ચારધામ યાત્રા 2024: કેદારનાથ મંદિર નજીક ફરવાના 7 શ્રેષ્ઠ સ્થળ, યાત્રા સાથે પ્રવાસની મજા
Best Places To Visit Near Kedarnath Temple: ચારધામ યાત્રા 2024 કેદારનાથ મંદિરના કપાટ ખુલવાની સાથે શરૂ થઇ ગઇ છે. કેદારનાથ મંદિર અને તેની આસપાસ ફરવા લાયક ઘણા સ્થળો છે. અહીં તમે યાત્રા સાથે પ્રવાસનો અદભુત અનુભવ માણી શકો છો.
ચારધામ યાત્રા 2024 શરૂ ચારધામ યાત્રા 2024 કેદારનાથના કપાટ ખુલવાન સાથે શરૂ થઇ ગઇ છે. હિંદુ પંચાગ અનુસાર ચારધામ યાત્રામાં દર વર્ષે અખાત્રીજ પર કેદારનાથ મંદિરના કપાટ ખુલે છે. આ વર્ષે પણ હજારો ભક્તો કપાટ ખુલવાના સમયે કેદારનાથ મંદિર પહોંચ્યા છે અને લાખો લોકો જવાની તૈયારી કરી રહ્યા છે. ચારધામ યાત્રામાં કેદારનાથ મંદિર, બદ્રિનાથ મંદિર, ગંગોત્રી મંદિર અને યમનોત્રી મંદિરના દર્શન કરવામાં આવે છે. (Photo - Social Media)
કેદારનાથ મંદિર - ચારધામ યાત્રાનું સૌથી સુંદર અને પવિત્ર સ્થળ કેદારનાથ મંદિર હિમાલયની બરફાચ્છાદિત પર્વતો વચ્ચે આવેલું ચારધામનું સૌથી સુંદર અને પર્વિત્ર યાત્રાધામ છે. ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં કેદારનાથ મંદિરનો સમાવેશ થાય છે. કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં એક વિશાળ શિલાની પૂજા કરવામાં આવે છે. (Photo - Social Media)
કેદારનાથ મંદિર - ચારધામ યાત્રાનું સૌથી સુંદર અને પવિત્ર સ્થળ કેદારનાથ મંદિર હિમાલયની બરફાચ્છાદિત પર્વતો વચ્ચે આવેલું ચારધામનું સૌથી સુંદર અને પર્વિત્ર યાત્રાધામ છે. ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં કેદારનાથ મંદિરનો સમાવેશ થાય છે. કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં એક વિશાળ શિલાની પૂજા કરવામાં આવે છે. (Photo - Social Media)
ચંદ્રશિલા (Chandrashila) રુદ્રપ્રયાગ જિલ્લામા ચંદ્રશિલા ફરવા લાયક સ્થળ છે. ચંદ્રશિલા 3679 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ચંદ્રશિલા પર સરળતાથી પહોંચી શકાતુ હોવાથી તે ટ્રેકિંગ માટે લોકપ્રિય સ્થળ છે. ડિસેમ્બર થી જાન્યુઆરી સિવાયના મહિનામાં અહીં ટ્રેકિંગ સંબંધિત એક્ટિવિટી થતી રહે છે. ચંદ્રશિલા ટ્રેકને મધ્યમ સ્તરના ટ્રેક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમા એક સપ્તાહ જેટલો સમય લાગે છે. (Photo - Social Media)
ચોપટા (Chopta) ચોપટા 2900 મીટરની ઉંચાઇ પર આવેલું ઉત્તરાખંડનું પ્રખ્યાત ટ્રેકિંગ સ્પોટ છે. અહીં જ પ્રસિદ્ધ તુંગનાથ મંદિર છે. બરફથી ઢંકાયેલા પર્વત પર ટ્રેકિંગ કરવાનો અદભુત અનુભવ મળે છે. તો રમણીય ઉંચા પર્વત અને લીલાછમ મેદાનો જોઇ આંખોને ઠંડક મળે છે. (Photo - Social Media)
ગૌરીકુંડ (Gaurikund) ગૌરીકુંડ એ કેદારનાથના પવિત્ર મંદિર સુધી 14 કિમીની યાત્રાનું શરૂઆતનો મહત્વપૂર્ણ સ્થળ છે. ગૌરીકુંડ સમુદ્નીર સપાટીથી 1,982 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ સ્થળનું નામ ભગવાન શિવની પત્ની દેવી પાર્વતીના નામ પરથી રાખવામાં આવ્યું છે અને અહીં ગૌરી મંદિર પણ આવેલું છે. પૌરાણિક કથાઓ અને દંતકથાઓ અનુસાર ગૌરીકુંડ એ જ સ્થળ છે ત્યાં દેવી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પામવા તપસ્યા કરી હતી. (Photo - Social Media)
સોનપ્રયાગ (Sonprayag) સોનપ્રયાગ 1829 મીટરની ઉંચાઈ પર આવેલું રમણીય સ્થળ છે. સોનપ્રયાગની સુંદરતા દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓને ખેંચી લાવે છે. આ નાનકડું ગામ બે પવિત્ર નદીઓ - મંદાકિની અને બાસુકીના સંગમ પર આવેલું છે. ઉંચા બરફથી ઢંકાયેલા પર્વતોથી ઘેરાયેલું, આ સ્થાન એક અવિશ્વસનીય શાંતિ પ્રદાન કરે છે. (Photo - Social Media)
વાસુકીતાલ (VasukiTal) વાસુકીતાલ એક પવિત્ર સ્થળ છે, જે હિમાલયના ઊંચા પર્વતીય શિખરોથી ઘેરાયેલું છે. વાસુકી તાલ કેદારનાથના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે, જે તેના સ્પષ્ટ અને સાફ પાણી માટે પ્રખ્યાત છે. બરફીલા પહાડોની વચ્ચે 4135 મીટરની ઉંચાઈ પર સ્થિત વાસુકીતાલ જવાનો લાહવો ખરેખર અવિશ્વસનીય હોય છે. (Photo - Social Media)
અગસ્ત્યમુનિ (Agastyamuni) અગસ્ત્યમુનિ મંદિર માટે અગસ્ત્ય ઋષિના નામથી પ્રખ્યાત છે. પ્રાચીન માન્યતા અનુસાર અગસ્ત્ય ઋષિએ લગભગ એક વર્ષ સુધી અહીં તપ કર્યું હતું. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા આ પવિત્ર મંદિરમાં બૈસાખીની ઉજવણી દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ઉંચા પર્વતો પર આવેલું પૌરાણિક મંદિર સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. (Photo - Social Media)
શંકરાચાર્ય સમાધિ (Shankaracharya Samadhi) ભારતના મહાન દાર્શનિક આદિ શંકરાચાર્યની સમાધિ પ્રસિદ્ધ યાત્રાધામ છે. આદિ શંકરાચાર્ય એ કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હોવાનું કહેવાયું છે. ઇતિહાસનું માનીયે તો આદિ શંકરાચાર્ય એ સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે સમગ્ર ભારત ભ્રમણ કર્યું હતું. આદિ શંકરાચાર્ય કેદારનાથ આવ્યા હતા અને 8મી સદીમાં આ પવિત્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને હિંદુ ધર્મના ચારધામ મઠ પૈકીના એક મઠમાંથી એકની સ્થાપના કરી હતી. શંકરાચાર્ય સમાધિ ભક્તો માટે એક સુંદર - શાંત અને પવિત્ર સ્થળ છે. (Photo - Social Media)