ભારતની પાંચ વિચિત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પ્રવાસ : અહીં ચર્ચમાં પાદરીના મૃતદેહના નખ વધે છે, તો અહી રેલ્વે લાઇન ટોય ટ્રેન માટે પ્રખ્યાત છે!

World Heritage Day 2024 | વર્લ્ડ હેરિટેજ ડે 2024 : ભારતના આ પાંચ વિચિત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પ્રવાસ યાદગાર બની જશે, તેની સુંદરતા અને સૌદર્યતા મનમોહી લેશે.

Written by Kiran Mehta
April 18, 2024 14:53 IST
ભારતની પાંચ વિચિત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પ્રવાસ : અહીં ચર્ચમાં પાદરીના મૃતદેહના નખ વધે છે, તો અહી રેલ્વે લાઇન ટોય ટ્રેન માટે પ્રખ્યાત છે!
ભારતની પાંચ વિચિત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ (ફોટો - યુનેસ્કો)

World Heritage Day 2024 : આજે વર્લ્ડ હેરિટેજ ડે છે અને આ દિવસ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ વારસોના રક્ષણ અને તેમના વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે તેની થીમ (theme of World Heritage Day 2024) છે ‘Discover and Experience Diversity’ એટલે કે વિવિધતાની શોધ કરો અને અનુભવ લો. તેથી, અમે તમને ભારતની કેટલીક સૌથી અલગ અને વિચિત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વિશે જણાવીશું, જેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે. પરંતુ તે એટલા અલગ અને સુંદર છે કે, યુનેસ્કોએ તેમને તેની હેરિટેજ લિસ્ટમાં સામેલ કર્યા છે.

ભારતની 5 વિચિત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ

બેસિલિકા ઓફ બોમ જીસસ, ગોવા

ગોવા નું બેસિલિકા ઓફ બોમ જીસસ, જે ભારતમાં સ્થિત એક કેથોલિક ચર્ચ છે. આ આઇકોનિક ચર્ચ એક તીર્થસ્થાન છે અને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે તેને માન્યતા પ્રાપ્ત છે. આ ચર્ચમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો મૃતદેહ સાચવવામાં આવ્યો છે, જે તે સમયના પ્રખ્યાત પાદરી હતા. ખાસ વાત એ છે કે, તેમના નખ આજે પણ વધતા રહે છે અને તે દર વર્ષે ખાસ દિવસે કાપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ ચર્ચ તેની ખાસ પોર્ટુગીઝ આર્કિટેક્ચર માટે પણ પ્રખ્યાત છે.

મહાબલીપુરમ

તમિલનાડુના કોરોમંડલ કિનારે આવેલું મહાબલીપુરમ પલ્લવોનું પ્રખ્યાત બંદરગાહ શહેર હતું. ત્યાંના સ્મારકોના સમૂહમાં પહાડોને કાપીની બનાવવામાં આવેલા ગુફા મંદિરો, અખંડ મંદિરો, શિલ્પો અને માળખાકીય ખોદકામના અવશેષો માટે પ્રખ્યાત છે. અહીં વિષ્ણુ અને શિવની કેટલીક ખાસ પ્રકારની મૂર્તિઓ છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

દાર્જિલિંગ હિમાલયન રેલ્વે

દાર્જિલિંગ હિમાલયન રેલ્વે એ જ રેલ્વે લાઇન છે, જ્યાં લોકો ટોય ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ યાદ રાખે છે. આ ખૂબ જ ખાસ છે કારણ કે, જલપાઈગુડી રેલ્વે સ્ટેશનથી સિલીગુડી અને દાર્જિલિંગ જતી આ રેલ્વે લાઈન કુદરતી સૌંદર્યનો ભંડાર છે. અહીં રસ્તામાં તમને પહાડો પર સ્થિત હરિયાળી અને ચાના બગીચા જોવા મળશે.

નીલગીરી પર્વત રેલ્વે લાઈન

નીલગીરી માઉન્ટેન રેલ્વે એ દક્ષિણની સૌથી ખાસ અને સુંદર રેલ્વે લાઈન છે. આ સ્થળની સુંદરતા મનમોહક છે. તે નદીને પાર કરીને લીલાં જંગલો અને પર્વતોમાંથી પસાર થાય છે. આ રેલ્વે લાઇન નીલગીરી પર્વતોમાંથી પસાર થાય છે જે લોકોને સૌથી સુંદર અનુભવ આપે છે.

વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક

ઉત્તરાખંડમાં આવેલી વેલી ઑફ ફ્લાવર્સને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે. તે ખૂબ જ ખાસ છે કારણ કે, ફૂલોની આ ઘાટીમાં આલ્પાઇન ફૂલોના મેદાનો અને વનસ્પતિની વિવિધતા છે. તેથી, જો તમે આજ સુધી આ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની મુલાકાત લેવા સક્ષમ ન હો, તો તમારે એક વાર અહીં અવશ્ય મુલાકાત લેવી જોઈએ. અહીં જવાનો અનુભવ પોતે જ ખાસ અને અલગ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ