World Turtle Day 2024 : વિશ્વ કાચબા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે, જાણો કારણ

World Turtle Day 2024 : વિશ્વભરમાં દર વર્ષે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવો જાણીએ આજના દિવસના ઇતિહાસ અને તેના મહત્વ વિશે

World Turtle Day 2024 : વિશ્વભરમાં દર વર્ષે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવો જાણીએ આજના દિવસના ઇતિહાસ અને તેના મહત્વ વિશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
World Turtle Day, World Turtle Day 2024

World Turtle Day 2024 : વિશ્વભરમાં દર વર્ષે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે. (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

World Turtle Day 2024, વિશ્વ કાચબા દિવસ 2024 : વિશ્વભરમાં દર વર્ષે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં તેમના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે. કાચબો એક એવું પ્રાણી છે જેને ઘણા લોકો શુભ માને છે અને તેની ઘણી પ્રજાતિઓને ઘરમાં પણ રાખી શકાય છે. કાચબા બજારોમાં ખૂબ ઊંચા ભાવે વેચાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાં તેમની સંખ્યા ઘટી રહી છે. આ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવો જાણીએ આજના દિવસના ઇતિહાસ અને તેના મહત્વ વિશે.

Advertisment

વિશ્વ કાચબા દિવસનો ઇતિહાસ

કાચબા દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1990માં થઈ હતી. કાચબાની વિવિધ પ્રજાતિઓને બચાવવાના હેતુથી એક બિન-નફાકારક સંસ્થા અમેરિકન ટોર્ટવાઇઝ રેસ્ક્યુની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં કાચબાનું સંરક્ષણ કરવાનો છે. 2000થી અલગ-અલગ દેશોના લોકો કાચબાના રક્ષણ માટે જાગૃત થયા હતા.

વિશ્વ કાચબા દિવસનું મહત્વ

કાચબા એ સરિસૃપ જૂથના વિશ્વના સૌથી જૂના પ્રાણીઓમાંથી એક છે. તે સાપ અને મગરો કરતા પણ ઘણો જૂના છે. આ જીવો ડાયનાસોર પહેલાંના છે, જે 250 મિલિયન વર્ષ પહેલાં વિકસિત થયા હતા. જીવ વૈજ્ઞાનિકોના મતે કાચબા આટલા ઘણા વર્ષો સુધી એટલા માટે જીવિત રહી શકે છે કારણ કે તમને એક એવું કવચ આપ્યું છે જે તેમને સુરક્ષા આપે છે. કાચબાનો જીવનકાળ 150 વર્ષથી વધારે માનવામાં આવે છે.

આ પણ વાંચો - જૈવ વિવિધતા દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો કારણ, ઈતિહાસ અને મહત્વ

Advertisment

દુનિયામાં 300 પ્રકારના કાચબા છે, જેમાંથી 129 ખતરામાં છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકોને યાદ અપાવવામાં આવે છે કે કાચબાઓને તેમના કુદરતી રહેઠાણમાં રહેવામાં અને વિકસિત થવામાં મદદ કરવી તે કેટલું મહત્વનું છે.

આજના દિવસનો ઇતિહાસ દેશ