સોનું પહેરવું આવા લોકો માટે અશુભ છે, જીવનમાં આવે છે નકારાત્મક અસર
Avoid Wearing Gold: સોનાને ભલે ધન, વૈભવ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે પણ તે પહેરવું દરેક માટે શુભ નથી. જ્યોતિષીય માન્યતા અનુસાર જો તમે અહીં દર્શાવેલ શ્રેણીઓમાં આવો છો તો તમારે સોનું પહેરવાનું ટાળવું જોઈએ
Avoid Wearing Gold: સોનું દરેક વ્યક્તિ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેને ફક્ત એક સુંદર આભૂષણ જ માનવામાં આવતું નથી, પરંતુ ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પણ તેનું વિશેષ મહત્વ છે. હિન્દુ શાસ્ત્રોમાં સોનાનો સંબંધ ગુરુ બૃહસ્પતિ સાથે માનવામાં આવ્યો છે. (Photo Source: Indian Express)
કેટલાક લોકો માટે સોનું પહેરવું અશુભ સાબિત થઈ શકે છે અને તેમના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. ચાલો જાણીએ કે કયા લોકોએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ.(Photo Source: Pexels)
વૃષભ રાશિ વાળા : વૃષભ રાશિના લોકો માટે સોનું પહેરવું ઘણી રીતે હાનિકારક સાબિત થઈ શકે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઇ શકે છે અને સકારાત્મક ઉર્જાનો અંત આવી શકે છે. સોનું પહેરવાથી તેમના કામમાં અવરોધો આવી શકે છે, તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે અને નાણાકીય નુકસાન પણ થઈ શકે છે. એટલું જ નહીં સોનું ચોરાઈ જવાની કે ખોવાઈ જવાની પણ શક્યતા વધુ રહે છે. (Photo Source: Indian Express)
મકર રાશિ વાળા : મકર રાશિ વાળા લોકો માટે સોનું પહેરવું અશુભ માનવામાં આવે છે. સોનું પહેરવાથી તેમની નિર્ણય શક્તિ પર અસર પડી શકે છે અને તેમનું કાર્ય બનતા-બનતા બગડી શકે છે. આ ઉપરાંત સોનું પહેરવાથી તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ ખાસ કરીને પેટ અને ત્વચાની સમસ્યાઓ વધી શકે છે. કારકિર્દીમાં સફળતા મેળવવામાં અડચણો આવી શકે છે અને જીવનમાં નકારાત્મક ઉર્જાની અસર દેખાવા લાગે છે. (Photo Source: Indian Express)
કુંભ રાશિ વાળા : કુંભ રાશિના જાતકો માટે સોનું પહેરવું શુભ માનવામાં આવતું નથી. સોનું પહેરવાથી તેમના સંબંધોમાં ખટાશ આવી શકે છે, સારા દિવસો સમાપ્ત થઈ શકે છે અને પૈસાનું નુકસાન પણ થઈ શકે છે. તેમને પારિવારિક જીવન અને કારકિર્દી બંનેમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમને વ્યવસાયમાં નુકસાન પણ સહન કરવું પડી શકે છે. ઉપરાંત, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને સોનું ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની શક્યતા પણ રહે છે. (Photo Source: Indian Express)
જે લોકોની કુંડળીમાં બૃહસ્પતિ નબળો હોય : જો કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય તો આવા લોકોએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. સોનું પહેરવાથી તેમનું નસીબ ધીમું પડી શકે છે અને જીવનમાં પ્રગતિ અટકી શકે છે. (Photo Source: Indian Express)
મૂળાંક 08 વાળા લોકો : જે લોકોનો મૂળાંક 08 છે (એટલે કે જન્મ તારીખનો કૂલ આંડકો 8 છે) તેમણે સોનું પહેરવાનું ટાળવું જોઈએ. સોનું તેમના માટે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ક્યારેક તે ગંભીર નાણાકીય કટોકટીનું કારણ પણ બની શકે છે. (Photo Source: Pexels)
લોખંડનું કામ કરતા લોકો : હિન્દુ ધર્મ શાસ્ત્ર અનુસાર જે લોકો લોખંડના વેપાર અથવા કામ સાથે સંકળાયેલા છે તેમણે સોનું પહેરવાનું ટાળવું જોઈએ. તેમના કામ પર નકારાત્મક અસર પડી શકે છે અને તેમને તેમની મહેનતનું યોગ્ય ફળ મળતું નથી. (Photo Source: Pexels)