/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/world-earth-day.jpg)
Earth Day 2025 : દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)
Earth Day 2025, વિશ્વ પૃથ્વી દિવસ : દર વર્ષે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. તેને આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ પર્યાવરણ સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવાના હેતુથી ઉજવવામાં આવે છે. આ સાથે જ દરેક વ્યક્તિને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સભાન બનાવવા અને પૃથ્વીની રક્ષા માટે પ્રતિબદ્ધ થવાના પ્રયત્નો આ દિવસે કરવામાં આવે છે. શું તમે જાણો છો કે દર વર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસ કેમ ઉજવવામાં આવે છે? આવો જાણીએ આની પાછળના કારણ અને આ વર્ષની થીમ વિશે.
22 એપ્રિલે પૃથ્વી દિવસ કેમ ઉજવીએ છીએ?
1969માં યુનેસ્કોની પરિષદમાં સૌપ્રથમવાર શાંતિ કાર્યકર્તા જ્હોન મેકકોનેલે પૃથ્વી દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ દિવસ પહેલા સેલિબ્રિટ કરવાનો હેતુ પૃથ્વીને સન્માન આપવાનો હતો. પૃથ્વી દિવસ સૌ પ્રથમ વખત 22 એપ્રિલ, 1970ના રોજ અમેરિકામાં ઉજવવામાં આવ્યો હતો. આ પછી, ડેનિસ હેઝે 1990 માં વૈશ્વિક સ્તરે તેની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં 141 દેશોએ ભાગ લીધો હતો. વર્ષ 2016માં પૃથ્વી દિવસને જળવાયુ સંરક્ષણ માટે સમર્પિત કરવામાં આવ્યો હતો.
પૃથ્વી દિવસ 2025 થીમ
માણસ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પૃથ્વીને દરેક રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે. આ કારણે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ અને પૂર જેવી સ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને તેના વિશે જાગૃત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી માટે થીમ પસંદ કરવામાં આવે છે. આ વર્ષની થીમ 'આપણો ગ્રહ, આપણી પૃથ્વી' છે. આના દ્વારા જાગૃતિ એ છે કે ભવિષ્યમાં ક્ષયના ઊર્જા સ્ત્રોતોનો ફરીથી ઉપયોગ કરવા યોગ્ય બનાવવું.
આ પણ વાંચો - તમે જે ખોરાક ખાઇ રહ્યા છો તે હેલ્ધી છે કે નહીં? સેલિબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ પાસેથી જાણો
વર્લ્ડ અર્થ ડે મહત્વ
વિશ્વ પૃથ્વી દિવસ પર માનવ સમુદાય પૃથ્વીના સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉત્સાહની ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વભરમાં જાગૃતિ લાવવા, પર્યાવરણીય સંરક્ષણ માટે સંવેદનશીલતા વધારવા અને જીવન ચક્રની સુરક્ષા માટે પ્રેરિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસે વૃક્ષારોપણ, સાયકલ ટ્રાફિક, અને પર્યાવરણ સંરક્ષણને લગતા જાગૃતિ કાર્યક્રમો જેવા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us