Ganesh Chaturthi 2025: ઘર કે ઓફિસમાં ગણેશજીની કેવી મૂર્તિ લાવવી શુભ હોય છે? આ 5 વાત ધ્યાનમાં રાખો
Vastu Tips For Ganesh Chaturthi Murti : ગણેશ ચતુર્થી ભાદરવા ચોથથી શરૂ થાય છે, જે 10 દિવસનો ગણેશ મહોત્સવ છે. જો તમે ઘર કે ઓફિસમાં ગણેજીની મૂર્તિની સ્થાપના કરો છો, આ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ. તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.
Ganesh Chaturthi 2025 Date : ગણેશ ચતુર્થી 2025 ક્યારે છે? ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મનો ખાસ તહેવાર છે. ભાદરવા ચોથથી શરૂ થતા 10 દિવસના ગણેશ મહોત્વસમાં ગણપતિદાદાની મૂર્તિની ઘરે સ્થાપના કરી પૂજા આરતી કરવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 27 ઓગસ્ટ, 2025 બુધવારથી શરૂ થઇ રહ્યો છે. ભક્તોએ ગણેશ મહોત્સવ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. (Photo: Social Media)
ઘર કે ઓફિસ માટે ગણેજીશી મૂર્તિ કેવી હોવી જોઇએ? જો કે ઘરે હોય કે ઓફિસ ગણેશજીની મૂર્તિ લાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, તેનાથી ગણેશ પૂજાનું ફળ મળે છે. આથી ગણેશ ભગવાનની મૂર્તિ ખરીદતી વખતે આ 5 બાબત ધ્યાનમાં રાખવી જોઇએ. આવી ગણપતિદાદાની મૂર્તિ ઘરે લાવવી શુભ હોય છે. (Photo: Social Media)
ગણેશ મૂર્તિનું સ્વરૂપ ધાર્મિક માન્યતા મુજબ ગણેશજીની મૂર્તિનું સ્વરૂપ શુભ હોવું જોઇએ. ચતુર્ભુજ ગણેશજીની મૂર્તિ અત્યંત શુભ માનવામાં આવે છે. ગણેશજીને 4 હાથ હોય છે, જેમા એક હાથમાં મોદક, બીજામાં પાશ, ત્રીજામાં અંકુશ અને ચોથો હાથ આર્શિવાદ આપવાની મુદ્રામાં હોય છે. આવી ગણેશજીની મૂર્તિ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. ઘર કે ઓફિસ માટે હંમેશા ડાબી બાજુ સૂંઢ હોય તેવી ગણેશજીની મૂર્તિ લાવવી જોઇએ. (Photo: Social Media)
ગણેશજીની મૂર્તિ રાખવાની દિશા અને મુદ્રા વાસ્તુ શાસ્ત્ર મુજબ, ગણેશજીની મૂર્તિ ઘરે લાવતી વખતે તેમની દિશા અને મુદ્રાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ક્યારેય ગણેશજીની મુર્તિનું મુખ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઇએ. મૂર્તિનું મુખ ઉત્તર, ઉત્તર પૂર્વ દિશા તરફ હોવું જોઇએ. આ દિશા સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક મનાવામાં આવે છે. (Photo: Social Media)
ગણેશજીની મૂર્તિનો રંગ વાસ્તુ શાસ્ત્ર મુજબ, મૂર્તિનો રંગ પણ મહત્વપૂર્ણ છે. સફેદ રંગની ગણેશજીની મૂર્તિ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. જો પરિવારમાં કોઇ પ્રકારની અશાંતિ કે વિવાદ હોય, તો સફેદ રંગની મૂર્તિની સ્થાપના કરવી બહુ ફળદાયી રહે છે. તો લાલ રંગની ગણેશજીની મૂર્તિને ઊર્જા અને શક્તિનું પ્રતિક ગણાય છે, જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. (Photo: Social Media)
માટી માંથી બનેલી ગણેશજીની મૂર્તિ અતિ શુભ ધાર્મિક માન્યતા મુજબ, ગણેશ જીની મૂર્તિ માટીમાંથી બનેલી હોવી જોઇએ. પર્યાવરણને ધ્યાનમાં રાખતા લોકો હવે POPના બદલે માટીની મૂર્તિ વધારે ખરીદે છે, જે સારી વાત છે. ધાર્મિક દ્રષ્ટિએ માટી માંથી બનેલી મૂર્તિ અત્યંત શુભ હોય છે. (Photo: Social Media)
ઘર માટે ગણેશજીની મૂર્તિની ઉંચાઇ કેટલી હોવી જોઇએ? વાસ્તુ શાસ્ત્ર મુજબ ગણેશજીની મૂર્તિનો આકાર પણ મહત્વપૂર્ણ છે. ઘરમાં બહુ મોટી મૂર્તિની સ્થાપના કરવી મુશ્કેલ હોય છે. આથી નાની અને મધ્યમ કદની મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સ્થાનનું સંતુલન બની રહે છે અને મૂર્તિની સ્થાપનામાં કોઇ પણ પ્રકારના વિધ્ન આવતા નથી. માન્યતા મુજબ ઘરમાં 1 થી દોઢ ફુટ જેટલી ઉંચાઇ ધરાવતી ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરવી જોઇએ. (Photo: Social Media)