travel tips : ચૈત્ર નવરાત્રીમાં ગુજરાતના આ દુર્ગા મંદિરોનો ચોક્કસ કરો પ્રવાસ, આસ્થાના અજોડ સ્થળો
chaitra navratri travels tips: ચૈત્ર નવરાત્રીમાં દુર્ગામાતાની ઉપાસના કરવાનું આવું મહત્વ છે. આ સમયે લાખો ભક્તો દુર્ગામાતાના વિવિધ મંદિરોએ દર્શન કરવા જાય છે. ત્યારે ચૈત્ર મહિના દરમિયાન તમે ગુજરાતમાં આવેલા વિવિધ માતાજીના મંદિરોએ દર્શન કરવા જઈ શકો છો.
Chaitra navratri travels tips: ગુજરાતમાં દેવી-દેવતાઓના અનેક મંદિરો છે. 30 માર્ચ 2025થી ચૈત્ર મહિનો શરૂ થાય છે. આ મહિનામાં નવરાત્રી પણ આવે છે જેને ચૈત્ર નવરાત્રી પણ કહેવાય છે. ચૈત્ર નવરાત્રીમાં દુર્ગામાતાની ઉપાસના કરવાનું આવું મહત્વ છે. આ સમયે લાખો ભક્તો દુર્ગામાતાના વિવિધ મંદિરોએ દર્શન કરવા જાય છે. ત્યારે ચૈત્ર મહિના દરમિયાન તમે ગુજરાતમાં આવેલા વિવિધ માતાજીના મંદિરોએ દર્શન કરવા જઈ શકો છો. (photo-Gujarat tourisum)
અંબાજી મંદિર : અંબાજી મંદિર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંબાજી શહેરમાં આવેલું છે. આ મંદિરને દેવી અંબેનું શક્તિપીઠ માનવામાં આવે છે, જે મા દુર્ગાનું સ્વરૂપ છે. મંદિરમાં એક વિશ્વ યંત્ર સ્થાપિત છે જેના પર 'શ્રી' શબ્દ અંકિત છે. તે વાસ્તવમાં દેવીનું પ્રતીક છે. (photo-Gujarat tourisum)
કાળીમાતાનું મંદિર, પાવાગઢ: કાળી માતાનું મંદિર એ ભારતના ગુજરાત રાજ્યમાં પાવાગઢ પર્વત પર આવેલું એક હિન્દુ મંદિર છે. આ મંદિર હિન્દુ દેવી કાલીને સમર્પિત છે, જેને હિન્દુ દેવી શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. (photo-Gujarat tourisum)
બહુચર માતાનું મંદિર, બહુચરાજી : બહુચરાજી માતાનું મૂખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે. આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. નવરાત્રી દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહીં ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. ત્યારબાદ દશેરાના દિવસે સવારે માતાજીની પાલખી નીકળે છે. (photo-Gujarat tourisum)
આશાપુરા દેવી મંદિર : માતા નો મધ મા એ આશાપુરાનું એક શાંત આધ્યાત્મિક સ્થળ છે. આ પ્રાચીન મંદિર ગુજરાતના ભુજ શહેરથી લગભગ 138 કિલોમીટરના અંતરે આવેલું છે. ગુજરાતમાં ઘણા સમુદાયો દેવી આશાપુરાને તેમના પારિવારિક દેવતા તરીકે પૂજે છે. એવું કહેવાય છે કે માતા આશાપુરા તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રી દરમિયાન મંદિરની આસપાસ વાર્ષિક મેળો પણ ભરાય છે.(photo-social media)
ચામુંડ માતાનું મંદિર, ચોટીલા: ચામુંડ માતાનું મંદિર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલં છે. પર્વત ઉપર માતા ચામુંડમાં બીરાજમાન છે. આ મંદિરનું ઐતિહાસિક મહતવ પણ છે. લાખો લોક આ મંદિરે દર્શાનાર્થે આવે છે. (photo-social media)