/indian-express-gujarati/media/media_files/2026/01/07/bipasha-basu-birthday-celebration-2026-01-07-10-36-02.jpg)
Bipasha Basu Birthday Celebration : બિપાશા બાસુ જન્મદિવસ. Photograph: (Instagram)
/indian-express-gujarati/media/media_files/2026/01/07/bipasha-basu-2026-01-07-10-36-17.jpg)
Bipasha Basu 46th Birthday : આજે બિપાશા બાસુનો 46મો જન્મદિવસ
બિપાશા બાસુ બોલીવુડ અભિનેત્રી છે, જેણે ઓછા સમયમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી લોકપ્રિયતા મેળવી છે. બિપાશા બાસુ આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. બિપાશા બાસુનો જન્મ 7 જાન્યુઆરી, 1979ના રોજ દિલ્હીમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. તેણે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોમાં ખાસ સ્થાન બનાવ્યું છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/bipasha-basu-photo-2026-01-07-10-36-59.jpg)
બિપાશા બાસુએ સુંદરતાની વ્યાખ્યા બદલી
બિપાશા બાસુ હાલ ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના અંગત જીવનને લગતા અપડેટ્સ બધા સાથે શેર કરતી રહે છે. બિપાશા બાસુએ બોલીવુડ અભિનેત્રીઓ માટે સુંદરતા વ્યાખ્યા પણ બદલી હતી. સફેદ દૂધ જેવી સ્ક્રીનના બદલે શ્યામ વર્ણની યુવતી પણ સફળ બોલીવુડ હિરોઇન બની શકે છે, તે બિપાશા બાસુ એ સાબિત કરી બતાવ્યું છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/bipasha-basu-saree-2026-01-07-10-37-10.jpg)
બિપાશા બાસુ બંગાળી પરિવારમાં જન્મ અને અભ્યાસ
બિપાશા બાસુનો જન્મ એક બંગાળી પરિવારમાં થયો હતો અને તેણે દિલ્હીથી પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ પછી તે મોડેલિંગ-એક્ટિંગમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવી હતી. અભિનેત્રીએ વર્ષ 2001માં ફિલ્મ 'અજનબી'થી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી એણે બીજી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, જેમાંથી કેટલીક હિટ નીવડી હતી, જ્યારે કેટલીક ફ્લોપ નીવડી હતી.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/bipasha-basu-images-2026-01-07-10-37-18.jpg)
બિપાશા બાસુ 15 વર્ષમાં 41 ફિલ્મ
બિપાશા બાસુએ પોતાની કારકિર્દીમાં 41 ફિલ્મો કરી છે. સૌથી પહેલા તેની ફિલ્મ 'અજનબી' આવી હતી, જે બોક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઈ હતી. આ પછી અભિનેત્રીએ વર્ષ 2002માં ત્રણ ફિલ્મો કરી હતી, જેમાંથી 'રાઝ' સૌથી સુપરહિટ નીવડી હતી. આ ફિલ્મમાં અભિનેતા ડીનો મોરિયા સાથે તેની જોડી બહુ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મના હોટ સિન્સ અને ગીત બહુ ફેમસ થયા હતા. જો કે ચોર મચાયે શોર, ગુનાહ બંને ફ્લોપ નીવડી હતી. ત્યાર બાદ વર્ષ 2003માં અભિનેત્રીએ ત્રણ ફિલ્મો કરી હતી જેમાં જિસ્મ ફિલ્મ સુપરહિટ રહી હતી, તો ફૂટપાથ ફ્લોપ રહી હતી જ્યારે ઝમીન એવરેજ સાબિત થઇ હતી.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/bipasha-basu-husband-2026-01-07-10-37-27.jpg)
2 વર્ષમાં 10 ફિલ્મો
આ પછી બિપાશા બાસુએ પોતાની ફિલ્મ કારકિર્દી લંબાવી હતી અને વર્ષ 2004-2005માં 10 ફિલ્મો કરી હતી, જેમાંથી મોટાભાગની ફ્લોપ રહી હતી. ફ્લોપ ફિલ્મોની યાદીમાં ઇશ્ક હૈ તુમસે, સન્ડે, રુદ્રાક્ષ, મદહોશી, રખ્ત, શિખર અને બરસાતનો સમાવેશ થાય છે. તો બીજી બાજુ અપહરણ અને નો એન્ટ્રી મૂવી હિટ થઇ હતી. જ્યારે ચેહરા મૂવી એવરેજ સાબિત થઈ હતી. આટલી બધી ફિલ્મો ફ્લોપ નીવડ્યા બાદ બિપાશાની કારકિર્દીમાં થોડો બ્રેક લાગ્યો હતો.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/bipasha-basu-love-affairs-2026-01-07-10-37-36.jpg)
બિપાશા બાસુ 6 અભિનેતા સાથે અફેર
બિપાશા બાસુ તેના લવ રિલેશન અને અફેરને લઇને પણ ઘણી ચર્ચામાં રહી છે. બિપાશા બાસુનું નામ 6 વ્યક્તિઓ સાથે જોડાયું છે. જેમાં મિલિંદ સોનમ, રાઝ ફિલ્મના એક્ટર ડિનો મોરિયા છે. જોન અબ્રાહમ સાથે બિપાશા બાસુના રિલેશન 9 વર્ષ સુધી ચાલ્યા હતા. ત્યારબાદ બાહુબલી ફિલ્મના રાણા દગ્ગુબાતી સાથે પણ નામ ચર્ચાયું હતું. બંને 2011માં દમ મારો દમ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ સૈફ અલી ખાન અને હરમન બાવેજા સાથે પણ બિપાશા બાસુનું નામ જોડાયું હતું. વર્ષ 2015માં ફિલ્મ એલોનના સેટ પર એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે બિપાશા બાસુની મુલાકાત થઇ હતી.
/indian-express-gujarati/media/media_files/2026/01/07/bipasha-basu-karan-singh-grover-2026-01-07-10-37-45.jpg)
બિપાશા બાસુ 3 વર્ષ નાના એક્ટરની ત્રીજી પત્ની બની
આ પછી પણ નસીબે બિપાશા બાસુને બહુ સાથે આપ્યો નહીં. 2008 થી 2015 ની વચ્ચે તેમની ઘણી ફિલ્મો જેમ કે અલોન, ક્રિએચર, હમશકલ્સ, આત્મા, જોડી બ્રેકર્સ, પ્લેયર્સ, દમ મારો દમ, આક્રોશ, લમ્હા અને પંખ ફ્લોપ રહી હતી. બીજી બાજુ હિટ લિસ્ટમાં માત્ર ઓલ ધ બેસ્ટ અને રાઝ 3 ફિલ્મનું નામ હતું. હાલ અભિનેત્રી મોટા પડદાથી દૂર છે અને તેની પુત્રી દેવી, પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાનું લગ્નજીવન માણી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us