ગણેશ ચતુર્થી શુભકામના સંદેશ (Ganesh Chaturthi 2024 Wishes Images) ગણેશ ચતુર્થી ભારદવા સુદ ચોથા તિથિ પર ઉજવાય છે. 11 દિવસનો ગણેશ મહોત્સવ અનંત ચૌદશ પર ગણપતિ દાતાના વિસર્જન પૂર્ણ થાય છે. આ વખતે 7 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ ગણેશ ચતુર્થી છે. ગણેશ ચતુર્થી પર બાપ્પાના ભક્તો ગણપતિ જીની મૂર્તિ ઘરે લાવે છે. ગણેશજીની 11 દિવસ સુધી વિધિવત પૂજા અર્ચના અને આરતી કરે છે. સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થી શ્રદ્ધા અને ભક્તિ સાથે ધામધૂમપૂર્વક ઉજવાય છે. ટેકનોલોજીની સાથે શુભકામના પાઠવવાની રીત પણ બદલાય છે. સ્માર્ટફોનના સમયમાં લોકો વોટ્સએપ મેસેજ ફોટા મોકલી શુભકામના પાઠવે છે. અહીં ગણેશ ચતુર્થી નિમિતે ખાસ ફોટા સાથે શુભકામના સંદેશ આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી ગણેશ ઉત્સવને યાદગાર બનાવી શકાય છે. (Photo: Freepik)
વક્રતુંડ મહાકાય, સુર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુમે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા વિઘ્નહર્તા ગણેશજી આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે એવી પ્રાર્થના. Happy Ganesh Chaturthi (Photo: Freepik)
ગણપતિ દાદા આવે છે જીવનમાં શુભ અને લાભ લાવે છે જેમને મળી જાય તેમના આશીર્વાદ તે બની જાય છે ધનવાન ગણેશ ચતુર્થીની શુભકામના Happy Ganesh Chaturthi (Photo: Freepik)
વિઘ્ન વિનાશક, લંબોદર, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, એકદંત, ગજાનન જે કોઈ ગણપતિ બાપ્પાનું સ્મરણ કરે છે તેના થઇ જાય છે બધા કામ ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામના Happy Ganesh Chaturthi (Photo: Freepik)