Winter Solstice 2024, December 21 : ભારતમાં શિયાળાની મોસમ ચાલી રહી છે. ઠંડીની સિઝનમાં દિવસો નાના થઈ જાય છે અને રાત મોટી થાય છે. આ દરમિયાન 21 ડિસેમ્બરેને શનિવારે સૌથી મોટી રાત અને વર્ષનો સૌથી ટૂંકો દિવસ જોવા મળશે. ભૂગોળની ભાષામાં તેને વિન્ટર સોલ્સટિસ કહે છે. સામાન્ય રીતે આ દિવસ 21 કે 22 ડિસેમ્બરે પડે છે. આ વખતે તે 21 ડિસેમ્બરે પડી રહ્યો છે. 21 ડિસેમ્બરે 23 કલાક 15 મિનિટ અને 26 સેકન્ડની રાત રહેશે. તો ચાલો જાણીએ 21મી ડિસેમ્બર વર્ષની સૌથી લાંબી રાત કેમ રહેશે.
પૃથ્વી પર કેવી રીતે થાય છે હવામાનમાં ફેરફાર
આપણી પૃથ્વી તેની ધરી 23.5 અંશ પર ઝુકેલી છે. આ ઝુકાવ અને સૂર્યની ચારેય તરફ પરિભ્રમણને કારણે પૃથ્વી પર હવામાન બદલાય છે અને દરેક જગ્યાએ દિવસની લંબાઈ પણ બદલાય છે. સૂર્યની ફરતે પરિભ્રમણને કારણે જ્યારે પૃથ્વીનો ઉત્તરીય ગોળાર્ધ છ મહિના સુધી સૂર્ય તરફ ઝુકેલો હોય છે ત્યારે સૂર્યના કિરણો તેના પર સીધા પડે છે અને તે સમયે ઉત્તર ગોળાર્ધમાં સ્થિત દેશોમાં ગરમીની મોસમ હોય છે અને દિવસો લાંબા હોય છે. જ્યારે તે સમયે દક્ષિણ ગોળાર્ધ પર સૂર્યના કિરણો પર ત્રાંસી રીતે પડે છે, જેના કારણે ત્યાં ઠંડુ વાતાવરણ છે અને દિવસો નાના હોય છે.
વિન્ટર સોલ્સટિસ શું છે
દર વર્ષે 21 અથવા 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો સીધા દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત મકર રેખા પર સીધા પડે છે. જેના કારણે ઉત્તર ગોળાર્ધ સૂર્યથી સૌથી દૂર છે અને તેના કારણે આ સમયે ઉત્તર ગોળાર્ધમાં ઠંડીની મોસમ હોય છે અને તે વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને લાંબી રાત હોય છે. તેને વિન્ટર સોલ્સટિસ કહેવામાં આવે છે.
આ પણ વાંચો – શું 500 રૂપિયાથી વધુની ચલણી નોટો ફરી આવશે? જાણો શું છે મોદી સરકારનો પ્લાન, આ રહી સંપૂર્ણ વિગત
21 કે 22 જૂનના રોજ સૂર્યના કિરણો ઉત્તરીય ગોળાર્ધમાં સ્થિત કર્ક રેખા પર લંબરૂપ હોય છે. આ કારણે તે સમયે ઉત્તરીય ગોળાર્ધમાં ગરમીની ઋતુ હોય છે અને તે દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. તેને સમર સોલ્સટિસ કહેવાય છે.
સોલ્સટિસનો શું છે અર્થ
સોલ્સટિસ એ લેટિન શબ્દ છે, જેનો પ્રથમ ભાગ સોલનો અર્થ છે સૂર્ય, જ્યારે બીજા ભાગ સેસ્ટેયરનો અર્થ થાય છે સ્થિર ઉભું રહેવું. આ બે શબ્દોને જોડીને સોલ્સટિસ શબ્દ બન્યો છે. આનો અર્થ એ થયો કે સૂર્ય હાલ સ્થિર છે કારણ કે સોલ્સટિસના સમયે સૂર્ય ઉત્તર અથવા દક્ષિણ તરફ તેની દિશા બદલતા પહેલા થોડી ક્ષણો માટે સ્થિર રહે છે. કેટલાક દેશોમાં તેને તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે.





