Girnar Parikrama 2024: ગિરનાર લીલી પરિક્રમા ક્યારે યોજાય છે, કોણે શરૂ કરી હતી અને ધાર્મિક મહત્વ
Girnar Lili Parikrama 2024: ગિરનાર પર્વતની લીલી પરિક્રમા 5 દિવસ ગિરનાર જંગલની અંદર પગપાળા ચાલીને કરવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો લીલી પરિક્રમા કરવામાં આવે છે.
Girnar Lili Parikrama 2024: ગિરનાર પર્વત લીલી પરિક્રમા 2024 ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. ગિરનાર પર્વત પર સંખ્યા મંદિરોના દર્શન કરવાની સાથે સાથે તેની પરિક્રમા કરવાનું પણ ઘણું મહત્વ છે. વર્ષમાં એક વાર ગિરનાર પર્વતની પરિક્રમા યોજાય છે. ગિરનાર પર્વતની 5 દિવસ ચાલનાર આ પરિક્રમાને લીલી પરિક્રમા પણ કહેવામાં આવે છે. લીલી પરિક્રમા પગપાળા ચાલીને કરવામાં આવે છે. ચાલો જાણીયે ગિરનાર પરિક્રમા વિશે વિગતવાર (Photo: Gujarat Tourism)
ગિરનાર લીલી પરિક્રમા ક્યારે યોજાયે છે? ગિરનાર પર્વતની પરિક્રમા ને લોકભાષામાં લીલી પરિક્રમા કે પરકમ્મા કહેવામાં આવે છે. ગીરનાર પર્વતની લીલી પરિક્રમા કારતક સુદ અગિયાર એટલે કે દેવઉઠી એકાદશી થી શરૂ થાય છે અને કારતક સુદ પૂનમ પર સમાપ્ત થાય છે. સામાન્ય રીતે ગીર જંગલમાં સિંહ સહિત ઘણા જંગલી પ્રાણીઓ રહે છે. જો કે લોકો નિર્ભય થઇ જંગલમાંથી પસાર થઇ લીલી પરિક્રમા રહે છે. એવું કહેવાય છે કે, લીલી પરિક્રમા દરમિયાન તમામ જંગલી હિંસક પ્રાણીમાં લીલી પરિક્રમાના પથથી દૂર થઇ જાય છે અને યાત્રીને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતા નથી. (Photo: @InfoGujarat)
ગિરનાર લીલી પરિક્રમા કેટલી લાંબી છે? લીલી પરિક્રમા ગિરનાર પર્વતની ફરતે જંગલ માંથી પસાર થઇ પરિક્રમા કરવામાં આવે છે. ગિરનાર લીલી પરિક્રમાનું કુલ અંતર 36 કિમી છે. લીલી પરિક્રમામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી સાધુ સંતોથી લઇ સામાન્ય લોકો આવે છે. લીલી પરિક્રમા દરમિયાન ગીરના જંગલની અંદર જ શ્રદ્ધાળુઓ માટે જમવા અને સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે. રાત્રે સંત સત્સંગ અને ભજન કાર્યક્રમ પણ યોજાય છે. લીલી પરિક્રમા દરમિયાન લોકોને ગીર જંગલની અંદર પ્રકૃતિના ખોળે રહેવાનો અને કુદરતી સૌંદર્યનો નજારો જોવાનો લાહવો મળે છે. (Photo: Gujarat Tourism)
ગિરનાર લીલી પરિક્રમા કેવી રીતે શરૂ કરવી? ગિરનાર લીલી પરિક્રમા 5 દિવસન હોય છે. ગિરનાર પર્વતની તળેટીમાં સ્થિત પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરી ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત દામોદરજીના દર્શન કરીને લીલી પરિક્રમા શરૂ કરવાનું વિધાન છે. લીલી પરિક્રમામાં ઘણા પ્રસિદ્ધ મંદિરો અને સંતોના બેસણાં આવે છે. જ્યાં ભક્તો શ્રદ્ધા પૂર્વક શિશ નમાવી આગળ વધે છે. (Photo: Gujarat Tourism)
ગિરનાર લીલી પરિક્રમા ની શરૂઆત કોણે કરાવી? ગિરનાર પર્વત હિન્દુ અને જૈન લોકો માટે પવિત્ર તીર્થધામ છે. ગિરનાર પર્વત પર ભગવાન દત્તાત્રેય અંબાજી માતા સહિત ઘણા પ્રાચીન મંદિરો ઉપરાંત જૈન તીર્થંકરોના દેરાસર પણ આવેલા છે. ગિરનાર લીલી પરિક્રમા ઘણા વર્ષોથી કરવામાં આવે છે. માન્યતા અનુસાર દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણ ભગવાને બળદેવજી સાથે શ્રાપ માંથી મુક્તિ મેળવવા સૌથી પ્રથમવાર ગિરનાર પર્વતની પરિક્રમા હતી. કહેવાય છે કે, ગિરનાર પર્વત પર 33 કોટી દેવતાનો વાસ છે અને 84 ચોર્યાશી સિદ્ધોનું નિવાસ સ્થાન છે. ગિરનારને હિમાલય પર્વતનો દાદા કહેવામાં આવે છે. કહેવાય છે કે, ગિરનાર લીલી પરિક્રમા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. (Photo: Gujarat Tourism)
ગિરનાર પર્વતની ઉંચાઇ કેટલી છે? ગિરનાર પર્વતનો ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે. 3383 ફુટ ઉંચા ગિરનાર પર્વત હિન્દુ દેવી દેવતા અને જૈન તીર્થંકરોના ઘણા મદિરો આવેલા છે. ગિરનારનો સૌથી ઉંચો પર્વત ગુરુ શિખર છે જ્યાં ભગવાન દત્તાત્રેયના ચરણ પાદુકાના દર્શન થાય છે. 10000 પગથિયા ચઢીને ભક્તો ગુરુ શિખર પર પહોંચે છે. (Photo: Gujarat Tourism)