World Braille Day 2025 : દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી કેમ કરાય છે, જાણો શું છે બ્રેઈલ લિપિ

World Braille Day 2025 : વિશ્વ બ્રેઇલ દિવસ દર વર્ષે 4 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જાણો શું છે તેનો ઇતિહાસ અને કેમ શોધાઇ હતી બ્રેઇલ લિપિ

Written by Ashish Goyal
January 03, 2025 23:22 IST
World Braille Day 2025 : દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણી કેમ કરાય છે, જાણો શું છે બ્રેઈલ લિપિ
World Braille Day 2025 : વિશ્વ બ્રેઇલ દિવસ દર વર્ષે 4 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે (Pics : Freepik )

World Braille Day 2025 : વિશ્વ બ્રેઇલ દિવસ દર વર્ષે 4 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ફ્રેન્ચ શિક્ષક લુઈ બ્રેઈલની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેમણે બ્રેઈલ લિપીની શોધ કરી હતી. આ દિવસ દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. બ્રેઇલ લિપિ એ બ્લાઇડ લોકોની ભાષા છે, જેનો ઉપયોગ તેઓ વાંચવા અને લખવા માટે કરે છે.

સમાજમાં જન્મજાત અથવા અન્ય કોઈ કારણસર આંખની રોશની ગુમાવનાર લોકોને સમાન દરજ્જો આપવા અને શારીરિક ઉણપને કારણે તેઓ શિક્ષણ અને કારકિર્દીથી વંચિત ન રહી જાય તે માટે લુઈસ બ્રેઇલે બ્રેઈલ લિપિની શોધ કરી અને તેને શક્ય બનાવ્યું હતું. દૃષ્ટિહીન લોકોને આત્મનિર્ભર બનવામાં મદદ કરી હતી.

લુઈસ બ્રેઈલ કોણ હતા?

લુઈસ બ્રેઈલનો જન્મ 4 જાન્યુઆરી 1809ના રોજ ફ્રાન્સના કુપ્રે નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સાઇમેન રેલે બ્રેઈલ હતું, જેઓ વ્યવસાયે શાહી ઘોડાઓ જીન બનાવવાનું કામ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ તંગ હતી, જેના કારણે લુઈસે માત્ર ત્રણ વર્ષની ઉંમરે પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું. જોકે અકસ્માતમાં તેની એક આંખમાં છરી ઘુસી ગઈ હતી અને આંખને નુકસાન થયું હતું. બાદમાં બીજી આંખમાં પણ દ્રષ્ટિ ગુમાવવાનું શરૂ કર્યું. અછતને કારણે તેને યોગ્ય સારવાર પણ મળી શકી ન હતી. લુઈસ બ્રેઈલ 8 વર્ષની ઉંમરે દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી બેસે છે.

આ પણ વાંચો – ઇન્ટરનેશનલ માઇન્ડ-બોડી વેલનેસ ડે કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

વિશ્વ બ્રેઇલ દિવસનો ઇતિહાસ

યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં લગભગ 39 મિલિયન લોકો જોઈ શકતા નથી. જ્યારે લગભગ 253 મિલિયન લોકોને કોઈક પ્રકારની દ્રષ્ટિ વિકાર છે. આટલી મોટી સંખ્યામાં દૃષ્ટિહીન લોકોના કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 6 નવેમ્બર 2018ના રોજ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો કે દર વર્ષે લુઇસ બ્રેઈલના જન્મ દિવસે 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેઈલના જન્મદિવસે ઉજવવામાં આવશે.

બ્રેઈલ લિપિની શોધ કેવી રીતે થઈ?

લુઈસ બ્રેલે હાર ન માની અને અંધજનો માટેની શાળામાં પ્રવેશ લીધો. આ દરમિયાન તેમને આર્મીની એક એવી ફૂટલિપી વિશે ખબર પડી જે અંધારામાં પણ મેસેજ વાંચવામાં મદદ કરતા હતા. લુઈસે નેત્રહીન લોકો માટે આવી લિપિનો વિચાર કર્યો અને બ્રેઈલ લિપિની શોધ કરી હતી.

બ્રેઇલ લિપિ શું છે?

જેઓ જોઈ શકતા નથી તેમના માટે બ્રેઈલ લિપિ વરદાન સમાન છે. બ્રેઈલ એ નેત્રહિન લોકો માટે વાંચવા અને લખવા માટેનો સ્પર્શનીય કોડ છે. આમાં એક ખાસ પ્રકારના ઉભાર કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પર ઉભરેલા બિંદુઓને સ્પર્શ કરીને વાંચી શકાય છે. ટાઈપરાઈટર જેવા જ મશીન ‘બ્રેઈલરાઈટર’ ના માધ્યમથી બ્રેઈલ લિપિ લખી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ