World Milk Day 2024 : દર વર્ષે કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ મિલ્ક ડે, જાણો ઇતિહાસ અને મહત્વ

World Milk Day 2024 : દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે 1 જૂનના રોજ વર્લ્ડ મિલ્ક ડે કેમ ઉજવવામાં આવે છે અને ક્યાંથી તેની શરૂઆત થઈ હતી

Written by Ashish Goyal
May 31, 2024 20:40 IST
World Milk Day 2024 : દર વર્ષે કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ મિલ્ક ડે, જાણો ઇતિહાસ અને મહત્વ
દૂધ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 1 જૂને વર્લ્ડ મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવે છે

World Milk Day 2024 : દૂધ પીવાથી શરીરને શક્તિ મળશે. દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દૂધના ઘણા ફાયદા આપણે બાળપણથી લઇને અત્યાર સુધી સાંભળ્યા છે. ભારતમાં દૂધનો સૌથી વધુ ઉપયોગ થાય છે. દૂધના આ મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ (વર્લ્ડ મિલ્ક ડે) તરીકે ઉજવવામાં આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે 1 જૂનના રોજ વર્લ્ડ મિલ્ક ડે કેમ ઉજવવામાં આવે છે અને ક્યાંથી તેની શરૂઆત થઈ હતી.

શા માટે ઉજવવામાં આવે છે વર્લ્ડ મિલ્ક ડે?

મિલ્ક ડે ઉજવવાનો હેતુ લોકોને દૂધના ફાયદા જણાવવાનો છે. આ દિવસ લોકોને દૂધથી સ્થાનિક અર્થવ્યવસ્થાઓ અને સમુદાયોને કેવી રીતે ફાયદો થાય છે તે વિશે પણ માહિતગાર કરે છે. એફએઓના જણાવ્યા અનુસાર લગભગ છ અબજ લોકો ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ડેરીનો વ્યવસાય એક અબજથી વધુ લોકોને તેમની આજીવિકા ચલાવવામાં મદદ કરે છે.

વર્લ્ડ મિલ્ક ડે નો ઇતિહાસ?

દૂધ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 1 જૂને વર્લ્ડ મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા વર્ષ 2001માં વર્લ્ડ મિલ્ક ડે ની ઉજવવાની શરૂઆત કરી હતી. પહેલીવાર વર્લ્ડ મિલ્ક ડે 1 જૂન, 2001ના રોજ ઉજવવામાં આવ્યો હતો. મિલ્ક ડે મનાવવા પાછળનું કારણ લોકોને દૂધના ફાયદા વિશે જણાવવાનું છે. દૂધ પીવું શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. ડોક્ટરો પણ ક્યારેક બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી દૂધ પીવાની સલાહ આપે છે. કારણ કે દૂધમાં અનેક પ્રકારના વિટામિન અને પ્રોટીન મળી આવે છે.

આ પણ વાંચો – કેમ ઉજવવામાં આવે છે હિન્દી પત્રકારત્વ દિવસ, શું છે ઈતિહાસ

વર્લ્ડ મિલ્ક ડે ની 1 જૂનના રોજ ઉજવણી કરવામાં આવે છે. બીજી તરફ ભારતમાં 26 નવેમ્બરના રોજ નેશનલ મિલ્ક ડે ઉજવવામાં આવે છે. ભારતમાં આ દિવસની ઉજવણી ડો.વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવે છે, જેમને ભારતમાં શ્વેત ક્રાંતિના જનક પણ કહેવામાં આવે છે. તેમને ‘મિલ્ક મેન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ