વિશ્વ હિન્દી દિવસ કેમ મનાવવામાં આવે છે, ક્યાંથી આવ્યો ‘હિન્દી’ શબ્દ, જાણો રસપ્રદ ફેક્ટ

World Hindi Day 2026 : વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. આપણા દેશમાં વાતચીત કરવા માટે ઘણી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હિન્દી ભાષાનો સૌથી વધુ ઉપયોગ થાય છે.

World Hindi Day 2026 : વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. આપણા દેશમાં વાતચીત કરવા માટે ઘણી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હિન્દી ભાષાનો સૌથી વધુ ઉપયોગ થાય છે.

author-image
Ashish Goyal
New Update
World Hindi Day 2026

World Hindi Day 2026 : વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે.

World Hindi Day 2026 : વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. આપણા દેશમાં વાતચીત કરવા માટે ઘણી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હિન્દી ભાષાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હિન્દી આપણી રાજભાષા છે. હિન્દીનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, મોરેશિયસ, ફિલિપાઇન્સ સહિત ઘણા દેશોમાં થાય છે. એટલું જ નહીં હિન્દી વિશ્વની પાંચ મુખ્ય ભાષાઓમાંની એક છે. આ ભાષાની આ લોકપ્રિયતાને જોતા અને હિન્દીને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 10 જાન્યુઆરીના દિવસને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Advertisment

10 જાન્યુઆરી કેમ પસંદ કરવામાં આવી?

1975માં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ નાગપુરમાં પ્રથમ વખત વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરી હતી. જેમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે 2006થી દર વર્ષે વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી. પ્રથમ વખત આ દિવસને ઉજવવાની પહેલ 10 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. આ પછી 2006થી દર વર્ષે 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.

હિન્દી દિવસ 2026 થીમ શું છે?

હિન્દી દિવસ માટે દર વર્ષે અલગ થીમ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષ એટલે કે વર્ષ 2026 માટે વિશ્વ હિન્દી દિવસની થીમ ‘હિન્દી: પારંપરિક જ્ઞાનથી કૃત્રિમ બુદ્ધિમતા સુધી’ પર કેન્દ્રીત છે. આનો ઉદ્દેશ્ય એ છે કે હિન્દી પારંપરિક રુપથી એક ભાષા હોવાની સાથે ટેકનોલોજીની દુનિયામાં પણ એક અગ્રણી ભાષા છે. આ ભાષાનો ઉપયોગ કૃત્રિમ બુદ્ધિમતાના ક્ષેત્રમાં પણ થઈ શકે છે. સરકાર કોડિંગથી લઈને ડિજિટલ પ્લેટફોર્મ સુધી તેનો ઉપયોગ સરળ બનાવવાના પ્રયાસો કરી રહી છે.

હિન્દી શબ્દ ક્યાંથી આવ્યો?

ઘણા ઇતિહાસકારોના મતે હિન્દી શબ્દ ફારસી ભાષા પરથી ઉતરી આવ્યો છે. પર્શિયા (હવે ઇરાન)ના લોકો સિંધુ નદીને કિનારે રહેતા લોકોને હેંડી કહેતા હતા અને તેમની ભાષાને ઇન્ડી કહેવામાં આવતી હતી. આ શબ્દ પાછળથી અપભ્રંશ થઇને હિન્દી થઇ ગયો.આપણે એ પણ જાણીએ કે ફારસી અને હિન્દી આ બે ભાષાઓનું મૂળ એક જ ભાષા છે. બંને સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે.

Advertisment

આ પણ વાંચો - દુનિયાના નકશામાં ક્યાં છે ગ્રીનલેન્ડ? સમજો ડોનાલ્ડ ટ્રમ્પ તેના માટે કેમ છે આક્રમક

હિન્દી દિવસ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે

હિન્દી દિવસ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ અને 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ એ હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવાની ઉજવણી છે, જે 1949માં બંધારણ સભા દ્વારા હિન્દીને આધિકારિક ભાષા તરીકે ઘોષણા કરવામાં આવી તેની યાદમાં ઉજવવામાં આવે છે. જ્યારે વિશ્વ હિન્દી દિવસનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીને પ્રોત્સાહન આપવાનો છે.

હિન્દી ભાષા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

હિન્દી લગભગ 40 દેશોની 600થી વધુ જાણીતી યુનિવર્સિટીઓ, કોલેજો અને સંસ્થાઓમાં ભણાવવામાં આવે છે. આ પૈકી હિન્દીનો અભ્યાસ 1815થી અમેરિકાની યેલ યુનિવર્સિટી અને જાપાનની ટોક્યો યુનિવર્સિટીમાં 100 વર્ષથી વધુ સમયથી કરવામાં આવે છે.

  • વિશ્વભરમાં લગભગ 75 કરોડ લોકો હિન્દી બોલે છે, જેમાંથી 53 કરોડ (2001ની વસ્તી ગણતરી મુજબ) ભારતમાંથી છે.
  • ભારત બાદ નેપાળમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. અમેરિકાનું નામ ત્રીજા નંબર પર છે.
  • 2011ના આંકડા મુજબ ઓસ્ટ્રેલિયામાં એક લાખથી વધુ લોકો હિન્દી ભાષા બોલે છે.
આજના દિવસનો ઇતિહાસ દેશ