Ambaji bhadarvi Poonam day 2 : ઉત્તર ગુજરાતના સીમાડે આવેલા શક્તિપીઠ એવા અંબાજીમાં ભાદરવી મેળો શરુ થઈ ગયો છે. આજે 13 સપ્ટેમ્બર 2024, શુક્રવારે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ છે. મેળાના પહેલા દિવસે આશરે બે લાખથી વધારે ભક્તોએ જગતજનની માતા અંબેના દર્શન કરીને પાવન થયા હતા. (photo - X @TempleAmbaji)
હિન્દુ ધર્મમાં ભાદરવી પૂનમમાં અલગ મહત્વ છે. શક્તિપીઠો પૈકીની એક શક્તિપીઠ એવા અંબાના ધામ અંબાજીમાં અત્યારે માઈ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે. (photo - X @TempleAmbaji)
બોલ માડી અંબે જય જય અંબેના … નાદથી અંબાજી ગૂંજી રહ્યું છે. સમગ્ર અંબાજીમાં ભક્તિની નદી વહી રહી છે. ભક્તિમય માહોલમાં અંબાજી ડૂબી ગયું છે. (photo - X @TempleAmbaji)
લાખો ભક્તો અંબાજી મંદિરમાં બીરાજમાન મા અંબેના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. અનેકો ભક્તો સંઘ સાથે પણ અંબાજી ધામમાં પહોંચી રહ્યા છે અને મા જગતજનની અંબાના દર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત પહેલા દિવસે મોહનથાળ પ્રસાદના 1.68 લાખ પેકેટનું વેચાણ થયું હતું. (photo - X @TempleAmbaji)
આજે 13 સપ્ટેમ્બર 2024 શુક્રવારે ભાદરવી પૂનમનો બીજો દિવસ છે. સતત બીજા દિવસે પણ અંબાજી મંદિરમાં માતાના ભક્તો, શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. માતાજીના મંદિરનો ચોક ભક્તોથી ઊભરાઈ રહ્યો છે. (photo - X @TempleAmbaji)
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દૈનિક રિપોર્ટ અનુસાર સાંજના 5:00 વાગ્યા સુધી 1,93,220 માઇભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. 1,68,250 મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું હતું. ત્યારે ચીકીના પેકેટ વિતરણ 1930 થયા હતા. તો ભક્તોએ 1.000 ગ્રામ સોનાનું દાન કર્યું હતું.(photo - X @TempleAmbaji)