/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/World-Consumer-Rights-Day-.jpg)
World Consumer Rights Day 2024 : વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ દર વર્ષે 15 માર્ચે ઉજવવામાં આવે છે
World Consumer Rights Day 2024 : વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ દર વર્ષે 15 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ ગ્રાહકોના અધિકારોને સમજાવવા, તેનું રક્ષણ કરવા અને પ્રોત્સાહિત કરવા માટેનો ઉત્તમ અવસર છે. આ દિવસે ઘણા જાગૃતિ કાર્યક્રમો, સેમિનારો અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જે ગ્રાહકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરે છે. આ દિવસ ગ્રાહકોના અધિકારો અંગે જાગૃતિ લાવવાની અને તેમને સલામત, સમાન અને ટકાઉ બજારોમાં સશક્ત બનાવવાની તક પૂરી પાડે છે.
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ થીમ
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની દર વર્ષે અલગ થીમ હોય છે. આ વખતે થીમ 'ગ્રાહકો માટે નિષ્પક્ષ અને જવાબદાર AI' (Fair and responsible AI for consumers) છે. જનરેટિવ AI ની સફળતાઓએ ડિજિટલની દુનિયામાં ઉથલ-પુથલ મચાવી દીધી છે.
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઇતિહાસ
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની શરૂઆત અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડી દ્વારા કરવામાં આવી હતી. તેમણે 15 માર્ચ 1962ના રોજ અમેરિકી કોંગ્રેસની સામે ખાસ કરીને ગ્રાહક અધિકારોને સંબોધતા ભાષણ આપ્યું હતું. વિશ્વના કોઈ નેતાએ આવું પહેલીવાર કર્યું હતું. પ્રથમ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 1983માં ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી, ગ્રાહક અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો - ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ 2024, જાણો આ દિવસનો ઇતિહાસ, થીમ અને મહત્વ
યુનાઈટેડ નેશન્સે વૈશ્વિક સ્તરે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસને માન્યતા આપી અને સમર્થન આપ્યું છે. કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ એક બિન-લાભકારી સંસ્થા (એનજીઓ) છે જે 40 વર્ષથી ગ્રાહક ચળવળનું નેતૃત્વ કરી રહી છે.
વિશ્વ ગ્રાહક અધિકાર દિવસનું મહત્વ
આ દિવસ ગ્રાહકોને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે શિક્ષિત કરવા માટેનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ દિવસ સરકારો, ઉદ્યોગો અને ગ્રાહક સંગઠનોને એકસાથે લાવીને ગ્રાહકોના હિતોને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે. ગ્રાહકોને સંગ્રહખોરી, કાળાબજાર, બજારમાં ભેળસેળયુક્ત માલસામાનનું વિતરણ, નિયત કિંમત કરતાં વધુ ભાવ વસુલવો, છેતરપિંડી સામે લોકોને જાગૃત કરવામા આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us