/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Antimatter-World-Most-Expensive-Material.jpg)
Antimatter World Most Expensive Material : એન્ટિમેનર દુનિયાનો સૌથી મોંઘો પદાર્થ છે. (Photo: Social Media)
World Most Expensive Material : સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા હાહાકાર મચ્યો છે. મોટાભાગના લોકો સોના ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમને દુનિયાની સૌથી કિંમતી પદાર્થ માને છે. જો કે હકીકતમાં આ ધારણા ખોટી છે. જી હા! સોના કરતા પણ વધુ કિંમત પદાર્થ છે, જેના 1 ગ્રામની કિંમત 62 ટ્રિલિયન ડોલર છે, આટલી રકમમાં 200 કિલો જેટલું સોનું ખરીદી શકાય છે અને તે ભારતના વાર્ષિક બજેટ કરતા પણ વધારે રકમ છે. ચાલો જાણીયે દુનિયાના સૌથી મોંઘા પદાર્થનું નામ, કિંમત અને ખાસિયત
એન્ટિમેન્ટર દુનિયાનો સૌથી મોંઘો પદાર્થ
દુનિયાના સૌથી કિંમતી પદાર્થનું નામ છે એન્ટિમેન્ટર (Antimatter). સોના ચાંદી જેમ એન્ટિમેન્ટર જમીન માંથી મળતું નથી, તે પ્રયોગશાળામાં વિકસાવાય છે. તે રેડિયોએક્ટિવ તત્ત્વ છે અને તેની દુર્લભતા જ તેને મૂલ્યવાન ધાતુ બને છે. આપણું બ્રહ્માંડ સામાન્ય પદાર્થ માંથી બનેલું છે જેમા હવા, પાણી, પૃથ્વી, આકાશ, સૂર્ય વગેરે સામેલ છે. જ્યારે એન્ટિમેન્ટર તેના કણોનું તદ્દન વિપરીત સ્વરૂપ છે. એક નોર્મલ ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ (-) હોય છે, જ્યારે એન્ટિ ઇલેક્ટ્રોનનો ચાર્જ પોઝિટિવ (+) હોય છે. સામાન્ય પ્રોટોનનો ચાર્જ પણ પોઝિટિવ હોય છે તો એન્ટિ પ્રોટોનનો ચાર્જ નેગેટિવ હોય છે. આ બંને ભેગા કરવા પર 100 ટકા દ્રવ્યમાન (Mass) પ્યોર એનર્જીમાં રૂપાંતર થાય છે.
એન્ટિમેન્ટર કેટલા છે?
તમને જણાવી દઇયે કે, 1995 થી 2025 સુધી દુનિયાભરના તમામ સંશોધન મળીને માત્ર 10 નેનોગ્રામ એટલે કે 0.00000001 ગ્રામ જેટલું એન્ટિમેન્ટર બનાવી શકાયું છે. આટલાથી 1 સેકન્ડ માટે 1 બલ્બ પણ નહીં ચાલે. જો કે તેને બનાવવામાં હજી સુધી અબજો ડોલર ખર્ચ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં ફર્મીલેબ, જર્મનીમાં GSI હેલ્મહોલ્ટ્ઝ સેન્ટર અને CERN (સ્વિટર્ઝરલેન્ડ - ફ્રાસ બોર્ડર) આ સ્થળો પર એન્ટિમેન્ટ બને છે. આ કણોના પ્રકાશની ગતિને 99.999 ટકા સુધી વધારીને એક સાથે અથડાવાય છે. આ અથડામણથી થોડાક ક્ષણ માટે એન્ટિમેન્ટરના કણ ઉત્પન્ન થાય છે.
એન્ટિમેન્ટર શેમાં વપરાય છે?
એન્ટિમેન્ટરને કોઇ પણ વસ્તુ સ્પર્શી ન જોઇએ, નહીંત્તર તે તરત જ ફાટી જશે. આથી તેને લગભગ 273 ડિગ્રી સેલ્શિયસ સુધી અત્યંત ઠંડુ કરવામાં આવે છે. આ સાથે જ તેને શક્તિશાળી ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રમાં હવામાં તરતુ રાખવામાં આવે છે.
તમને જણાવી દઇયે કે, એન્ટિમેન્ટર દ્વારા 7 - 9 મહિનાના બદલે 1 મહિનામાં જ મંગળ સુધી પહોંચી શકાય છે. એટલું જ નહીં તે વીજળી ઉત્પન્ન કરવા અને કેન્સરની સારવારમાં પણ ઉપયોગી થાય છે.
એન્ટિમેન્ટરની કિંમત કેટલી છે?
એન્ટિમેન્ટરની કિંમત 62.5 ટ્રિલિયન ડોલર પ્રતિ 1 ગ્રામ છે. જો ભારતીય ચલણમાં ગણતરી કરીયે તો 5000 અબજ રૂપિયા જેટલી થાય છે. આ રકમથી 200 કિલો સોનું ખરીદી શકાય છે અને તે ભારતના વાર્ષિક બજેટ કરતા પણ વધારે છે.
એન્ટિમેન્ટર એટલા મોંઘુ છે કારણ કે તે 1 ગ્રામ બનાવવામાં CERNમાં સ્થિત દુનિયાની સૌથી મોટી મશીન LHCને 10 લાખ વર્ષ સુધી ચલાવવી પડશે. તેના 1 સેકન્ડના સંશોધનનો ખર્ચ કરોડો ડોલર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us