Shiv Mandir In Gujarat: ગુજરાતના પ્રખ્યાત 8 શિવ મંદિર અને મહત્વ, શ્રાવણમાં દેવ દર્શન સાથે પ્રવાસનો આનંદ
Famous Shiv Mandir Darshan In Gujarat In Sawan: શ્રાવણ માસમા ભગવાન શંકરની પૂજા આરાધના ઉપરાંત શિવ મંદિરમાં દર્શનનું વિશેષ મહત્વ છે. અહીં ગુજરાતના ભગવાન શંકરના જ્યોતિર્લિંગ સહિત પ્રસિદ્ધ 8 શિવ મંદિર વિશે જાણકારી આપવામં આવી છે.
શ્રાવણ દર્શન: ગુજરાતના પ્રખ્યાત 8 શિવ મંદિર શ્રાવણ માસ ભગવાન શંકરની પૂજા અર્ચના કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકો શિવાલયોમાં દર્શન કરવા જાય છે. જો તમે પણ શ્રાવણ માસમાં ભગવાન શંકરના દર્શન કરવાનો ટુર પ્લાન બનાવી રહ્યા છો તો અહીં ગુજરાતના પ્રખ્યાત 8 શિવ મંદિર વિશે વિગતવા જાણકારી આપવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં બે લોંગ વિકેન્ડ આવી રહ્યા છે, જેમા તમે પરિવાર અને મિત્રો સાથે શિવ મંદિરના દર્શન સાથે પ્રવાસની મજા માણી શકો છો.
સોમનાથ મંદિર (Somnath Jyotirlinga Temple) સોમનાથ મંદિર ગુજરાતનું પ્રખ્યાત શિવમંદર છે. સોમનાથ મંદિર ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ ક્રમે છે. સોમનાથ મંદિર ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. શ્રાવણ માસમાં દરિયા કિનારે આવેલા સોમનાથ મંદિરના દર્શન યાગદાર બની રહે છે. સોમનાથ મંદિર નજીક ઘણા દર્શનીય સ્થળો આવેલા છે. અમદાવાદથી સોમનાથ 400 કિમી, ભાવનગરથી 270 અને જુનાગઢથી માત્ર 82 કિમી દૂર છે. સોમનાથ મંદિર રોડ અને રેલ માર્ગ મારફતે ગુજરાત અને દેશના મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. (Photo: Gujarat Tourism)
નાગેશ્વર મંદિર (Nageshwar Jyotirlinga Temple) નાગેશ્વર મંદિર ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં આવેલું પ્રસિદ્ધ શિવમંદિર છે. નાગેશ્વર મંદિર ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં સ્થાન ધરાવે છે. દ્વારકાધીશ મંદિર ઉપરાંત દ્વારકાના પ્રસિદ્ધ ધાર્મિક દર્શનીય સ્થળોમાં નાગેશ્વર મંદિરનું પણ વિશે મહત્વ છે. શ્રાવણ માસમાં તમે દ્વારકામાં ભગવાન ભોળાનાથ ઉપરાંત દ્વારકાધીશના દર્શનનો લાહવો લઇ શકો છો. (Photo: Gujarat Tourism)
નિષ્કલંક મહાદેવ મંદિર (Nishkalank Mahadev Temple) નિષ્કલંક મહાદેવ મંદિર ગુજરાતના ભાવનગર જિલ્લાના કાળિયાક જીલ્લામાં આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે. પૌરાણિક માન્યતા મુજબ મહાભારતના યુદ્ધ બાદ પછી દ્વોપદી સાથે પાંડવો અહીં આવ્યા હતા અને કોળિયાક ગામના સમુદ્ર કિનારે દેવાધિદેવ મહાદેવની સ્થાપના અને પૂજા-અર્ચના કરી હતી. જેનાથી તેમને મહાભારત યુદ્ધમાં કરેલી જીવ હિંસાના કલંક માંથી મુક્તિ મળી હતી. આથી અહીં મહાદેવને નિષ્કલંક મહાદેવ તરીકે પૂજામાં આવે છે. નિષ્કલંક મહાદેવ મંદિર દરિયા કિનારે આવેલું ખુલ્લું મંદિર છે. સૌથી ખાસ વાત એ છે કે, સમુદ્રમાં આવેલું હોવાથી નિષ્કલંક મહાદેવ મંદિરના માત્ર ઓટના સમયે જ દર્શન થઇ શકે છે. નિષ્કલંક મહાદેવ મંદિર પર દર વર્ષે શ્રાવણ ચૌદશ અને ભાદરવી અમાસે મેળો ભરાય છે, જેમા મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી પડે છે. (Photo: Gujarat Tourism)
કોટેશ્વર મહાદેવ મંદિર (Koteshwar Mahadev Temple) કોટેશ્વર મહાદેવ મંદિર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે. કોટેશ્વર મંદિર કચ્છના રણમાં એક સુંદર અનુભવ કરાવે છે. કોટેશ્વર મંદિરની કથા રાક્ષસ રાજા રાવણ સાથે જોડાયેલી છે. અહીં પ્રવાસીઓ કોટેશ્વર મંદિરમાં દર્શન કરવા ઉપરાંત દરિયા કિનારે બીચ પર ફરવાની, રાતના અંધકારમાં આકાશમાં ચમકતા તાર અને પડોશી દેશ પાકિસ્તાનના કરાચીથી આવતી લાઇટ જોવાનો લાહવો લઇ શકે છે. (Photo: Gujarat Tourism)
ભવનાથ મહાદેવ મંદિર (Bhavnath Mahadev Temple) ભવનાથ મહાદેવ મંદિર ગુજરાતના જુનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે. ભવનાથ મંદિમાં ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હોવાની માન્યતા છે. ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે - જેમા નાનું શિવલિંગ સ્વયંભૂ છે જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરી હોવાની માન્યતા છે. દ્રોણાચાર્યના પૂત્ર અશ્વત્થામાએ મહાભારતના યુદ્ધમાં જીત મેળવવા આ જગ્યામાં શિવલિંગની સ્થાપના કરી તપશ્વર્યા કરી હતી. પ્રાચીન માન્યતા અનુસાર ગિરનાર પર નવ નાથ, 64 જોગણી, 84 સિદ્ધ અને 52 વીરનાં બેસણાં છે. ગીરનાર પર્વત ચઢાણ કરવાની પહેલા ભવનાથ મંદિરના દર્શન કરવાની પરંપરા છે. ભવનાથ મંદિરમાં દર વર્ષે શિવરાત્રીએ યોજાતી રેવાડી જોવા દૂર દૂર થી મોટી સંખ્યામાં લોકો જુનાગઢ આવે છે. નાગા સાધુઓ, સંતો ભવનાથ મંદિરમા આવેલા મૃગી કુંડમાં સ્નાન કરે છે. ભવનાથ મંદિરના મુખ્ય તહેવારોમાં શિવરાત્રી, લીલી પરિક્રમા, શ્રાવણ માસ મુખ્ય છે. જુનાગઢમાં ભવનાથ મંદિર ઉપરાંત ગિરનાર પર્વત, દામોદર કુંડ, અડીકડી વાવ સહિત ઘણા દર્શનિય અને પ્રવાસન સ્થળો છે. (Photo: Social Media)
ગળતેશ્વર શિવ મંદિર (Galteshwar Mahadev Mandir) ગળતેશ્વર શિવ મંદિર ગુજરાતના ખેડા જિલ્લામાં મહીસાગર નદી અને ગળતી નદીના ત્રિવેણી સંગમ પર આવેલું સુંદર અને રમણિય શિવમંદિર છે. ગળતેશ્વર મંદિર પ્રસિદ્ધ ડાકોર રણછોડરાય મંદિરથી નજીક આવેલું હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે. 12મી સદીમાં નિર્મિત આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે. ગળતેશ્વર મહાદેવ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે, મંદિર ઉપર શિખર નથી. આ મંદિરના શિખર અને મંડપનો ભાગ 1908માં નષ્ટ થયો હતો. (Photo: Social Media)
હાટકેશ્વર મંદિર વડનગર (Hatkeshwar Temple Vadnagar) હાટકેશ્વર મંદિર ગુજરાતના વડનગર જિલ્લામાં આવેલું છે. હાટકેશ્વર ભગવાન નાગર બ્રાહ્મણોના ઇષ્ટ દેવ છે. સ્કન્દ પુરાણના નાગરખંડમાં હાટકેશ્વર લિંગની સ્થાપના વિશે એક કથા છે. બ્રહ્માજીએ દેવી સતીના દેહ સાથે સમસ્ત બ્રહ્માંડમાં હાહાકાર સર્જી રહેલા ભગવાન શંકરના લિંગને પાતાળમાં સોનાથી જડીને સ્થાપના કરી હતી, ત્યારથી તેઓ હાટકેશ્વર ગણાયા. એવી માન્યતા છે કે, હાટકેશ્વર શિવલિંગના દર્શન માત્રથી મોક્ષપ્રાપ્ત થાય છે. ચૈત્રસુદ ચૌદસને હાટકેશ્વર જયંતી તરીકે ઉજવાય છે. (Photo: Gujarat Tourism)
ઘેલા સોમનાથ મહાદેવ (Ghela Somnath Mahadev Mandir) ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. ઇતિહાસ અનુસાર મુસ્લિમ શાસક ઝફરખાનના હુમલાથી બચાવી સોમનાથ જ્યોતિર્લિંગને પાંચાળ પ્રદેશમાં સ્થાપના કરવામાં આવી હતી. ઘેલા સોમનાથ મંદિર સાથે રાજપુત વીરોના બલીદાન અને મિનલદેવીની ભક્તિની કથા આજે પણ પ્રચલિત છે. શ્રાવણ મહિનામાં અહીં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવે છે. (Photo: Social Media)