશો જોઈએ છીએ, ત્યારે આપણને શ્રીલંકા ચોક્કસપણે દેખાય છે. હવે મોટો સવાલ એ છે કે જો ભારત શ્રીલંકા સાથે જમીન સરહદ સાથે જોડાયેલું નથી તો ભારતના નકશામાં શ્રીલંકા કેમ દેખાય છે?

Indian Ocean Length : ભારતની દરિયાઇ સીમાની લંબાઈ

જો ભારતની દરિયા સીમાની વાત કરીએ તો તેની કુલ લંબાઈ 7516.6 કિમી છે. ભારતની દરિયાઈ સરહદ ગુજરાત, ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓમાંથી પસાર થાય છે. પરંતુ શ્રીલંકાનો આમાં પણ સમાવેશ થતો નથી. શ્રીલંકા એક અલગ દેશ છે પરંતુ આપણે તેને ભારતના નકશા પર જોઈએ છીએ. શ્રીલંકા ચારે બાજુથી દરિયાથી ઘેરાયેલો એક ટાપુ દેશ છે.

Ocean Law : રિયાઈ કાયદો શું છે?

વાસ્તવમાં ભારતના નક્શામાં શ્રીલંકાને બતાવવામાં આવે છે તેનું મુખ્ય કારણ દરિયાઈ કાયદો છે. તેને સમુદ્રી કાયદો પણ કહેવામાં આવે છે. દુનિયામાં એવા ઘણા દેશો છે જે દરિયાઈ સરહદ વહેંચે છે. 1956માં, યુનાઇટેડ નેશન્સે સમુદ્રના કાયદાનું સંમેલન યોજ્યું હતું.

આ કોન્ફરન્સમાં વિવિધ દેશોની દરિયાઈ સીમા અને તેને લગતા કરાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ કાયદો બનાવવામાં આવ્યો હતો. આ બેઠકમાં અલગ અલગ દરિયાઈ સરહદોને લઈને કાયદા બનાવવામાં આવ્યા હતા અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી હતી. જેમાં ‘લો ઓફ ધ સી’નો સમાવેશ થતો હતો. આ કાયદા હેઠળ કોઈ પણ દેશના નક્શામાં કોઈ પણ દેશની બેઝલાઈનથી 370.4 કિલોમીટરની સરહદ બતાવવી ફરજિયાત હતી.

Why Sri Lanka Show In India Map : ભારતના નકશા પર શ્રીલંકા શા માટે?

હવે આપણે શ્રીલંકા પર આવીએ છીએ. હકીકતમાં શ્રીલંકા થી ભારત વચ્ચેનું અંતર 33.3 કિલોમીટર છે. ભારતના ધનુષકોડી વિસ્તાર અને શ્રીલંકાના થલાઇમન્નાર વચ્ચેનું અંતર 30 કિ.મી. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ તેના નશા હેઠળ 370 કિમી સુધીનો વિસ્તાર ભારતને બતાવવો પડશે. આવી સ્થિતિમાં શ્રીલંકાને ભારતના નકશામાં બતાવવો જરૂરી છે.

Land Border Law : જમીન સરહદ વિશે શું કાયદો છે?

બીજી તરફ જો ભારતની જમીન સરહદની વાત કરીએ તો તે લગભગ 15200 કિમી લાંબી છે. ભારતની જમીન સરહદ 17 પ્રદેશોના 82 જિલ્લાઓમાંથી પસાર થાય છે. એટલે કે ભારતના 82 જિલ્લા ચીન, પાકિસ્તાન, ભૂતાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ અને નેપાળ સાથે સરહદ સાથે જોડાયેલા છે. ભારત બાંગ્લાદેશ સાથે સૌથી મોટી સરહદ ધરાવે છે. ભારત બાંગ્લાદેશ સાથે 4096.7 કિમી સરહદ વહેંચે છે.

India Border Countries : ભારત ક્યા દેશો સાથે સરહદથી જોડાયેલું છે?

આ સાથે જ ચીન સાથે સીમા વિવાદના સમાચાર પણ તમને અવાર નવાર સાંભળવા મળશે. ભારત ચીન સાથે 3,488 કિલોમીટરની સરહદ ધરાવે છે. આ સાથે જ પાકિસ્તાન સાથેની ભારતની સરહદની લંબાઈ 3323 કિ.મી. ભારત નેપાળનો પાડોશી દેશ પણ છે અને નેપાળ સાથે 1751 કિમીની સરહદ ધરાવે છે. આ સાથે જ ભારત મ્યાનમાર સાથે 1643 કિમી લાંબી સરહદ ધરાવે છે. ભારત ભૂતાન સાથે 699 કિલોમીટરની સરહદ ધરાવે છે. સાથે જ અફઘાનિસ્તાનની પણ ભારત સાથે સરહદ જોડાયેલી છે. અફઘાનિસ્તાન ભારત વચ્ચેની સરહદ 106 કિમી લાંબી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ