World Aids Day 2025: વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. HIV વાયરસ એક જીવલેણ રોગ છે. એકવાર તે શરીરમાં ઘર કરી જાય છે, તેમાંથી છુટકારો મેળવવો અશક્ય છે અને ઘણી બીમારીઓનું કારણ બને છે. વિશ્વ વર્ષોથી તેની સામે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ રોગને કારણે દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. જ્યારે કોઈને આ રોગ થાય છે, ત્યારે લોકો તેના વિશે ખુલીને વાત કરી શકતા નથી. જેના કારણે લોકો તેની સારવાર પણ કરાવી શકતા નથી. આ અંગે જાગરુકતા આવે તે માટે 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વિશ્વ એઇડ્સ દિવસ ઇતિહાસ
વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બર 1988 ના રોજ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. આ દિવસનો હેતુ એચઆઈવી અને એઈડ્સના વધતા જતા કેસોને લઈને લોકોને જાગૃત કરવાનો છે. તેના દ્વારા આ રોગના નિવારણ અને બચાવ માટે જાગૃતિ ફેલાવવી જરૂરી છે. આ હેતુથી વિશ્વ એઇડ્સ દિવસની શરૂઆત કરવામાં આવી હતી.
આ દિવસે વિવિધ NGO અને સમુદાયો એઇડ્સ વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ ઝુંબેશ ચલાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ 2022 સુધીમાં વિશ્વભરમાં આશરે 36 મિલિયન લોકો એચઆઈવીથી સંક્રમિત હતા.
વિશ્વ એઇડ્સ દિવસ 2025 થીમ
દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે એક થીમ નક્કી કરાય છે. આ વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની થીમ (Overcoming disruption, transforming the AIDS response) છે. તેનો અર્થ છે કે રુકાવટો પર કાબુ મેળવવો, એઇડ્સના જવાબમાં પરિવર્તન લાવવું.
આ પણ વાંચો – બિહારમાં હાર બાદ મહાગઠબંધનમાં તિરાડ પડી, આરજેડી-કોંગ્રેસ એકબીજા પર લગાવી રહ્યા છે આરોપ
વિશ્વ એઇડ્સ દિવસ મહત્વ
વિશ્વ એઇડ્સ દિવસનો મુખ્ય ઉદ્દેશ એઇડ્સ રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વ્યાવસાયિકો, જેમ કે ડોકટરો અને નર્સો સક્રિયપણે ભાગ લે છે. આ દિવસ એઇડ્સથી પ્રભાવિત વ્યક્તિઓના મનોબળને વધારવાની સાથે-સાથે લોકોને નિવારણના પગલાં, પરીક્ષણની માહિતી અને આ રોગ સાથે સંકળાયેલા મિથકોની વાસ્તવિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક પૂરી પાડે છે. આ પ્રસંગે ડોકટરો જાગૃતિ અભિયાન ચલાવે છે અને લોકોને આ વિષય પર ખુલ્લેઆમ ચર્ચા કરવા પ્રેરિત કરે છે.





