youtuber nikocado avocado : યુટ્યુબર નિકોકાડો એવોકાડોએ 114 કિલો વજન ઘટાડ્યું, યુઝર્સ થયા ચકિત

youtuber nikocado avocado : યુટ્યુબર નિકોકાડો એવોકાડોએ કહ્યું કે તેણે બે વર્ષમાં એકપણ નવો વીડિયો બનાવ્યો નથી. તેના બદલે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રીત કરતા પોતાની ચેનલને સક્રિય રાખવા માટે જૂના રેકોર્ડ કરેલા વીડિયો શેર કર્યો હતા

Written by Ashish Goyal
Updated : September 09, 2024 18:29 IST
youtuber nikocado avocado : યુટ્યુબર નિકોકાડો એવોકાડોએ 114 કિલો વજન ઘટાડ્યું, યુઝર્સ થયા ચકિત
youtuber nikocado avocado : લોકપ્રિય યુટ્યુબર નિકોકાડો એવોકાડોએ 114 કિલો વજન ઘટાડ્યું (Image source: Nikocado Avocado/YouTube)

youtuber nikocado avocado : પોતાના મુકબૈંગ વીડિયો માટે લોકપ્રિય યુટ્યુબર નિકોકાડો એવોકાડો બે વર્ષમાં પોતાના વજનમાં અવિશ્વસનીય ઘટાડો કરીને તહલકો મચાવી દીધો છે. એવોકાડોએ તેના વીડિયોમાં દાવો કર્યો છે કે તેણે 114 કિલો વજન ઘટાડ્યું છે. તેની વજન ઘટાડવાની સફરની વિગતો પણ શેર કરી છે. એવોકાડો પોતાની ભોજન સંબંધિત સામગ્રી માટે ઓળખાય છે. નિકોકાડો એવોકાડોનું સાચું નામ નિકોલસ પેરી છે.

પોતાની નવી યુટ્યુબ ચેનલ પર “2 સ્ટેપ્સ અહેડ” શીર્ષક ધરાવતા વીડિયોમાં એવોકાડો કહે છે તેણે બે વર્ષમાં ખાનગી રીતે 250 પાઉન્ડથી વધારે વજન ઓછું કર્યું છે. તે યુટ્યુબ પર પૂર્વ રેકોર્ડ કરેલી સામગ્રી શેર કરીને અપલોડ શેડ્યુલ બનાવી રાખ્યું હતું. આ વીડિયો ઘણો વાયરલ થયો છે અને 20 મિલિયનથી વધુ વખત જોવાયો છે. પ્રશંસકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે તો કેટલાકે પ્રશંશા કરી છે તો કેટલાકે ષડયંત્ર ગણાવ્યું છે.

ચોંકાવનારા વીડિયોમાં નિકોકાડો એવોકાડો ચહેરા પર એક પાંડા પહેરીને શરુઆત કરે છે અને કહે છે કે હું હંમેશા બે કદમ આગળ છું. આ મારા જીવનનો સૌથી મોટો સામાજિક પ્રયોગ રહ્યો છે. તેણે ઉલ્લેખ કર્યો કે તેણે ઘણા લાંબા સપનાથી જાગી ગયો છે જે દરમિયાન તેણે પોતાના શરીરથી 250 પાઉન્ડ વજન ગુમાવી દીધું છે.

આ પણ વાંચો – શા માટે વૈશ્વિક મોડેલો તેમની લા નીનાની આગાહીઓમાં ખોટા સાબિત થયા

ચેનલને સક્રિય રાખવા માટે જૂના રેકોર્ડ કરેલા વીડિયો શેર કર્યો

મસાલેદાર પનીર નૂડલ્સની એક મોટી પેટ ખાતા પહેલા એવોકાડોએ કહ્યું કે તેણે બે વર્ષમાં એકપણ નવો વીડિયો બનાવ્યો નથી. તેના બદલે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રીત કરતા પોતાની ચેનલને સક્રિય રાખવા માટે જૂના રેકોર્ડ કરેલા વીડિયો શેર કર્યો હતા.

એવોકાડોના અવિશ્વનીય વજન ઘટાડા પર ઘણા પ્રશંસકો ચકિત રહી ગયા છે. એક પ્રશંસકે ટિપ્પણે કરી કે આ લગભગ અવાસ્તવિક લાગે છે. અન્ય એક યુઝરે કહ્યું કે તે ફિટનેસ યુટ્યબુર બનવાથી ફક્ત એક કદમ દૂર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ