World Radiography Day 2025 : આજના જમાનામાં ઘણી બીમારીઓ જોવા મળે છે. ઘણી વખત આપણે કોઈ બીમારીથી એટલી બધી પીડાઈએ છીએ કે આપણને ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એમાં કોઈ શંકા નથી કે આ રોગમાંથી જલદી સાજા થવા માટે આપણે દવાઓ લેવી પડે છે, પરંતુ આપણે કયા રોગથી પીડિત છીએ આ માટે ઘણા પ્રકારના ટેસ્ટ કરવા પડે છે અને તેમાંથી એક છે રેડિયોગ્રાફી છે.
આ એક એવી ટેકનિક છે જેના દ્વારા લોકોની અંદરની સમસ્યાઓ ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. 8મી નવેમ્બરે વિશ્વ રેડિયોગ્રાફી દિવસના પ્રસંગે તમને આ દિવસના ઈતિહાસ અને મહત્વ વિશે જણાવીએ.
વિશ્વ રેડિયોગ્રાફી દિવસ કેમ મનાવવામાં આવે છે
વિશ્વ રેડિયોગ્રાફી દિવસ દર વર્ષે 8 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય રેડિયોગ્રાફીના તે મૂલ્ય વિશે જાગરુકતા વધારવાનો છે જેનાથી દર્દીની સંભાળમાં યોગદાન આપ્યું છે. એક્સ-રે જેવી વસ્તુઓ લોકોની સમસ્યાઓ શોધવામાં ઘણી મદદ કરે છે. તેથી આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે.
વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ઈતિહાસ
વિશ્વ રેડિયોગ્રાફી દિવસના ઈતિહાસની વાત કરીએ તો આ દિવસ 2012માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણીની પહેલ યુરોપિયન સોસાયટી ઓફ રેડિયોલોજી, રેડિયોલોજીકલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા અને અમેરિકન કોલેજ ઓફ રેડિયોલોજી દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસ 8 નવેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહ સાથે આ દિવસ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો – સૂતા પહેલા લવિંગનું પાણી પીવો, સારી ઊંઘ સાથે શરીર પણ ડિટોક્સ કરશે
વિશ્વ રેડિયોગ્રાફી દિવસ મહત્વ
રેડિયોલોજીકલ સિસ્ટમનો ઉપયોગ દર્દીઓના રોગોનું આંતરિક નિદાન કરવા માટે થાય છે. આમાં એક્સ-રે, MRI અને અલ્ટ્રાસાઉન્ડ જેવી વસ્તુઓ સમાવેશ થાય છે. આનાથી રોગનું મૂળ કારણ શોધવામાં મદદ મળે છે.





