/indian-express-gujarati/media/media_files/2026/01/13/world-first-ai-minister-omar-sultan-al-olama-2026-01-13-10-45-59.jpg)
World First Ai Minister Omar Sultan Al Olama : વિશ્વના સૌથી યુવા AI મંત્રી ઓમર સુલતાન અલ ઓલ્મા એ વધુ પડતા સ્પેશિયલાઇઝ્ડ જોખમો વિશે ચેતવણી આપી હતી. Photograph: (Nikhil Kamath/YouTube)
Who Is Best Generation In Artificial Intelligence Era : ઓમર સુલતાન અલ ઓલમા યુએઈના સૌથી યુવા અને વિશ્વના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) મંત્રી છે. તાજેતરમાં, તેમણે નોકરીઓ પર એઆઈની અસર પર તેમના મંતવ્યો શેર કર્યા હતા. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નોકરીઓ, માનવ વિચારસરણી અને ક્ષમતાઓની પેઢીઓને કેવી રીતે ફરીથી આકાર આપી રહી છે તે વિશે વાત કરી. તેમણે દુબઈમાં યોજાયેલા ઈન્ડિયા ગ્લોબલ ફોરમમાં Zerodhaના સહ સ્થાપક નિખિલ કામથ સાથેની વાતચીતમાં પોતાના વિચારો શેર કર્યા હતા.
જૂની અને વર્તમાન પેઢીની વિચારસરણી પર તેમના વિચારો શેર કરતા, અલ ઓલામાએ 40 થી 60 વર્ષની વયને 'શ્રેષ્ઠ પેઢી' તરીકે વર્ણવી હતી. તેમણે કહ્યું કે આ પેઢીએ ઇન્ટરનેટ અને આધુનિક એઆઈ ટૂલ્સના આગમન પહેલાં અને પછી બંને સમય જોયો છે. આનાથી તેમનામાં વિચારનું અનોખું સંતુલન વિકસ્યું છે.
ઈન્ટરનેટ પર સોમનાથ મંદિર, ગૂગલ સર્ચમાં 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પીએમ મોદીના પ્રવાસથી લોકો નિરાશ
તેમણે કહ્યું હતું કે, "અગાઉ, લોકો પાસે વિવિધ પ્રકારની બુદ્ધિમત્તા હતી, જેની સાથે તેઓ તેમનું રોજિંદું જીવન જીવતા હતા, હવે આપણે તે ક્યાંક ગુમાવી દીધા છે." પરંતુ સાથે સાથે, તેમણે ઉમેર્યું, "કદાચ આપણે વધુ સારા છીએ કારણ કે ટેક્નોલોજી આપણા જીવનમાં પાછળથી આવી છે." ”
તેમણે કહ્યું હતું કે, યુવા પેઢી પાસે અગાઉની પેઢીઓ જે વ્યવહારિક જ્ઞાન ધરાવતી હોય છે એટલું મહત્ત્વપૂર્ણ હોતું નથી. અલ ઓલામાએ જણાવ્યું હતું કે, "અમે એવી ઘણી બાબતો જાણતા નથી કે જેને અમારી એક પેઢી પહેલાના લોકો જાણતા હતા.”
એઆઈ મંત્રી ઓલમાના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેટ શરૂ થવાના પહેલાના સમયમાં લોકોને તેમના ક્ષેત્ર સાથે સંકળાયેલી પ્રકૃતિ અને ટેકનોલોજીની ઊંડી સમજ હતી. "જે લોકો ઔપચારિક રીતે શિક્ષિત ન હતા તેઓ પણ અબજો ડોલરની કંપનીઓ બનાવી શકતા હતા. તેમણે કહ્યું કે અગાઉ વ્યાપક અને પ્રાયોગિક બુદ્ધિમત્તા સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવતી હતી.
આજના કર્મચારીઓ પર એઆઈની અસર વિશે બોલતા, અલ ઓલામાએ વધુ પડતી વિશેષતાના જોખમો વિશે ચેતવણી આપી હતી. "આજે આપણે જે હાયપર ફોકસ્ડ અને સ્પેશિયલાઇઝ્ડ દુનિયામાં જીવીએ છીએ તે ટેકનોલોજીના કારણે છે અને કમનસીબે એઆઈ આ રેસમાં આપણાથી આગળ નીકળી જશે. જો આપણે ખૂબ જ વિશેષજ્ઞ બનવા માંગતા હોઈએ તો એઆઈ આપણા કરતા વધુ સારું કરી શકે છે.”
યુવા પેઢીને સંબોધતા તેમણે સલાહ આપી, "ઇન્ટેલિજન્સ ના કોઇ એક ક્ષેત્ર સુધી મર્યાદિત રહેવાને બદલે, વ્યાપક બુદ્ધિમત્તા તરફ આગળ વધો. શેક્સપિયરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, "એવો કોઈ માસ્ટર નથી જે દરેક બાબતમાં શ્રેષ્ઠ હોય. પરંતુ તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, એક રેખા જે ઘણીવાર અવગણવામાં આવે છે, તે છે "પરંતુ કેટલીકવાર તે (Jack of all trades) કોઈ એકના માસ્ટરથી વધુ સારું હોય છે.”


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us