/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/La-Nina-Cold.jpg)
la nina : આ વર્ષના અંત સુધીમાં લા નીનાની સ્થિતિ વધુ તીવ્ર બને તેવી 60 ટકા સંભાવના છે (Express File photo by Praveen Khanna)
What Is La Nina : આ વર્ષના અંત સુધીમાં લા નીનાની સ્થિતિ વધુ તીવ્ર બને તેવી 60 ટકા સંભાવના છે, જેના કારણે દેશના ઉત્તરીય ભાગોમાં સામાન્ય કરતા વધુ ઠંડી પડશે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના ગ્લોબલ ઓબ્ઝર્વેટરીઝ ઓફ લોંગ રેન્જ ફોરકાસ્ટ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી સૂચવે છે કે સપ્ટેમ્બર-નવેમ્બર 2024 દરમિયાન વર્તમાન તટસ્થ પરિસ્થિતિઓ (અલ નીનો અથવા લા નીનામાંથી કોઈ પણ નહીં) લા નીનાની સ્થિતિમાં પરિવર્તિત થવાની 55 ટકા સંભાવના છે.
ઓક્ટોબર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી લા નીનાની તીવ્રતા વધીને 60 ટકા થવાની સંભાવના
વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને કહ્યું કે ઓક્ટોબર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી લા નીનાની તીવ્રતા વધીને 60 ટકા થવાની સંભાવના છે અને આ દરમિયાન અલ નીનો મજબૂત થવાની સંભાવના શૂન્ય છે. લા નીના મધ્ય અને પૂર્વીય વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરમાં દરિયાની સપાટીના તાપમાનમાં મોટા પાયે થયેલા ઘટાડાનો ઉલ્લેખ કરે છે, જે ઉષ્ણકટિબંધીય વાતાવરણીય પરિભ્રમણમાં થતા ફેરફારો જેવા કે પવન, દબાણ અને વરસાદ સાથે સંકળાયેલો છે. આ સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની ઋતુ દરમિયાન તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદ અને ખાસ કરીને ઉત્તર ભારતમાં સામાન્યથી વધુ શિયાળા સાથે સંબંધિત છે.
જોકે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ હજી સુધી પુષ્ટિ કરી નથી કે લા નીનાની સ્થિતિના કારણે આ વર્ષે સામાન્ય કરતા વધારે ઠંડી પડશે કે નહીં. દરેક લા નીના ઘટનાનો પ્રભાવ તેની તીવ્રતા, ગાળો, વર્ષનો સમય અને અન્ય આબોહવાના પરિબળોને આધારે અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે લા નીના અલ નીનોની વિપરીત આબોહવાની અસરો પેદા કરે છે, ખાસ કરીને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં.
અલ નીનોના પ્રબળ હોવાની સંભાવના શૂન્ય
જોકે વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને કહ્યું કે લા નીના અને અલ નીનો જેવી કુદરતી રીતે બનતી જળવાયુ ઘટનાઓ પર માનવ-પ્રેરિત જળવાયું પરિવર્તનની વ્યાપક અસર થઇ રહી છે. માનવીય ગતિવિધિઓથી વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થઇ રહી છે. મોસમી વરસાદ અને તાપમાનની પેટર્નને અસર કરી રહી છે.
આ પણ વાંચો - જાણો કોણ હતા સીતારામ યેચુરી, વામપંથી રાજનીતિનો મુખ્ય ચહેરો, CPM માં સંભાળ્યા મહત્વના પદ
સંગઠનના મહાસચિવ સેલેસ્ટ સાઉલોએ કહ્યું કે જૂન 2023થી આપણે એક અસાધારણ વૈશ્વિક અને સમુદ્રની સપાટીના તાપમાનની પેટર્નમાં વધારો જોયો છે. ભલે લા નીના અલ્પકાલિક રુપથી ઠંડા કરવાની ઘટના હોય પણ તે વાયુમંડળમાં ગરમીને ષોષતી ગ્રીનહાઉસ ગેસોના કારણે વધતા જતા વૈશ્વિક તાપમાનની લાંબા ગાળાની અસરને ઓછી કરી શકતી નથી. 2020 થી 2023 ની શરૂઆતમાં બહુ-વર્ષીય લા નીનાના સમુદ્રની સપાટીને ઠંડા કરવાના પ્રભાવ છતાં નવ વર્ષ અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષો રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી તટસ્થ સ્થિતિઓ બની છે, જેનો અર્થ એ થયો કે અલ નીનો કે લા નીનાએ પ્રભુત્વ સ્થાપિત કર્યું નથી.
વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનની આગાહી સૂચવે છે કે સપ્ટેમ્બર-નવેમ્બર 2024 દરમિયાન વર્તમાન તટસ્થ પરિસ્થિતિઓ (અલ નીનો કે લા નીનામાંથી કોઈ પણ નહીં) લા નીના સ્થિતિમાંથી સંક્રમણ થવાની 55 ટકા શક્યતા છે. 2020 થી 2023 ની શરૂઆતમાં સમુદ્રની સપાટીને ઠંડક આપતી બહુ-વર્ષીય લા નીનાની અસર હોવા છતાં, છેલ્લા નવ વર્ષ અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષો રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us