બહરાઈચમાં દહેશત! વરુ માનવભક્ષી બન્યા, પાંચ બાળકોને બનાવ્યા શિકાર, વન વિભાગ કરશે હાથીના મળનો પ્રયોગ

Wolf attack Uttar Pradesh : વરૂના હુમલા થી ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના મહાસી ના લોકો દહેશતના માહોલમાં જીવવા મજબૂર થયા છે, અત્યાર સુધીમાં પાંચ બાળકોના મોત થયા છે. વન વિભાગ એલર્ટ થયું છે, અને વરૂને પકડવા તજવીજ હાથ ધરી છે.

Written by Kiran Mehta
August 26, 2024 23:26 IST
બહરાઈચમાં દહેશત! વરુ માનવભક્ષી બન્યા, પાંચ બાળકોને બનાવ્યા શિકાર, વન વિભાગ કરશે હાથીના મળનો પ્રયોગ
યુપી ના બહરાઈચ જિલ્લામાં વરૂના હુમલાથી લોકો ભયમાં

ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના ગામડાના લોકો વરુના હુમલાથી ખૂબ જ પરેશાન છે. વરુઓએ અત્યાર સુધીમાં મહસી તાલુકાના ગામડાઓમાં પાંચ બાળકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ મામલે તપાસ બાદ વનવિભાગ સક્રિય બન્યું છે અને વરુઓને ભગાડવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન હાથીના મળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે વન વિભાગના નિષ્ણાતો કટારનિયાઘાટ જંગલના હાથીઓના મળ અને મૂળની ગંધનો ઉપયોગ કરી રહ્યા છે.

વરુઓને કેવી રીતે ભગાડવામાં આવશે?

બારાબંકીના IFS અધિકારી આકાશદીપ બધવને જણાવ્યું હતું કે ‘હાઇ ફ્રિકવન્સી ડ્રોન કેમેરા દ્વારા છ વરુઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ વરુ પકડાઈ ચૂક્યા છે અને બાકીના ત્રણ વરુઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. આ સમગ્ર ઓપરેશનની જવાબદારી આકાશદીપ બધવાનને સોંપવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, IFS અધિકારીએ કહ્યું, “અમારો પહેલો ઉદ્દેશ્ય ગામના લોકોને આ વરુઓથી બચાવવાનો છે. આ માટે, અમે સૌપ્રથમ તેમને રહેણાંક વસાહતોથી દૂર લઈ જવાની વ્યૂહરચના બનાવી છે અને કટાર્નિયાઘાટ જંગલમાંથી હાથીના મળમૂત્ર અને મળ મેળવીને ગામડાઓની બહાર વિવિધ સ્થળોએ છોડવામાં આવી રહ્યા છે. “આનાથી વરુઓને હાથીની હાજરીનો ભ્રમ થશે અને તેઓ ભાગી જશે.”

શા માટે હાથીના મળનો ઉપયોગ કરવામાં આવે છે?

ઝૂંડ બનાવી શિકાર કરનારા વરુઓ હાથીઓથી ડરતા હોય છે. તેથી જ હાથીના મળમાં આગ લગાડવામાં આવે છે, જેથી તેની સુગંધથી વરુઓ વિચારે છે કે આ વિસ્તારમાં હાથીઓ છે અને તે વિસ્તારથી ભાગી જાય છે. ડીએફઓ અજીત પ્રતાપ સિંહે જણાવ્યું કે, માર્ચ મહિનાથી મહસી તહસીલના લગભગ બે ડઝન ગામોમાં વરુઓએ હુમલો કર્યો છે. છેલ્લા 40 દિવસમાં 30 જેટલા હુમલા થયા છે, જેમાં પાંચ બાળકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. વન વિભાગે ત્રણ વરુઓને પકડવામાં સફળતા મેળવી છે.

વન અધિકારીએ કહ્યું કે, વરુઓ હંમેશા ચોક્કસ પેટર્નનું પાલન કરે છે. તેઓ ઘરોમાં સૂતા બાળકો પર હુમલો કરે છે અને તેમને મારી નાખે છે, એને તેમને નિર્જન વિસ્તારોમાં લઈ જાય છે અને તેમના શરીરના ભાગો ખાય છે. જ્યારથી વન વિભાગ સક્રિય થયું છે ત્યારથી વરુઓએ તેમના હુમલાના સમયમાં ફેરફાર કર્યો છે. આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય સુરેશ્વર સિંહ પણ નાઇટ પેટ્રોલિંગમાં જોડાયા છે અને ગ્રામજનોને તેમના બાળકોને ઘરની અંદર રાખવાની સલાહ આપી રહ્યા છે. ધારાસભ્યએ કહ્યું, “હું પોતે પેટ્રોલિંગ કરું છું અને લોકોનું મનોબળ વધારવા માટે ગામમાં સભાઓ કરું છું.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ