/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-family-tree-1-2026-01-28-14-48-21.jpg)
Ajit Pawar : અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. Photograph: (@AjitPawarSpeaks)
/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-death-2026-01-28-14-48-40.jpg)
Maharashtra Deputy CM Ajit Pawar Death : મહારાષ્ટ્રના નાયબ CM અજતિ પવારનું નિધન
અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે. તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી હતા. તેઓ 28 જાન્યુઆરી, 2026ના રોજ મુંબઇથી બારામતી જઇ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ વખતે વિમાન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-plane-crash-photo-2026-01-28-14-50-44.jpg)
અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થતા રાજકારણમાં શોકનો માહોલ
અજિત પવારના આસ્કમિક નિધનથી મહારાષ્ટ્ર સહિત ભારતના રાજકારણમાં શોકની લાગણી છે. અજિત પવાર મહારાષ્ટ્રના રાજાકારણમું મોટું નામ માનવામાં છે. તેઓ 13 વર્ષમાં 5 વખત મહારાષ્ટ્રના નાયબ સીએમ બન્યા છે. રાજકીય પરિવારમાંથી આવતા અજિત પવારના કુટુંબમાં કોણ કોણ છે? જાણો
/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-family-tree-2026-01-28-14-52-41.jpg)
પવાર પરિવારનો મહારાષ્ટ્રના રાજકારણમાં પાવર
મહારાષ્ટ્રના રાજકારણમાં પવાર પરિવાર એક અગ્રણી અને પ્રભાવશાળી છે. અજિત પવાર એનસીપી નેતા શરદ પવારના સગા ભત્રીજા છે. કાકાના પગલે ચાલી અજિત પવાર રાજકારણમાં પ્રવેશ્યા હતા. અજિત પવારનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગરના દેલાલી દેવલાલી પ્રવરામાં 22 જુલાઇ, 1959માં થયો હતો. તેમના પિતા અનંતરાવ પવાર અને માતા આશાતાઈ પવાર હતા. તેઓ શરદ પવારના નાના ભાઈના પુત્ર છે. શરદ પવાર ચાર વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-wife-sunetra-pawar-2026-01-28-14-54-12.jpg)
અજિત પવારના પત્ની રાજ્યસભાના સાંસદ
અજિત પવારના લગ્ન સુનેત્રા પવાર સાથે વર્ષ 1985માં થયા હતા. સુનેત્ર પવાર પણ રાજકારણમાં સક્રિય છે. સુનેત્રા પવાર હાલ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ છે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સભ્ય છે. સુનેત્રા પવાર બારામતી ટેક્સટાઇલ કંપનીના અધ્યક્ષ અને ભારતના પર્યાવરણીય મંચના સીઈઓ પણ છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-family-2026-01-28-14-54-38.jpg)
અજિત પવારને કેટલા સંતાન છે?
અજિત પવારને બે પુત્ર છે - પાર્થ પવાર અને જય પવાર. મોટા પુત્ર એ રાજકારણમાં પ્રવેશ કર્યો છે, ત્યારે નાનો પુત્ર રાજકારણથી દૂર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us