CM યોગીની કડક ચેતવણી: બાબરીનું સપનું જોનારા સાંભળી લે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો!

Yogi Adityanath statement on Babri Masjid: ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાબરી મસ્જિદ માળખાને લઇને ફરી ચર્ચામાં આવ્યા છે. બાબરી માળખાના પુનઃનિર્માણ અને કાયદો તોડનારાઓ વિશે બારાબંકી ખાતે તેમણે શું કહ્યું? જાણો

Yogi Adityanath statement on Babri Masjid: ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાબરી મસ્જિદ માળખાને લઇને ફરી ચર્ચામાં આવ્યા છે. બાબરી માળખાના પુનઃનિર્માણ અને કાયદો તોડનારાઓ વિશે બારાબંકી ખાતે તેમણે શું કહ્યું? જાણો

author-image
Ashish Goyal
New Update
CM yogi adityanath

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ Photograph: (ફેસબુક)

Yogi Adityanath News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી એકવાર બાબરી માળખાને લઈને ચર્ચામાં આવ્યા છે. બારાબંકી ખાતે જાહેર સભાને સંબોધન કરતાં મોટું નિવેદન આપ્યું. અવસરવાદી રાજકારણ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કેટલાક લોકો એવા છે જેમને માત્ર સંકટના સમયે જ ભગવાન રામ યાદ આવે છે.

Advertisment

ભગવાન રામ પણ તેમને ભૂલી ગયા છે

સીએમ યોગીએ વિપક્ષો પર નિશાન સાધતા કહ્યું, “કેટલાક લોકો એવા છે જે અવસરવાદી છે. જ્યારે મુશ્કેલી આવે ત્યારે રામ યાદ આવે છે અને બાકીના સમયે રામને ભૂલી જાય છે. તેથી હવે ભગવાન રામ પણ તેમને ભૂલી ગયા છે. જે લોકો રામભક્તો પર ગોળીઓ ચલાવતા હતા અને રામકાજમાં અવરોધ ઉભા કરતા હતા, તેમના માટે હવે કોઈ જગ્યા બચી નથી.

બાબરી માળખાનું પુન:નિર્માણ થવાનું નથી...

બાબરી મસ્જિદના માળખાના પુનઃનિર્માણનું સપનું જોનારાઓને ચેતવણી આપતા તેમણે કહ્યું કે, જે લોકો બાબરી માળખાનું સપનું જોઈ રહ્યા છે, તેમને જણાવી દઈએ કે કયામતનો દિવસ ક્યારેય નહીં આવે. કયામતના દિવસ માટે ન જીવો. અમે કહ્યું હતું કે ‘રામ લલા અમે આવીશું, મંદિર ત્યાં જ બનાવીશું’ અને જુઓ, આજે ત્યાં ભવ્ય મંદિર બની ગયું છે. જોકે કયામતના દિવસ સુધી પણ બાબરી માળખાનું પુનઃનિર્માણ થવાનું નથી.

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

ગુનેગારો અને તોફાની તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હિન્દુસ્તાનમાં કાયદેસર રહેતા શીખો. અહીંનો કાયદો માનશો અને મર્યાદામાં રહેશો તો ફાયદામાં રહેશો. વધુમાં તેમણે કહ્યું કે, જો કોઈ કાયદો તોડશે, તો રસ્તો સીધો જહન્નમ (નરક) તરફ જાય છે. જો કોઈ કાયદો તોડીને જન્નત જવાનું સપનું જોઈ રહ્યું હોય, તો તે ક્યારેય પૂરું નહીં થાય.

Advertisment

આ પણ વાંચો - દિલ્હી પોલીસે જનરલ નરવણેના અપ્રકાશિત પુસ્તક લીક થવાના સંદર્ભમાં FIR દાખલ કરી

2017 પહેલાના યુપીની યાદ અપાવી

સીએમ યોગીએ વિકાસ અને સુરક્ષા વિશે વાત કરતા કહ્યું કે, 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં સ્થિતિ અલગ હતી. દીકરીઓ, મંદિરો અને શાળાઓ સુરક્ષિત નહોતી. કોઈ તહેવાર શાંતિથી મનાવી શકાતો નહોતો અને ગરીબોની જમીન પર કબજો કરી લેવામાં આવતો હતો. આજે સુરક્ષા દરેક વ્યક્તિનો અધિકાર છે અને કોઈ પણ ષડયંત્ર દેશને નબળો પાડી શકશે નહીં.

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ દેશ