Dhanteras 2025 : ધનતેરસના દિવસે ભૂલથી પણ ઘરે ના લાવો આ વસ્તુઓ, માનવામાં આવે છે અશુભ
Dhanteras 2025 : આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરને શનિવારના રોજ ઉજવવામાં આવશે. લોકો ધનતેરસ પર ઘણી ખરીદી પણ કરે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે આ વસ્તુઓ ખરીદવી અત્યંત અશુભ માનવામાં આવે છે. જાણો આ વસ્તુઓની યાદી
Dhanteras 2025 : આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરને શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, ધન્વંતરી દેવ અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. લોકો ધનતેરસ પર ઘણી ખરીદી પણ કરે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે આ વસ્તુઓ ખરીદવી અત્યંત અશુભ માનવામાં આવે છે. (Photo: Pexels)
ધનતેરસ પર કાચના વાસણો ન ખરીદવા જોઈએ. તેનો સંબંધ રાહુ સાથે હોય છે. તેથી ધનતેરસના દિવસે કાચના વાસણો ખરીદવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. (Photo: Pexels)