World Hindi Day 2025 : વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ કેમ મનાવવામાં આવે છે, જાણો રસપ્રદ ફેક્ટ

World Hindi Day 2025 : હિન્દીને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 10 જાન્યુઆરીના દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જાણો કેમ કરાય છે આ દિવસની ઉજવણી

Written by Ashish Goyal
January 09, 2025 23:03 IST
World Hindi Day 2025 : વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ કેમ મનાવવામાં આવે છે, જાણો રસપ્રદ ફેક્ટ
World Hindi Day 2025 : વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)

World Hindi Day 2025 (વિશ્વ હિન્દી દિવસ) : આપણા દેશમાં વાતચીત કરવા માટે ઘણી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હિન્દી ભાષાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હિન્દી આપણી રાજભાષા છે. હિન્દીનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, મોરેશિયસ, ફિલિપાઇન્સ સહિત ઘણા દેશોમાં પણ વાતચીત માટે હિન્દીનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં હિન્દી વિશ્વની પાંચ મુખ્ય ભાષાઓમાંની એક છે. આ ભાષાની આ લોકપ્રિયતાને જોતા અને હિન્દીને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 10 જાન્યુઆરીના દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

10 જાન્યુઆરી કેમ પસંદ કરવામાં આવી?

1975માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ નાગપુરમાં પ્રથમ વખત વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરી હતી. જેમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે 2006થી દર વર્ષે વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. પ્રથમ વખત આ દિવસને ઉજવવાની પહેલ 10 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. આ પછી 2006થી દર વર્ષે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.

હિન્દી દિવસ 2025 થીમ

હિન્દી દિવસ માટે દર વર્ષે વિવિધ થીમ તૈયાર કરવામાં આવે છે. સાથે જ આ વર્ષ એટલે કે વર્ષ 2025 માટે વિશ્વ હિન્દી દિવસની થીમ “એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો વૈશ્વિક અવાજ” છે. જેનો ઉદ્દેશ્ય ભાષાકીય અને આંતરરાષ્ટ્રીય વિનિમય માટે હિન્દી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

હિન્દી શબ્દ ક્યાંથી આવ્યો?

ઘણા ઇતિહાસકારોના મતે હિન્દી શબ્દ ફારસી ભાષા પરથી ઉતરી આવ્યો છે. પર્શિયા (હવે ઇરાન)ના લોકો સિંધુ નદીને કિનારે રહેતા લોકોને હેંડી કહેતા હતા અને તેમની ભાષાને ઇન્ડી કહેવામાં આવતી હતી. આ શબ્દ પાછળથી અપભ્રંશ થઇને હિન્દી થઇ ગયો.આપણે એ પણ જાણીએ કે ફારસી અને હિન્દી આ બે ભાષાઓનું મૂળ એક જ ભાષા છે. બંને સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે.

આ પણ વાંચો – પ્રવાસી ભારતીય દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ, થીમ અને મહત્વ

હિન્દી દિવસ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ અને 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ એ હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવાની ઉજવણી છે, જે 1949માં બંધારણ સભા દ્વારા હિન્દીને આધિકારિક ભાષા તરીકે ઘોષણા કરવામાં આવી તેની યાદમાં ઉજવવામાં આવે છે. જ્યારે વિશ્વ હિન્દી દિવસનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીને પ્રોત્સાહન આપવાનો છે.

હિન્દી ભાષા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

  • વિદેશમાં 25થી વધુ સામયિકો નિયમિતપણે હિન્દી ભાષામાં પ્રકાશિત થાય છે, તેમજ સંખ્યાબંધ હિન્દી કાર્યક્રમો પણ પ્રસારિત થાય છે. એટલું જ નહીં યૂએઇમાં એફએમ રેડિયોની ઓછામાં ઓછી 3 એવી ચેનલ છે, જ્યાં તમે 24 કલાક હિન્દી ફિલ્મી ગીતો સાંભળી શકો છો.

  • હિન્દીના અભ્યાસને હવે સમગ્ર વિશ્વમાં અંગ્રેજી જેટલું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દી લગભગ 40 દેશોની 600થી વધુ જાણીતી યુનિવર્સિટીઓ, કોલેજો અને સંસ્થાઓમાં ભણાવવામાં આવે છે. આ પૈકી હિન્દીનો અભ્યાસ 1815થી અમેરિકાની યેલ યુનિવર્સિટી અને જાપાનની ટોક્યો યુનિવર્સિટીમાં 100 વર્ષથી વધુ સમયથી કરવામાં આવે છે.

  • વિશ્વભરમાં લગભગ 75 કરોડ લોકો હિન્દી બોલે છે, જેમાંથી 53 કરોડ (2001ની વસ્તી ગણતરી મુજબ) ભારતમાંથી છે.

  • ભારત બાદ નેપાળમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. અમેરિકાનું નામ ત્રીજા નંબર પર છે.

  • 2011ના આંકડા મુજબ ઓસ્ટ્રેલિયામાં એક લાખથી વધુ લોકો હિન્દી ભાષા બોલે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ