ન્યૂયોર્ક શહેરના મેયર બન્યા જોહરાન મમદાની, જાણો કોણ છે ભારતીય મૂળના મુસ્લિમ નેતા

New York City new Mayor zohran mamdani : ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય મમદાનીએ આ મહત્વપૂર્ણ મેયરની ચૂંટણીમાં ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો, એક સ્વતંત્ર ઉમેદવાર અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાનો સામનો કર્યો હતો.

Written by Ankit Patel
November 05, 2025 09:52 IST
ન્યૂયોર્ક શહેરના મેયર બન્યા જોહરાન મમદાની, જાણો કોણ છે ભારતીય મૂળના મુસ્લિમ નેતા
ન્યૂયોર્ક શહેરના મેયર બન્યા જોહરાન મમદાની- photo- X @ZohranKMamdani

New York Mayor Election 2025: ભારતીય મૂળના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઝોહરાન મમદાનીએ ન્યૂ યોર્ક સિટી મેયરની ચૂંટણી જીતી લીધી છે. ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય મમદાનીએ આ મહત્વપૂર્ણ મેયરની ચૂંટણીમાં ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો, એક સ્વતંત્ર ઉમેદવાર અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાનો સામનો કર્યો હતો.

ઝોહરાન મમદાનીને 948,202 મત (50.6 ટકા) મળ્યા. ક્યુઓમોને 776,547 મત (41.3 ટકા) મળ્યા, જ્યારે સ્લિવાને 137,030 મત મળ્યા. NYC ચૂંટણી બોર્ડે જણાવ્યું હતું કે 1969 પછી પહેલી વાર બે મિલિયન મત પડ્યા હતા. આમાંથી, મેનહટનમાં 444,439 મત પડ્યા, ત્યારબાદ બ્રોન્ક્સ (187,399), બ્રુકલિન (571,857), ક્વીન્સ (421,176) અને સ્ટેટન આઇલેન્ડ (123,827) આવ્યા.

ઝોહરાન મમદાનીએ તેમની જીત પછી એક વિડિઓ પોસ્ટ કર્યો

પોતાની જીત બાદ, ઝોહરાન મમદાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પોસ્ટ કર્યો. તેમાં સિટી હોલમાં ન્યુ યોર્ક સબવે ગેટ ખુલતો દેખાય છે, અને દિવાલ પર “ઝોહરાન ફોર ન્યુ યોર્ક સિટી” લખેલું છે. સિટી હોલ એ જગ્યા છે જ્યાં મેયરનું કાર્યાલય આવેલું છે.

ઝોહરાન મમદાનીની કોણ છે?

ઝોહરાનનો જન્મ 1991 માં યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં થયો હતો. તેમના પિતા કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રખ્યાત પ્રોફેસર હતા. તેમના પિતાનું નામ મોહમ્મદ મમદાનીની હતું, જ્યારે તેમની માતા ભારતીય-અમેરિકન ફિલ્મ દિગ્દર્શક મીરા નાયર છે. તેમના પિતા કેપ ટાઉન યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. 2018 માં તેમણે યુએસ નાગરિકતા મેળવી.

2020 માં મમદાનીએ તેમની પહેલી ચૂંટણી લડી હતી

રાજકારણમાં પ્રવેશતા પહેલા, ઝોહરાન એક સામાજિક કાર્યકર તરીકે કામ કરતા હતા. તેમણે ન્યૂ યોર્કમાં ફોરક્લોઝર કાઉન્સેલર તરીકે કામ કર્યું હતું, ઓછી આવક ધરાવતા પરિવારોને મદદ કરી હતી. તેમણે જોયું કે અહીંની સમસ્યાઓ માત્ર આર્થિક જ નહીં પણ નીતિ સંબંધિત પણ હતી. આના કારણે તેમણે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચોઃ- UPS cargo plane crash : અમેરિકાના લુઇસવિલેમાં કાર્ગો વિમાન ક્રેશ, 3 લોકોના મોત, 11 ઘાયલ, જુઓ Video

2020 માં તેમણે ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીની ટિકિટ પર ન્યૂ યોર્ક એસેમ્બલીના 36મા ડિસ્ટ્રિક્ટમાં જીત મેળવીને તેમની પહેલી ચૂંટણી લડી હતી. હવે, તેમણે ન્યૂ યોર્ક મેયર પ્રાઇમરીમાં ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને હરાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ