World Soil Day 2024 : કેમ મનાવવામાં આવે છે વિશ્વ માટી દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ

World Soil Day 2024 : દર વર્ષે 5 ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત અને માટી વચ્ચેનો સંબંધ એક અલગ પ્રકારની લાગણી દર્શાવે છે

Written by Ashish Goyal
December 04, 2024 23:18 IST
World Soil Day 2024 : કેમ મનાવવામાં આવે છે વિશ્વ માટી દિવસ, જાણો ઇતિહાસ અને મહત્વ
World Soil Day 2024 : દર વર્ષે 5 ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે (તસવીર - freepik)

World Soil Day 2024 : દર વર્ષે 5 ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં વિશ્વ માટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર હેઠળ કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માટી દિવસની ઉજવણી કરે છે. દુનિયામાં જમીનના ધોવાણ અને ખેતી લાયક ફળદ્રપ જમીનને ટકાવી રાખવા માટે આ દિવસ ઉજવાય છે. સમગ્ર દુનિયામાં અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ ફળદ્રપ જમીન છે.

ભારત અને માટી વચ્ચેનો સંબંધ એક અલગ પ્રકારની લાગણી દર્શાવે છે. ભારતીયોની માટી દેશભક્તિ સાથે સંબધ ધરાવે છે. માટીને ધરતી માતા સાથે પણ જોડવામાં આવે છે. પરંતુ સમગ્ર વિશ્વમાં માટી જીવન માટે એક આવશ્યક કુદરતી સંસાધન છે, જેનું નુકસાન દરેકના જીવનને ખરાબ રીતે અસર કરે છે. આ કારણોસર માટી સંરક્ષણ અને તેના ટકાઉ વ્યવસ્થાપન વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ માટી દિવસ ઇતિહાસ

વર્ષ 2014થી વિશ્વ માટી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2002માં ઇન્ટરનેશનલ ઓફ સોઇલ સાયન્સે 2002માં 5 ડિસેમ્બરને વિશ્વ માટી દિવસ તરીકે ઉજવાની દરખાસ્ત કરી હતી. ત્યારબાદ વર્ષ 2013માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને 68મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 5 ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી. આ પછી 5 ડિસેમ્બર 2014ના રોજ પ્રથમ વખત માટી દિવસ મનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો –  કેમ મનાવવામાં આવે છે ભારતીય નૌસેના દિવસ? જાણો ઇતિહાસ અને મહત્વ

વિશ્વ માટી દિવસ મહત્વ

દુનિયાભરમાં વધતી જતી વસ્તીને કારણે જમીનના ધોવાણને ઘટાડવા, ફળદ્રુપ જમીન વિશે લોકોને જાગૃત કરવા અને સંસાધન તરીકે જમીનના ટકાઉ વ્યવસ્થાપનની ખાતરી કરવાના હેતુથી વિશ્વ માટી દિવસ ઉજવવામાં આવે છે. પ્રાથમિક આંકડા અનુસર ભારતમાં 1553 લાખ હેક્ટર (155,369,076 હેક્ટર) ખેતીલાયક ફળદ્રૂપ જમીન છે, આ સાથે સમગ્ર દુનિયામાં સૌથી વધુ જમીન ધરાવતા અમેરિકા બાદ ભારત બીજા ક્રમે છે. અમેરિકામાં 1577 લાખ હેક્ટર ફળદ્રપ જમીન છે.

તેનો હેતુ લોકોને જમીન ધોવાણ વિશે જણાવવાનો છે. જમીનનું પ્રદૂષણ એ એક ગંભીર પર્યાવરણીય સમસ્યા છે, જે જમીનની સ્થિતિમાં બગાડ તરફ દોરી જાય છે. માનવીઓ અને તમામ પ્રકારના જીવો માટે માટી એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પરંતુ ઉદ્યોગો માટે પર્યાવરણીય ધોરણો પ્રત્યે બેદરકારી અને ખેતીની જમીનના ગેરવહીવટને કારણે જમીનની સ્થિતિ બગડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ