Bageshwar Baba Tips: ઘરમાં લક્ષ્મી કેમ ટકતી નથી? બાગેશ્વેર બાબા પાસેથી જાણો 5 કારણ
Bageshwar Baba Tips: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક પ્રવચનમાં એવી 5 ભૂલો વિશે જણાવ્યું છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઇ ઘર માંથી ચાલ્યા જાય છે.
Bageshwar Baba Tips : બાગેશ્વાર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી એક પ્રખ્યાત વાર્તાકાર છે અને તેઓ તેમના દિવ્ય દરબારને કારણે સમાચારોમાં રહે છે. માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ બાગેશ્વર બાબા પોતાનો દરબાર લગાવે છે. આ જ કારણ છે કે આજે તેમના લાખો ચાહકો છે. (Photo: @bageshwardham)
Bageshwar Baba Video : બાગેશ્વાર બાબા વીડિયો બાગેશ્વર બાબાના સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો છે. જેમા તેમનો એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાં તેમણે આ વીડિયોમાં આવી ભૂલો વિશે જણાવ્યું છે, જેના કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘર છોડી જતા રહે છે. ચાલો જાણીયે કઇ આ ભૂલો છે તેના કારણે ઘરમાં લક્ષ્મી ટકતી નથી (Photo: @bageshwardham)
લક્ષ્મી ઘરમાં ન ટકવાના 5 કારણ માતાપિતાનો આદર ન કરવો જે ઘરમાં માતા-પિતાનું સન્માન નથી થતું તે ઘરમાં દેવી લક્ષ્મી વાસ નથી કરતી. તેથી જ બાગેશ્વર બાબા કહે છે કે, વ્યક્તિએ હંમેશાં માતાપિતા, વડીલો અને ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે. (Photo: Freepik)
પૂજા પાઠ ન કરવા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું કહેવું છે કે જે ઘરમાં પૂજા નિયમિત રીતે નથી થતી ત્યાં દેવી લક્ષ્મી ક્યારેય નથી આવતી. આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય આવતા નથી. એવું માનવામાં આવે છે કે જ્યાં નિયમિત પૂજા કરવામાં આવે છે, ત્યાં ધનની દેવીનું આગમન થાય છે. (Photo: Canva)
રાત્રે રસોડામાં એઠા વાસણ રાખવા બાગેશ્વર બાબાના જણાવ્યા અનુસાર દેવી લક્ષ્મી રાત્રે રસોડામાં એઠા વાસણ રાખવાથી નારાજ થાય છે. આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય રહેતી નથી. ઉત્તર દિશામાં ક્યારેય કચરો અને સાવરણી ન રાખવી. આમ કરવાથી ઘરમાં ગરીબી રહે છે. (Photo: Freepik)
કુળદેવીની પૂજા ન કરવી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, ઘણી વખત વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે કારણ કે તે તેમની કુળદેવીની પૂજા કરતા નથી. એવું કહેવામાં આવે છે કે નિયમિતપણે પોતાની કુળદેવીની પૂજા કરવાથી વાસ્તુ દોષ માંથી છૂટકારો મળે છે. સાથે જ દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે. (Photo: Canva)
ભગવાનને દોષ આપવો ધીરેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા મુજબ જે લોકો હંમેશા ભગવાનને દોષ આપતા રહે છે અને પોતાના દુઃખ માટે રડે છે તેવા ઘરે માતા લક્ષ્મી ક્યારેય જતી નથી. માતા લક્ષ્મી આવા લોકો પર નારાજ થાય છે. એટલે જ બાગેશ્વર બાબા કહે છે કે, ગમે તેવી પરિસ્થિતિ હોય પણ ભગવાનની પૂજા અચૂક કરવી જોઈએ. (Photo: Freepik) (ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)