World Day Against Child Labour 2024 : વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઈતિહાસ, થીમ, મહત્વ

World Day Against Child Labour 2024 : વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ દર વર્ષે 12 જૂને ઉજવવામાં આવે છે

Written by Ashish Goyal
June 11, 2024 23:24 IST
World Day Against Child Labour 2024 : વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઈતિહાસ, થીમ, મહત્વ
World Day Against Child Labour 2024 : વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ દર વર્ષે 12 જૂને ઉજવવામાં આવે છે (ફાઇલ ફોટો)

World Day Against Child Labour 2024 : વિશ્વ બાળ મજૂર નિષેધ દિવસ એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ દર વર્ષે 12 જૂને ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઇએલઓ)એ વૈશ્વિક સ્તરે બાળમજૂરીના પ્રમાણને ઓળખવા અને તેને નાબૂદ કરવા માટે જરૂરી પગલાં અને પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વર્ષ 2002માં બાળ મજૂરી સામે વિશ્વ દિવસનો પ્રારંભ કર્યો હતો.

દર વર્ષે 12મી જૂને સરકારો, કર્મચારીઓ અને કામદારોની સંસ્થાઓ, નાગરિક સમાજ તેમજ વિશ્વભરના લાખો લોકોને એક સાથે લાવે છે અને એ પ્રયાસ કરવામાં આવે છે કે બાળમજૂરો સમસ્યાથી મુક્તિ મેળવવા માટે શું કરી શકાય છે.

વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ ઇતિહાસ

1973માં ઇન્ટરનેશનલ લેબર યુનિયને તેની 138મી કોન્ફરન્સમાં લોકોનું ધ્યાન લઘુત્તમ વય પર કેન્દ્રિત કર્યું હતું. જેનો હેતુ સભ્ય દેશોને રોજગારની લઘુત્તમ વય વધારવા અને બાળ મજૂરીને દૂર કરવાનો હતો. 29 વર્ષ પછી 2002માં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) એ બાળ મજૂરી રોકવાનો મુદ્દો વિશ્વના મંચ પર મૂક્યો હતો. વર્ષ 2002માં તમામ દેશો દ્વારા સર્વસંમતિથી એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જે હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મજૂરી તરીકે કામ પર રાખવાને ગુનો જાહેર કરવામાં આવ્યો હતો.

હાલમાં આ લેબર યુનિયનના લગભગ 187 સભ્ય દેશો સામેલ છે. બાળ મજૂરીના નિયંત્રણને રાષ્ટ્રીય મુદ્દો માનતા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનને આશા છે કે આવનારા દિવસોમાં વધુ દેશો આ અભિયાનમાં જોડાશે.

આ વર્ષે શું છે થીમ

દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. 2024માં આ વખતની થીમ “ચાલો આપણી પ્રતિબદ્ધતાઓ પર કાર્ય કરીએ: બાળ મજૂરીનો અંત” (Let’s Act on Our Commitments: End Child Labour). જે બાળ મજૂરીને નાબૂદ કરવા અને બાળકોને શોષણથી બચાવવા માટે સામૂહિક પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે. તે સરકારો, નોકરીદાતાઓ, કામદારો, નાગરિક સમાજ અને વ્યક્તિઓને બાળ મજૂરીથી મુક્ત વિશ્વ બનાવવા માટે સાથે મળીને કામ કરવા પ્રોત્સાહિત કરે છે.

આ પણ વાંચો – World Food Safety Day 2024 : કેમ મનાવવામાં આવે છે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, શું છે ઈતિહાસ અને મહત્વ

આઈએલઓના જણાવ્યા અનુસાર 2017માં ભારતમાં 7થી 17 વર્ષની વયના લગભગ 1.3 કરોડ બાળકો કામ કરે છે. જ્યારે બાળકો કામ કરે છે અથવા અવેતન કામ કરે છે ત્યારે તેમની શાળાએ જવાની કે અભ્યાસ પૂરો કરવાની સંભાવના ઓછી હોય છે. આવામાં તે વધુ ગરીબીમાં ફસાય છે.

ભારતમાં આજે પણ લાખોની સંખ્યામાં છોકરીઓ અને છોકરાઓ ખાણ-કારખાનાંમાં કામ કરવા જાય છે અથવા તો સિગારેટ વગેરે રસ્તા પર વેચતા હોય છે. આમાંના મોટાભાગના બાળકોની ઉંમર 12 થી 17 વર્ષની વચ્ચે છે અને તેઓ તેમના પરિવારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે દરરોજ 16 કલાક સુધી કામ કરે છે. ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે ભારતમાં 5 થી 14 વર્ષની વયના બાળકો પણ બાળ મજૂરીના વિષચક્રમાં ફસાયેલા છે.

ભારત સરકારે લીધા છે પગલાં

બાળ મજૂરીની સમસ્યા ભારતમાં દાયકાઓથી પ્રચલિત છે. ભારત સરકારે બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે પગલાં લીધાં છે. ભારતીય બંધારણની કલમ 23 જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. ભારતની કેન્દ્ર સરકારે 1986માં બાળ મજૂરી નિષેધ અને નિયમન કાયદો પસાર કર્યો હતો.

આ અધિનિયમ મુજબ, બાળ મજૂર તકનીકી સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિની ભલામણ મુજબ જોખમી ઉદ્યોગોમાં બાળકોને રોજગાર આપવા પર પ્રતિબંધ છે. 1987માં રાષ્ટ્રીય બાળ મજૂરી નીતિ ઘડવામાં આવી હતી. બાળ મજૂરી એ માનવ અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તે બાળકોના માનસિક, શારીરિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક હિતોને અસર કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ