Akshaya Tritiya Tulsi Upay : અક્ષય તૃતીયા પર કરો આ તુલસી ઉપાય, પુરી થશે મનોકામના
Akshaya tritiya tulsi upay : માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે. અક્ષય તૃતિયાના દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાય છે. (All photos credits freepik)
આ દિવસ મુખ્ય રૂપથી માતા લક્ષ્મીની પૂજા અર્ચના માટે સમર્પિત છે. સાથે જ આ દિવસે પિતૃઓને પણ પ્રસન્ન કરવા માટે ઉપાય કરવામાં આવે છે. અક્ષય તૃતિયાના દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાય છે. જેને કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે.
અખાત્રીજના દિવસે તુલસી માતાની પૂજા જરૂર કરવી જોઈએ. સાંજે ઘરે ઘીનો એક દિવો પણ પ્રગટાવવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ધન અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં લાભ મળે છે.
માન્યતા અનુસાર અખાત્રીજના દિવસે પિતૃઓને જે પણ ભોજન પસંદ હતું તે બનાવીને જરૂરતમંદ લોકોમાં દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આવું કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળવાની સાથે કરિયરમાં પણ લાભ મળે છે.