World Hello Day : ફોન ઉઠાવતા જ કેમ બોલીએ છીએ ‘હેલ્લો’, કેવી રીતે થઇ શરૂઆત? જાણો બધી માહિતી

World Hello Day : દર વર્ષે 21 નવેમ્બરને વર્લ્ડ હેલ્લો ડે તરીકે ઉજવવામાં આવે છે. કોઈને ફોન કરતી વખતે કે કોઈના ફોનનો જવાબ આપતી વખતે આપણે સૌથી પહેલા અભિવાદનના રુપમાં હેલ્લો બોલીએ છીએ

Written by Ashish Goyal
November 20, 2024 22:12 IST
World Hello Day : ફોન ઉઠાવતા જ કેમ બોલીએ છીએ ‘હેલ્લો’, કેવી રીતે થઇ શરૂઆત? જાણો બધી માહિતી
World Hello Day 2024 : દર વર્ષે 21 નવેમ્બરને વર્લ્ડ હેલ્લો ડે તરીકે ઉજવવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)

World Hello Day 2024 : કોઈને ફોન કરતી વખતે કે કોઈના ફોનનો જવાબ આપતી વખતે આપણે સૌથી પહેલા અભિવાદનના રુપમાં હેલ્લો બોલીએ છીએ. આ શબ્દનો ઉપયોગ આજે નહીં, પણ સદીઓથી કરવામાં આવે છે. શું તમે જાણો છો કે દર વર્ષે 21 નવેમ્બરને વર્લ્ડ હેલ્લો ડે તરીકે ઉજવવામાં આવે છે?

વર્લ્ડ હેલ્લો ડે શા માટે મનાવવામાં આવે છે?

દર વર્ષે 21 નવેમ્બરે વર્લ્ડ હેલ્લો ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે આ લેખમાં વર્લ્ડ હેલ્લો ડે શા માટે ઉજવવામાં આવે છે અને ફોન કરતી વખતે કે ઉપાડતી વખતે તેને હેલ્લો કેમ કહેવામાં આવે છે તે વિશે જાણીશું.

વર્લ્ડ હેલ્લો ડે સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ આપે છે. તેની શરૂઆત વર્ષ 1973માં થઈ હતી. આ સમયે ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ પૂરજોશમાં ચાલી રહ્યો હતો અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવી સ્થિતિમાં, એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીની પીએચડીના વિદ્યાર્થી બ્રાયન મેકકોર્મેક અને હાર્વર્ડ યુનિવર્સિટીના સ્નાતક માઇકલ મેકકોર્મેકે શાંતિ માટે હેલ્લોની શરૂઆત કરી હતી.

હેલ્લો દિવસ 180 દેશોમાં ઉજવવામાં આવે છે

બંને વિદ્યાર્થીઓનું માનવું હતું કે હેલ્લો સાથે આપણે પરસ્પર વાતચીત વધારી શકીએ છીએ, જે પરસ્પર સંઘર્ષોનું નિરાકરણ લાવી શકે છે. તેમણે આ માટે વિશ્વભરની સરકારો અને નેતાઓને વિવિધ ભાષાઓમાં 1,360 પત્રો મોકલ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી 180 દેશોમાં વર્લ્ડ હેલ્લો ડે મનાવવામાં આવે છે.

તમે ફોન પર હેલ્લો કેમ કહો છો?

આજે ભલે સ્માર્ટફોનનો જમાનો છે, પણ પહેલાં આવા ફોન ન હતા. જોકે આજના સમયમાં ફોન સ્માર્ટ હોવા પાછળનો ખરો શ્રેય ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલને જાય છે. એવું કહેવાય છે કે જ્યારે તેમણે ટેલિફોનની શોધ કરી ત્યારે પહેલો કોલ તેમની ગર્લફ્રેન્ડને કરવામાં આવ્યો હતો, જેનું નામ માર્ગારેટ હેલ્લો હતું અને તેમણે પોતાની ગર્લફ્રેન્ડને હેલ્લો કહ્યું હતું. ત્યારથી હેલ્લો શબ્દનો ઉપયોગ અભિવાદન માટે કરવામાં આવી રહ્યો છે. જોકે કેટલાક આ વાતને આ ફક્ત એક કહાની માને છે. તેની સાચી માનતા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ