રામ મંદિરના શિખર પર લહેરાશે અમદાવાદમાં નિર્માણ થયેલા ધ્વજદંડ, નેતાથી લઇ જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી
Ayodhya Ram Mandir Dhwaj Dand :
અયોધ્યાના રામ મંદિરના શિખર પર મુખ્ય ધ્વજદંડની સાથે અન્ય 7 ધ્વજદંડ લગાડવામાં આવ્યા છે. જેમાં મુખ્ય ધ્વજદંડના નિર્માણની કામગીરી અમદાવાદની શ્રી અંબિકા એન્જીનિયરિંગ વર્કર્સ કંપનીને સોપવામાં આવી છે.
અયોધ્યાના રામ મંદિરના શિખર પર ગુજરાતના અમદાવાદમાં બનેલા ધ્વજ દંડ મંદિરની શોભા વધારશે. રામ મંદિરના મુખ્ય ધ્વજદંડનું નિર્માણ અમદાવાદમાં ગોતા સ્થિત એક ફેક્ટરીમાં કરવામાં આવ્યું છે. (Express photo by Nirmal Harindran)
રામ મંદિરના ધ્વજદંડના નિર્માણની કામગીરી અમદાવાદની શ્રી અંબિકા એન્જીનિયરિંગ વર્કર્સ નામની કંપનીને સોપવામાં આવી છે. હાલ ધ્વજદંડ તૈયાર થઇ ગયો છે અને લોકોના દર્શનાર્થે મુકવામાં આવ્યો છે.
રામ મંદિરના શિખર પર મુખ્ય ધ્વજદંડની સાથે અન્ય 7 ધ્વજદંડ લગાડવામાં આવ્યા છે. જેમાં મુખ્ય ધ્વજદંડના નિર્માણની કામગીરી શ્રી અંબિકા એન્જીનિયરિંગ વર્કર્સ કંપનીને સોપવામાં આવી છે. (www.srjbtkshetra.org / Express photo by Nirmal Harindran)
અમદાવાદની શ્રી અંબિકા એન્જીનિયરિંગ વર્કર્સ કંપનીમાં રામ મંદિરના મુખ્ય ધ્વજદંડ જાહેર જનતાના દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. જનતાથી લઇ નેતા સુધી રામ મંદિરના ધ્વજદંડના પહોંચી દર્શન કરવા આવી રહ્યા છે. (Express photo by Nirmal Harindran)
રામ મંદિરના મુખ્ય ધ્વજદંડના લોકો બે હાથ જોડી પ્રણાણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. રામ મંદિરના મુખ્ય ધ્વજદંડના દર્શન કર્યા બાદ સેલ્ફી પડાવતા લોકો. (Express photo by Nirmal Harindran)