/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/World-Press-Freedom-Day.jpg)
World Press Freedom Day 2024 : વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે 2024
World Press Freedom Day 2024 Wishes: વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) 3જી મેના રોજ દર વર્ષે માનવામાં આવે છે, એ પ્રેસની સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોને મહત્વ સમજવા તેનું સમર્થન કરવાનો મહત્વપૂર્ણ દિવસ છે. મીડિયાની સ્વતંત્રતા અને પત્રકારોના રક્ષણની હિમાયત કરવા કોલ તો એક્શન છે. જાહેર જનતાના માહિતીના અધિકારને જાળવી રાખવામાં અને સત્તામાં રહેલા લોકોને જવાબદાર રાખવા માટે ફ્રી અને સ્વતંત્ર પ્રેસ મહત્વની ભૂમિકા ભજવે છે.
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) : Theme
આ વર્ષે, ચિલી ગવર્મેન્ટ અને યુનેસ્કો સેન્ટિયાગોમાં 31મી વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે કોન્ફરન્સનું આયોજન કરશે, જેમાં 2024ની થીમ "પ્લાનેટ માટે પ્રેસ: પર્યાવરણીય કટોકટી સામે પત્રકારત્વ" Press for the Planet: Journalism against the Environmental Crisis." છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Shashi-Tharoor.jpg)
આ પણ વાંચો: World Press Freedom Day 2024: આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને મહત્વ
આજે આપણે વિશ્વ પ્રેસ ફ્રીડમ ડેની ઉજવણી કરીએ છીએ ત્યારે, અહીં ફ્રી અને સ્વતંત્ર મીડિયાના મહત્વ અને આ મૂળભૂત માનવ અધિકારના સંરક્ષણ અને પ્રચાર માટે એકસાથે મળીને પ્રતિબદ્ધ થઈએ, આપણે ખાતરી કરીએ કે તેઓ પત્રકારો માહિતી આપવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખી શકે.
અહીં કેટલાક મહત્વના વિશ્વ સ્વતંત્રતા પ્રેસ ડે ક્વોટ્સ, શુભેચ્છાઓ, ફોટા આપેલ છે,
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Barack-Obama-.jpg)
એવા બુલંદ સ્પીચની ઉજવણી કરવી જે આપણી સાએ સત્ય લાવે છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!
વિશ્વભરના તમામ પત્રકારોની સત્ય કહેવાની હિંમતને સલામ છે. ફ્રી પ્રેસ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા.
પ્રેસ હંમેશા ફ્રી રહે અને સત્ય હંમેશા ઉપરી રહે. દરેકને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા.
આ દિવસ એવા પત્રકારોનો બચાવ અને ઉજવણી કરવા માટે છે જેઓ સત્યની જાણ કરવા માટે દરરોજ પડકારોનો સામનો કરે છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!
તમામ પત્રકારો અને મીડિયા પ્રોફેશનલ્સને પ્રેસ ફ્રીડમ ડે 2024ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! તમારી હિંમત અને સમર્પણ આપણા સમાજમાં સત્યને પ્રકાશિત કરે અને પારદર્શિતાને પ્રોત્સાહન આપે.
આ પણ વાંચો: આજે વર્લ્ડ ટૂના દિવસ, વર્લ્ડ ટૂના દિવસ એટલે શું? કેમ આ દિવસની ઉજવણી કરાય છે?
વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે પર, ચાલો લોકશાહીને જાળવી રાખવામાં અને માનવ અધિકારોની સુરક્ષામાં ફ્રી પ્રેસની આવશ્યક ભૂમિકાની ઉજવણી કરીએ.
પ્રેસ સ્વતંત્રતા દિવસ 2024ની શુભકામનાઓ! આ દિવસ આપણને લોકશાહીના સ્તંભ અને ન્યાય અને સમાનતાના ચોકીદાર તરીકે પ્રેસની સ્વતંત્રતાના રક્ષણના મહત્વની યાદ અપાવે.
આ પ્રેસ ફ્રીડમ ડે પર ચાલો એવા જર્નાલિસ્ટનું સન્માન કરીએ જેઓ સત્યતા અને બહાદુરી સાથે આપણને સમાચાર આપે છે. 2024 માં તમામ મીડિયા પ્રોફેશનલને માટે ફ્રી પત્રકારત્વની શુભેચ્છા!
દરેકને વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે 2024ની શુભેચ્છાઓ! આપણી લોકશાહી અને આપણા જીવનમાં તેની નિર્ણાયક ભૂમિકાને ઓળખીને આપણે બધા પ્રેસની સ્વતંત્રતાની કદર કરીએ અને તેનું સમર્થન કરીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us