World Snake Day 2025: આજે વિશ્વ સાપ દિવસ છે, ગુજરાતમાં કેટલા પ્રકારના નાગ જોવા મળે છે? સાપ વિશે 11 રસપ્રદ તથ્યો જાણો

World Snake Day 2025 History and Significance : વિશ્વ સાપ દિવસ દર વર્ષે 16 જુલાઇએ દુનિયાભરમાં ઉજવાય છે. સમગ્ર દુનિયામાં 3400થી વધુ સાપની પ્રજાતિ જોવા મળે છે. અહીં સાપ વિશે 10 રસપ્રદ વાતો આપી છે, જે જાણી તેમને નવાઇ લાગશે.

Written by Ajay Saroya
July 16, 2025 10:54 IST
World Snake Day 2025: આજે વિશ્વ સાપ દિવસ છે, ગુજરાતમાં કેટલા પ્રકારના નાગ જોવા મળે છે? સાપ વિશે 11 રસપ્રદ તથ્યો જાણો
World Snake Day 2025 Date and Significance : વિશ્વ સાપ દિવસ દર વર્ષે 16 જુલાઇએ ઉજવય છે. (Photo: Freepik)

World Snake Day 2025: વિશ્વ સાપ દિવસ 2025 દર વર્ષે 16 જુલાઇના રોજ દુનિયાભરમાં ઉજવાય છે. સાપ જોતા મોટાભાગના લોકોને પરસેવો છુટી જાય છે. જો કે દરેક સાપ ઝેરી ન હોતું. સાપ એક સરિસૃપ પ્રાણી છે. ધરતી પરના પર્યાવરણ જાળવી રાખવામાં સાપ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જંગલોના નાશ, શહેરીકરણ અને જળવાયુ પરિવર્તન દરમિયાન સાપનું અસ્તિત્વ જાળવી રાખવું જરૂરી છે. સાપના મહત્વ અને ખોટી માન્યતાઓ દૂર કરવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 16 જુલાઇ વિશ્વ સાપ દિવસ તરીકે ઉજવાય છે.

વિશ્વ સાપ દિવસનો ઇતિહાસ અને મહત્વ : World Snake Day History And Importance

વિશ્વ સાપ દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ 1970માં થઇ હતી. વર્ષ 1967માં ટેક્સાસમાં સાપ માટે એક કંપનીની શરૂ થઇ હતી, જે ધીમે ધીમે વર્ષ 1970માં ઘણી પ્રખ્યાત થઇ હતી. આ કંપની લોકોમાં સાપ પ્રતિ જાગૃતિ ફેલાવવાનું કામ કરતી અને 16 જુલાઇએ ખાસ કાર્યક્રમનું આયોજન કરતી હતી. ત્યારબાદ અન્ય NGO પર આ કામગીરીમાં જોડાઇ અને લોકોમાં સાપ વિશે જાગૃતિ ફેલાવી ખોટી માન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કરતી હતી. આમ આ રીતે સાપ માટે એક સમર્પિત દિવસની શરૂઆત થઇ.

દુનિયામાં સાપની પ્રજાતિ કેટલી છે?

સાપ જોઇ મોટાભાગના લોકો ડરી જાય છે. સાપ એક ઝેરી જીવ છે, સાપના દંશથી વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. જો કે બધા સાપ ઝેરી નથી હતા. દુનિયામાં 3400થી વધુ સાપની પ્રજાતિ જોવા મળે છે. જેમા 600 પ્રજાતિના સાપ ઝેરી હોય છે, જેમાથી માત્ર 200 પ્રજાતિઓ જ મનુષ્ય માટે ખતરનાક હોય છે. ભારતમાં 300 જેટલી સાપની પ્રજાતિ છે, જેમા 60 જેટલા સાપ ઝેરી હોય છે. તો ગુજરાતમાં 50થી વધુ સાપન પ્રજાતિના જોવા મળે છે. દુનિયાના સૌથી ઝેરી સાપની પ્રજાતિમાંથી અમક ભારતમાં જોવા મળે છે, જેમા કિંગ કોબરા, ઇન્ડિયન ક્રેટ અને રસેલ વાઇપર મુખ્ય છે.

ભારતના 10 સૌથી ઝેરી સાપ : Top 10 Venomous Snakes in India

  1. કિંગ કોબરા
  2. ઇન્ડિયન ક્રેટ
  3. રસેલ વાઇપર
  4. સો સ્કેલ્ડ વાઇપર
  5. ઇન્ડિયન કોબરા
  6. માલાબાર પિટ વાઇપર
  7. બેંડેડ ક્રેટ
  8. બેમ્બૂ પિટ વાઇપર
  9. હંપ નોઝ્ડ પિટ વાઇપર
  10. અંડમાન પિટ વાઇપર

સાપ વિશે રસપ્રદ વાતો : Interesting Facts About Snake

એક્ટોથર્મ્સ (Ectotherms)

સાપ એક્ટોથર્મિક હોય છે, એટલે કે તેઓ તેમના શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે સૂર્ય જેવા બાહ્ય ગરમી સ્ત્રોતો પર આધાર રાખે છે.

ભીંગડા (Scales)

સાપની ત્વચા કેરાટિનથી બનેલા ભીંગડાથી ઢંકાયેલી હોય છે, જેન કાચલી કહેવામાં આવે છે. તે માનવ વાળ અને નખ જેવા જ પદાર્થ છે.

પાંપણ નથી હોતી (No Eyelids)

સાપની આંખ પર પાંપણ નથી હોતી, તેના બદલે તેમની આંખોને સુરક્ષિત રાખવા માટે બ્રિલ નામનો પારદર્શક પડદો હોય છે.

જીભ એક સેન્સર તરીકે (Tongue as a Sensor)

સાપ તેની જીભ વડે ગંધ પારખે છે, જેનું વિશ્લેષણ પછી તેમના મોંના જડબામાં જેકોબસનના અંગ દ્વારા કરવામાં આવે છે.

સાપની ગતિ

સાપ સરિસૃપ પ્રાણી છે. સાપ શરીર ઢસડીને ગતિ કરે છે.

સાપ શું ખાય છે?

સાપ માંસાહારી હોય છે અને વિવિધ પ્રકારના જીવોનો શિકાર કરે છે, જેમાં અન્ય સરિસૃપ, ઉભયજીવી, માછલી અને અન્ય સાપનો પણ સમાવેશ થાય છે.

સાપ ઝેરી અને બિન ઝેરી

સાપ ઝેરી અને બિન ઝેરી હોય છે. સાપ શિકારને કાબુમાં લેવા માટે ઝેરનો ઉપયોગ કરે છે. અમુક પ્રકારના સાપ તેના શિકારને સંકોચાઈને અથવા ગળીને મારી નાખે છે.

સાપ બચ્ચાને કેવી રીતે જન્મ આપે છે?

મોટાભાગના સાપ ઇંડા મૂકે છે, પરંતુ કેટલીક પ્રજાતિઓ જીવતા બચ્ચાને જન્મ આપે છે.

સાપની કાચલી

સાપ સમયાંતરે તેની કાચલી ઉતારે છે. આ એક સામાન્ય પ્રક્રિયા જે તેમને પરોપજીવીઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.

સાપને કાન નથી હોતા

સાપને અન્ય પ્રાણીઓની જેમ કાન નથી હોતા. સાપ તેના જડબાના હાડકા દ્વારા ઓછી આવર્તનવાળી ધ્વનીનો આભાસ કરે છે.

સાપ કેટલું જીવે છે?

અમુક સાપ દાયકાઓ સુધી જીવી શકે છે. જેમાં અજગર અને બોઆ જેવી કેટલીક પ્રજાતિઓ 20-30 વર્ષ કે તેથી વધુ સમય સુધી જીવીત રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ