World Sparrow Day 2024, વિશ્વ ચકલી દિવસ : એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીઓ હવે લુપ્ત થવાના આરે

World Sparrow Day 2024 : વિશ્વ ચકલી દિવસ દર વર્ષે 20 માર્ચના રોજ મનાવવામાં આવે છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી

Written by Ashish Goyal
Updated : March 20, 2024 06:17 IST
World Sparrow Day 2024, વિશ્વ ચકલી દિવસ : એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીઓ હવે લુપ્ત થવાના આરે
World Sparrow Day 2024 : દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

World Sparrow Day 2024 Date : દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે. ચકલીઓ હવે શહેરમાં તો ભાગ્યે જ જોવા મળે છે. ગામડાઓમાં પણ હવે ચકલીઓની ઓછી ઘણી ઘટી રહી છે. ચકલીઓ બચે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ ચકલી દિવસ ઇતિહાસ

દુનિયાભરમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવમી કરવામાં આવે છે. વર્ષ 2010માં પહેલીવાર વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફ્રાન્સની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી.

ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઇલ અને ટીવી ટાવરોના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે.

આ પણ વાંચો – કેમ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ? જાણો તારીખ, થીમ અને મહત્વ

વિશ્વ ચકલી દિવસ મહત્વ

ચકલીઓની વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે. આ દિવસનો હેતુ જૈવવિવિધતા અને આપણા પર્યાવરણ માટે આ પક્ષીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. દિવસ પસાર કરવાનો શ્રેષ્ઠ રીત એ છે કે ચકલીઓની વસ્તીમાં ધરખમ વધારો જોવા મળે તે સુનિશ્ચિત કરવા માટે આપણે જે વિવિધ પહેલો હાથ ધરી શકીએ છીએ તેના વિશે આપણી જાતને શિક્ષિત કરવી. આપણે તેમની વસ્તીની સુરક્ષા માટે સંરક્ષણના પ્રયત્નોને વિસ્તૃત કરવા માટે સભાનપણે પ્રયત્નો કરવા જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ