World Bicycle Day 2024 : કેમ મનાવવામાં આવે છે વિશ્વ સાયકલ દિવસ, જાણો મહત્વ અને ઇતિહાસ

World Bicycle Day 2024 : દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત સાયકલ ચલાવે છે, તો તે માત્ર ફીટ જ નહીં પરંતુ શરીરને સ્વસ્થ પણ રાખી શકે છે

Written by Ashish Goyal
June 02, 2024 21:05 IST
World Bicycle Day 2024 : કેમ મનાવવામાં આવે છે વિશ્વ સાયકલ દિવસ, જાણો મહત્વ અને ઇતિહાસ
World Bicycle Day 2024 : દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે (તસવીર - સોશિયલ મીડિયા)

World Bicycle Day 2024 : દર વર્ષે 3 જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તેને મનાવવાનો મુખ્ય હેતુ લોકોને સાયકલ ચલાવવાના ફાયદાઓ વિશે જણાવવાનો છે. જો કોઈ વ્યક્તિ નિયમિત સાયકલ ચલાવે છે, તો તે માત્ર ફીટ જ નહીં પરંતુ શરીરને સ્વસ્થ પણ રાખી શકે છે. આવી સ્થિતિમાં આ દિવસની શરૂઆત ક્યારે થઈ તે વિશે જાણવું મહત્વપૂર્ણ છે. અમે તમને જણાવીશું કે વિશ્વ સાયકલ દિવસની શરૂઆત ક્યારે થઈ અને તેનું શું મહત્વ છે.

વિશ્વ સાયકલ દિવસ ઈતિહાસ

યુએન દ્વારા દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ મનાવવા આવે છે. 2018માં આ દિવસ પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની શરૂઆત ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. 3 જૂન 2018ના રોજ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુએનના અધિકારીઓ તેમજ એથ્લીટ્સ સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો.

સાયકલ દિવસ મનાવવાનો પ્રસ્તાવ અમેરિકાના મોંટગોમરી કોલેજના પ્રોફેસર લેસ્જેક સિબિલ્સકીએ આપ્યો હતો. આ પછી સિબિલ્સકી અને તેમના સાથીઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. જે પછી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી.

આ પણ વાંચો – દર વર્ષે કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ મિલ્ક ડે, જાણો ઇતિહાસ અને મહત્વ

આવી સ્થિતિમાં આ લોકોને માત્ર સાયકલિંગના મહત્વ વિશે જ જણાવવામાં આવ્યું ન હતું, પરંતુ સાયકલિંગની આરોગ્ય પર થતી સકારાત્મક અસરો વિશે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. ત્યારથી 3 જૂને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ સાયકલ દિવસ મહત્વ

આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સંયુક્ત રાષ્ટ્રના આધારે વિશ્વના વિવિધ દેશોને પ્રોત્સાહિત કરવાનો છે કે તેઓ વિકાસની વ્યૂહરચના બનાવે કે આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો કરે અને તેમાં સાયકલોનો સમાવેશ કરે. આ ઉપરાંત પદયાત્રીઓ સાથે કામગીરીની સલામતીને પણ પ્રોત્સાહન આપવાનું છે. આ દિવસ આપણને સાયકલના વ્યાપને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરે છે. તે તમને સાયકલને તમારા જીવનનો એક ભાગ બનાવવા માટે પણ પ્રેરણા આપે છે.

સાયકલ સૌથી સસ્તુ વાહન છે. તેના ઘણા ફાયદા છે. તેમાં પેટ્રોલની જરૂર રહેતી નથી. જેથી આર્થિક અને પર્યાવરણની દ્રષ્ટીએ સુરક્ષિત છે. સાયકલ ચલાવવાથી શરીરને પણ ઘણા ફાયદા થાય છે. ઇમ્યુનિટી વધે છે, બોડી ફિટ રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ